RRB Group D Syllabus 2026: રેલવે ગ્રુપ-ડી પરીક્ષાનો સંપૂર્ણ વિગતવાર સિલેબસ અને પરીક્ષા પદ્ધતિ ગુજરાતીમાં

RRB Group D Syllabus 2026: ભારતીય રેલવે દ્વારા ગ્રુપ-ડી (Level 1) ની ૨૨,૧૯૫ જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રેલવેમાં નોકરી મેળવવી એ લાખો યુવાનોનું સપનું હોય છે, પરંતુ આ સપનું ત્યારે જ પૂરું થાય જ્યારે તમારી પાસે પરીક્ષાની તૈયારી માટેનો સાચો ‘રોડમેપ’ એટલે કે સિલેબસ હોય.

આ લેખમાં અમે તમને રેલવે ગ્રુપ-ડી પરીક્ષાના દરેક વિષયના મહત્વના ટોપિક્સ અને નવી પરીક્ષા પદ્ધતિ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપીશું.

રેલવે ગ્રુપ-ડી પસંદગી પ્રક્રિયા (Selection Process)

રેલવે ગ્રુપ-ડીમાં ઉમેદવારની પસંદગી મુખ્ય ત્રણ તબક્કામાં કરવામાં આવે છે:

  • Computer Based Test (CBT): સૌથી પહેલો તબક્કો ઓનલાઇન લેખિત પરીક્ષાનો રહેશે.
  • Physical Efficiency Test (PET): લેખિત પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોની શારીરિક કસોટી લેવાશે.
  • Document Verification: અંતિમ તબક્કે દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.

પરીક્ષાનું માળખું (Exam Pattern)

રેલવેની આ પરીક્ષા ઓનલાઇન પદ્ધતિથી લેવામાં આવશે. ઉમેદવારોએ ૧૦૦ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.

  • કુલ પ્રશ્નો: ૧૦૦
  • કુલ ગુણ: ૧૦૦
  • સમય: ૯૦ મિનિટ
  • નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ દીઠ 1/3 માર્ક કાપવામાં આવશે.

વિષય (Subject)

પ્રશ્નોની સંખ્યા

કુલ ગુણ

જનરલ સાયન્સ (વિજ્ઞાન)

૨૫

૨૫

ગણિત (Mathematics)

૨૫

૨૫

જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ

૩૦

૩૦

જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ

૨૦

૨૦

વિષયવાર વિગતવાર સિલેબસ (Detailed Syllabus)

ગણિત (Mathematics)

ગણિતના વિભાગમાં તમારી ગણતરી કરવાની ઝડપ અને ચોકસાઈ ચકાસવામાં આવે છે.

  • અંકગણિત: સંખ્યા પદ્ધતિ, બોડમાસ (BODMAS), દશાંશ, અપૂર્ણાંક, લસાઅ અને ગુસાઅ.
  • વ્યવહારુ ગણિત: ટકાવારી, ગુણોત્તર અને પ્રમાણ, નફો-નુકસાન, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ.
  • સમય અને કાર્ય: કાર્ય અને મહેનતાણું, પાઇપ અને ટાંકી, સમય-અંતર અને ઝડપ.
  • અદ્યતન ગણિત: પાયાનું બીજગણિત, ભૂમિતિ અને ત્રિકોણમિતિ, આંકડાશાસ્ત્ર.

જનરલ સાયન્સ (General Science)

આ વિભાગમાં ધોરણ ૯ અને ૧૦ ના વિજ્ઞાન પર વધુ ભાર મૂકવામાં આવે છે.

  • ભૌતિક વિજ્ઞાન: ગતિના નિયમો, ઉર્જા, કાર્ય, પ્રકાશ, વિદ્યુત અને ધ્વનિ.
  • રસાયણ વિજ્ઞાન: તત્વોનું આવર્ત કોષ્ટક, રાસાયણિક પ્રક્રિયાઓ, એસિડ અને બેઝ.
  • જીવ વિજ્ઞાન: કોષ રચના, માનવ અંગતંત્રો, વિટામિન્સ અને રોગો, વનસ્પતિ શાસ્ત્ર.

જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ

તાર્કિક શક્તિ ચકાસવા માટે આ વિભાગ ખૂબ મહત્વનો છે.

  • શ્રેણી (Number & Alphabet Series), કોડિંગ-ડીકોડિંગ.
  • લોહીના સબંધો (Blood Relations), દિશા અને અંતર.
  • વેન આકૃતિ, ડેટા સફિશિયન્સી, નિષ્કર્ષ અને નિર્ણય શક્તિ.
  • કેલેન્ડર, ઘડિયાળ અને આકૃતિ આધારિત પ્રશ્નો.

જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ

  • વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલા નવા ફેરફારો.
  • રમતગમત (Sports), એવોર્ડ્સ અને સાંસ્કૃતિક ઘટનાઓ.
  • ભારતનું બંધારણ, અર્થશાસ્ત્ર અને ભૂગોળ.
  • છેલ્લા ૧ વર્ષનું મહત્વનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સ.

રેલવે ગ્રુપ-ડી સિલેબસ PDF ડાઉનલોડ

તમે તમારી તૈયારી માટે આ સંપૂર્ણ સિલેબસની PDF અહીંથી ડાઉનલોડ કરી શકો છો.

  • ડાઉનલોડ કરો: રેલવે ગ્રુપ-ડી સિલેબસ PDF

આ પણ વાંચો:

  • રેલવે ગ્રુપ-ડી ૨૨,૧૯૫ જગ્યાઓની ભરતીની વિગત

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!