RMC Special Recruitment Drive 2026: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખાલી પડેલી વિવિધ સંવર્ગની જગ્યાઓ ભરવા માટે માત્ર દિવ્યાંગ ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ટેકનિકલ, વહીવટી અને ફિલ્ડ સ્ટાફની કુલ ૩૪ જગ્યાઓ પર નિમણૂંક કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો ૨૩ માર્ચ ૨૦૨૬ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકે છે.
RMC ભરતી ૨૦૨૬: મુખ્ય વિગતો
| સંસ્થાનું નામ | રાજકોટ મહાનગરપાલિકા (RMC) |
| ભરતીનો પ્રકાર | સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ (માત્ર દિવ્યાંગો માટે) |
| કુલ જગ્યાઓ | ૪૧ |
| અરજી શરૂ થવાની તારીખ | ૦૮/૦૩/૨૦૨૬ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ૨૩/૦૩/૨૦૨૬ |
| અરજી ફી | નિયમોનુસાર ફી માંથી મુક્તિ |
ખાલી જગ્યાઓની વિગત
આ ભરતીમાં વિવિધ કેટેગરી મુજબ નીચે મુજબની જગ્યાઓ સામેલ છે:
| ક્રમ | જગ્યાનું નામ | કુલ જગ્યા |
|---|---|---|
| ૧ | આસીસ્ટન્ટ એન્જીનીયર (સીવીલ) | ૦૩ |
| ૨ | વર્ક આસીસ્ટન્ટ (સીવીલ) | ૦૪ |
| ૩ | ગાર્ડન સુપરવાઈઝર | ૦૧ |
| ૪ | જુનીયર ક્લાર્ક | ૧૦ |
| ૫ | લાઇનમેન (ઇલેક્ટ્રીક) | ૦૪ |
| ૬ | મેડીકલ ઓફિસર | ૦૧ |
| ૭ | સેનિટરી સબ ઇન્સ્પેક્ટર | ૦૧ |
| ૮ | જુનીયર સ્વીમીંગ ઇન્સ્ટ્રક્ટર | ૦૨ |
દિવ્યાંગતાના પ્રકાર અને પાત્રતા
- લાયકાત: ઉમેદવાર પાસે સક્ષમ સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલ લઘુત્તમ ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે.
- કેટેગરી: અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિ (A), કર્ણબધિર (B), હલનચલનની દિવ્યાંગતા (C), તેમજ બૌદ્ધિક દિવ્યાંગતા અને બહુવિધ દિવ્યાંગતા (D&E) ધરાવતા ઉમેદવારો જે તે પોસ્ટ મુજબ અરજી કરી શકશે.
- શૈક્ષણિક લાયકાત: દરેક પોસ્ટ માટે લાયકાત (ધોરણ ૧૦, ૧૨, ITI, ડિપ્લોમા કે ગ્રેજ્યુએશન) અલગ-અલગ છે, જેની વિગત વેબસાઇટ પર જોઈ શકાશે.
કેવી રીતે અરજી કરવી?
- રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ www.rmc.gov.in પર જાઓ.
- ‘Recruitment’ સેક્શનમાં જઈને સંબંધિત જાહેરાત શોધો.
- ‘Apply Online’ પર ક્લિક કરી જરૂરી બધી વિગતો અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- અરજી ફોર્મ સબમિટ કરી તેની પ્રિન્ટ આઉટ સાચવી રાખો.
અગત્યની લિંક્સ
| અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ | Join Now |
| Official Notification PDF | અહીંથી ડાઉનલોડ કરો |
| ઓનલાઇન અરજી લિંક | Apply Online |