ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા દેશભરની વિવિધ પ્રાદેશિક કચેરીઓમાં ઓફિસ અટેન્ડન્ટ (Office Attendant) ની કુલ ૫૭૨ જગ્યાઓ પર સીધી ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી માટે લાયક ઉમેદવારો ઓનલાઇન પરીક્ષા અને ભાષાકીય કસોટી (LPT) દ્વારા પસંદ કરવામાં આવશે.
લાયક ઉમેદવારો તા. ૧૫/૦૧/૨૦૨૬ થી તા. ૦૪/૦૨/૨૦૨૬ સુધી RBI ની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે.
RBI ભરતી ૨૦૨૬ – મુખ્ય વિગતો
સંસ્થાનું નામ
ભારતીય રિઝર્વ બેંક (RBI)
પોસ્ટનું નામ
ઓફિસ અટેન્ડન્ટ (Office Attendant)
કુલ જગ્યાઓ
૫૭૨
અમદાવાદ કચેરી માટે
૪૪ જગ્યાઓ
અરજી કરવાની રીત
ઓનલાઇન
અમદાવાદ કચેરી માટે જગ્યાઓનું વિભાજન
કેટેગરી
SC
ST
OBC
EWS
GEN
કુલ
જગ્યાઓ
૦
૧૦
૧૧
૦૫
૧૮
૪૪
પાત્રતા અને લાયકાત (Eligibility Criteria)
શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ૧૦ પાસ (SSC/Matriculation) હોવો જોઈએ
ખાસ નોંધ: સ્નાતક (Graduate) કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે નહીં.
રહેવાસી: ઉમેદવાર જે કચેરી (જેમ કે અમદાવાદ) માટે અરજી કરે છે, તે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશનો રહેવાસી હોવો જોઈએ
વય મર્યાદા: ૧૮ થી ૨૫ વર્ષ (૦૧/૦૧/૨૦૨૫ ના રોજ). અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ મળશે
ઓનલાઇન કસોટી (Online Test): કુલ ૧૨૦ ગુણની પરીક્ષા રહેશે, જેમાં Reasoning, General English, General Awareness અને Numerical Ability ના ૩૦-૩૦ પ્રશ્નો હશે
ભાષાકીય કસોટી (LPT): ઓનલાઇન પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ જે તે રાજ્યની પ્રાદેશિક ભાષાની કસોટી (ગુજરાત માટે ગુજરાતી) પાસ કરવાની રહેશે