રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા વર્ષ ૨૦૨૬ માટે ગ્રુપ ડી (Level-1) ની 22195 જગ્યાઓ પર ભરતીની સત્તાવાર જાહેરાત (CEN 09/2025) બહાર પાડવામાં આવી છે. રેલવેમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ૧૦ પાસ અને ITI ધારક ઉમેદવારો માટે આ વર્ષની સૌથી મોટી તક છે.
લાયક ઉમેદવારો આવતીકાલ એટલે કે તા. ૩૧/૦૧/૨૦૨૬ થી ઓનલાઇન અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ ૦૨/૦૩/૨૦૨૬ છે.
RRB ગ્રુપ ડી ભરતી ૨૦૨૬ – મુખ્ય વિગતો
| સંસ્થાનું નામ | રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) |
| જાહેરાત ક્રમાંક | CEN 09/2025 (Level-1 Posts) |
| કુલ જગ્યાઓ | 22195 |
| અરજી શરૂ થવાની તારીખ | ૩૧/૦૧/૨૦૨૬ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ૦૨/૦૩/૨૦૨૬ |
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
- શૈક્ષણિક લાયકાત: ૧૦મું પાસ (SSC) અથવા ITI (NCVT/SCVT) અથવા નેશનલ એપ્રેન્ટિસશિપ સર્ટિફિકેટ (NAC).
- વય મર્યાદા: ૧૮ થી ૩૩ વર્ષ (૦૧/૦૧/૨૦૨૬ ના રોજ).
- વય મર્યાદામાં છૂટછાટ: નિયમ મુજબ SC/ST ને ૫ વર્ષ અને OBC ને ૩ વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે.
અરજી ફી (Application Fees)
રેલવેના નિયમ મુજબ, પરીક્ષા આપ્યા બાદ ઉમેદવારોને ફી રિફંડ મળવાપાત્ર થશે:
- General / OBC / EWS: રૂ. ૫૦૦/- (પરીક્ષા બાદ રૂ. ૪૦૦/- રિફંડ)
- SC / ST / PH / મહિલા / માજી સૈનિક: રૂ. ૨૫૦/- (પરીક્ષા બાદ પૂરેપૂરી ફી રિફંડ)
પસંદગી પ્રક્રિયા (Selection Process)
- ઓનલાઇન કોમ્પ્યુટર આધારિત લેખિત પરીક્ષા (CBT)
- શારીરિક ક્ષમતા કસોટી (PET)
- દસ્તાવેજ ચકાસણી (Document Verification)
- મેડિકલ પરીક્ષણ (Medical Examination)
અગત્યની લિંક્સ
| ઓનલાઇન અરજી કરવા માટે: | અહીં ક્લિક કરો |
| ઑફિશિયલ નોટીફિકેશન: | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઇટ: | indianrailways.gov.in |
ખાસ નોંધ: રેલવેની આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ થી લિંક એક્ટિવેટ થશે. છેલ્લી ઘડીએ સર્વરની સમસ્યાથી બચવા વહેલી તકે ફોર્મ ભરી દેવું.