RRB Group D Recruitment 2025 : રેલવે ભરતી બોર્ડ દ્વારા એક નવી ભરતી જાહેર કરવામાં આવી છે. ઓછી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ ભરતી ઉત્તમ તક છે. 32,000 થી પણ વધુ જગ્યાઓ માટેની આ મોટી ભરતીમાં ફોર્મ ભરવાના તારીખ 23 જાન્યુઆરી 2025 થી શરૂ થશે. આ ભરતીમાં 22 ફેબ્રુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકાશે.
આ બધી માં ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર 18 થી 36 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાતની સ્પષ્ટતા ઓફિસિયલ નોટિફિકેશનમાં કરવામાં આવશે. જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોવ તો અહીં આપેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચો અને ઓફિસિયલ નોટિફિકેશન પણ વાંચો.
RRB Group D Recruitment 2025
સંસ્થા | રેલવે ભરતી બોર્ડ (RRB) |
પોસ્ટનું નામ | લેવલ 1 ની અલગ અલગ જગ્યાઓ |
કુલ જગ્યા | 32,000 (અંદાજિત) |
નોકરી સ્થાન | ભારતભરમાં |
અરજી શરૂ કરવાની તારીખ | 23 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 22 ફેબ્રુઆરી 2025 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 22 ફેબ્રુઆરી 2025 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પગાર ધોરણ | ₹18,000/- પ્રતિ મહિનો (પ્રારંભિક પગાર) |
જગ્યાઓ
આ ભરતીની અંદાજીત જગ્યાઓ જાહેર કરવામાં આવી છે પરંતુ કઈ કઈ જગ્યાઓ પર અને કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તેની માહિતી વિગતવાર નોટીફીકેશનમાં જાહેર કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
- આ ભરતી માટે લાયકાત ની માહિતી વિગતવાર નોટીફીકેશનમાં જાહેર કરવામાં આવશે.
ઉંમર મર્યાદા
- લઘુત્તમ ઉંમર: 18 વર્ષ
- ઊચ્ચત્તમ ઉંમર: 36 વર્ષ
- ઉંમર છૂટછાટ:
- OBC માટે 3 વર્ષ
- SC/ST માટે 5 વર્ષ
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
RRB Group D Recruitment 2025 અરજી ફી
ઉમેદવાર કેટેગરી | અરજી ફી | CBTમાં હાજરી આપતી વખતે રિફંડ રકમ |
---|---|---|
જનરલ/ OBC | ₹500 | ₹400 |
SC/ ST/ EBC/ મહિલા/ ટ્રાન્સજેન્ડર | ₹250 | ₹250 |
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.
RRB Group D Recruitment 2025 પસંદગી પ્રક્રિયા
- કંપ્યુટર-આધારિત પરીક્ષા (CBT):
- આ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે.
- વિષયોમાં જનરલ અવેરનેસ, ગણિત, જનરલ ઈન્ટેલિજન્સ અને રીઝનિંગ શામેલ છે.
- શારીરિક કાર્યક્ષમતા પરીક્ષા (PET):
- પદ અનુસાર ચોક્કસ શારીરિક માપદંડ પૂરા કરવાની જરૂર પડશે.
- ડોક્યુમેન્ટ વેરીફીકેશન (DV):
- અરજી કરનારના દસ્તાવેજો અને લાયકાતની ચકાસણી કરવામાં આવશે.
- મેડીકલ ચેકઅપ:
- ઉમેદવારોએ CEN 08/2024 મુજબ ચિકિત્સા ધોરણો પર પૂર્ણ ક્ષમતા દાખવવી જોઈએ.
અગત્યની તારીખો
નોટિફિકેશન પ્રકાશન તારીખ | 28 ડિસેમ્બર 2024 – 3 જાન્યુઆરી 2025 (રોજગારી સમાચાર) |
અરજી શરૂ થવાની તારીખ | 23 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 22 ફેબ્રુઆરી 2025 (11:59 PM) |
RRB Group D Recruitment 2025 પગાર ધોરણ
- પ્રારંભિક પગાર: ₹18,000/- પ્રતિ મહિનો (7મું પગાર પંચ મેટ્રિક્સ અનુસાર)
- પગાર ધોરણ પદના સ્તર અને કાર્યની કામગીરી અનુસાર બદલાઈ શકે છે.
RRB Group D Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
- તમારા ઝોન માટે RRBની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ (ઉદાહરણ તરીકે, www.rrbcdg.gov.in).
- હોમપેજ પર CEN 08/2024 અરજી લિંક પર ક્લિક કરો.
- એક માન્ય ઇમેઇલ ID અને મોબાઇલ નંબર સાથે રજીસ્ટર કરો.
- અરજી ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી ફી ઓનલાઇન પેમેન્ટ મોર્ડસ અથવા SBI E-Challan દ્વારા ભરો.
- ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ લો.
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here |
ફોર્મ ભરવા માટેની લિંક: | Coming Soon |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |