સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે વિવિધ સર્કલોમાં સર્કલ બેઝ ઓફિસર (CBO) ની કુલ ૨૨૭૩ (૨૦૫૦ રેગ્યુલર + ૨૨૩ બેકલોગ) જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને એવા ઉમેદવારો માટે છે જેઓ ઓલરેડી બેંકિંગ ક્ષેત્રમાં ઓફિસર તરીકેનો અનુભવ ધરાવે છે.
લાયક ઉમેદવારો તા. ૨૯/૦૧/૨૦૨૬ થી તા. ૧૮/૦૨/૨૦૨૬ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ગુજરાત (અમદાવાદ સર્કલ) માટે પણ આમાં ૨૦૦ જેટલી જગ્યાઓ અનામત રાખવામાં આવી છે.
SBI CBO ભરતી ૨૦૨૬ – મુખ્ય વિગતો
| સંસ્થાનું નામ | સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) |
| પોસ્ટનું નામ | સર્કલ બેઝ ઓફિસર (CBO) |
| કુલ જગ્યાઓ | ૨૨૭૩ (અમદાવાદ સર્કલ માટે ૨૦૦) |
| સ્ટાર્ટિંગ પગાર | રૂ. ૪૮,૪૮૦/- (વત્તા અન્ય ભથ્થા) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ૧૮/૦૨/૨૦૨૬ |
કેટેગરી મુજબ જગ્યાઓ (અમદાવાદ સર્કલ – ગુજરાત)
| કેટેગરી | SC | ST | OBC | EWS | UR | કુલ |
| જગ્યાઓ | ૨૭ | ૧૩ | ૪૮ | ૧૮ | ૭૪ | ૧૮૦ |
*આ ઉપરાંત ૨૦ બેકલોગ જગ્યાઓ સહિત અમદાવાદ સર્કલમાં કુલ ૨૦૦ જગ્યાઓ છે.
પાત્રતા અને લાયકાત (Eligibility)
- શૈક્ષણિક લાયકાત: કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક (Graduation). મેડિકલ, એન્જિનિયરિંગ, CA, ICWA જેવી લાયકાત પણ માન્ય છે.
- કાર્ય અનુભવ: ૩૧/૧૨/૨૦૨૫ ના રોજ કોઈપણ Scheduled Commercial Bank અથવા RRB માં ઓછામાં ઓછો ૨ વર્ષનો ઓફિસર તરીકેનો અનુભવ હોવો જોઈએ.
- વય મર્યાદા: ૨૧ થી ૩૦ વર્ષ (૩૧/૧૨/૨૦૨૫ ના રોજ). SC/ST ને ૫ વર્ષ અને OBC ને ૩ વર્ષની છૂટછાટ મળશે.
- સ્થાનિક ભાષા: જે તે સર્કલની પ્રાદેશિક ભાષા (ગુજરાત માટે ગુજરાતી) નું જ્ઞાન હોવું જરૂરી છે.
પરીક્ષા સેન્ટર (ગુજરાતમાં)
ગુજરાતમાં નીચેના શહેરોમાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવશે:
- અમદાવાદ / ગાંધીનગર
- આણંદ, જામનગર, મહેસાણા
- રાજકોટ, સુરત, વડોદરા
પસંદગી પ્રક્રિયા
- ઓનલાઇન લેખિત પરીક્ષા (Objective + Descriptive Test)
- સ્ક્રિનિંગ (ડોક્યુમેન્ટ વેરિફિકેશન)
- પર્સનલ ઇન્ટરવ્યુ (૫૦ ગુણ)
અરજી ફી અને અગત્યની લિંક્સ
- General / EWS / OBC: રૂ. ૭૫૦/-
- SC / ST / PwBD: કોઈ ફી નથી
| ઓનલાઇન અરજી કરવા માટે: | Apply Online |
| સત્તાવાર નોટિફિકેશન PDF: | ડાઉનલોડ કરો |