સુરત મહાનગરપાલિકામાં આવી શિક્ષકોની સીધી ભરતી, અત્યારે જ ભરી દો ફોર્મ

સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા નિયંત્રિત સુમન માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી કરવાની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતી સ્થાયી સમિતિના નિણયના આધારે ૧૧ મહિના માટે કરાર આધારિત રહેશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ “રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ૨૦૨૦” તેમજ “મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ” અંતર્ગત નિર્ધારિત ધ્યેયોને પ્રાપ્ત કરવાનો છે.

આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ ૫૨ જગ્યાઓ ભરવાની રહેશે અને આવશ્યકતા મુજબ ભવિષ્ય માટે પ્રતિક્ષાયાદી પણ તૈયાર કરવામાં આવશે. લાયકાત ધરાવતાં રસ ધરાવતા ઉમેદવારો પોતાની અરજીઓ ૧૧ ઓગસ્ટ, ૨૦૨૫થી ૨૦ ઓગસ્ટ, ૨૦૨૫ વચ્ચે સુરત મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ પરથી ઓનલાઈન રીતે કરી શકશે. પસંદગી પામનારા ઉમેદવારોને દર મહિને રૂ. ૨૪,૦૦૦/- નુ નિશ્ચિત વેતન આપવામાં આવશે.

સુરત મહાનગરપાલિકા શિક્ષક ભરતી

પોસ્ટનું નામમાધ્યમિક શિક્ષક
કુલ જગ્યાઓ52
પગાર₹ ૨૪,૦૦૦/- માસિક
છેલ્લી તારીખ૨૦/૦૮/૨૦૨૫

SMC શિક્ષક ભરતી જગ્યાઓ

સુરત મહાનગરપાલિકા દ્વારા કુલ 52 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ અલગ-અલગ માધ્યમ અને વિષયો માટે નીચે મુજબ છે:

  • ગુજરાતી માધ્યમ:
    • ગણિત/વિજ્ઞાન: ૦૩
    • સમાજવિદ્યા: ૦૫
    • ગુજરાતી: ૦૩
  • મરાઠી માધ્યમ:
    • ગણિત/વિજ્ઞાન: ૦૩
    • અંગ્રેજી/હિન્દી: ૦૨
  • હિન્દી માધ્યમ:
    • ગણિત/વિજ્ઞાન: ૦૪
    • સમાજવિદ્યા: ૦૨
    • ગુજરાતી: ૦૧
    • સંસ્કૃત: ૦૧
    • અંગ્રેજી: ૦૧
    • કોમ્પ્યુટર: ૦૧
  • ઉડીયા માધ્યમ:
    • સમાજવિદ્યા: ૦૧
    • અંગ્રેજી/હિન્દી: ૦૧
    • ગુજરાતી: ૦૧
    • ઉડીયા: ૦૧
  • ઉર્દુ માધ્યમ:
    • ગણિત/વિજ્ઞાન: ૦૧
    • અંગ્રેજી/હિન્દી: ૦૧
  • અંગ્રેજી માધ્યમ:
    • ગુજરાતી: ૦૨
    • સંસ્કૃત: ૦૨
    • કોમ્પ્યુટર: ૦૧
    • સમાજવિદ્યા: ૦૧

SMC શિક્ષક ભરતી શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી દ્વિસ્તરીય TAT (માધ્યમિક) પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા હોવા જોઈએ.
  • ભવિષ્યમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનારી TAT (માધ્યમિક) પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારો પણ પાત્ર ગણાશે.

SMC શિક્ષક ભરતી ઉંમર મર્યાદા

  • અરજી કરવાની તારીખે માધ્યમિક વિભાગ માટે ઉમેદવારની મહત્તમ વય મર્યાદા ૪૦ વર્ષની રહેશે.

SMC શિક્ષક ભરતી પગાર ધોરણ

  • પસંદગી પામેલા ઉમેદવારોને માસિક ફિક્સ ₹ ૨૪,૦૦૦/- માનદ વેતન ચૂકવવામાં આવશે.
  • આ સિવાય અન્ય કોઈ પણ પ્રકારના ભથ્થા કે નાણાંકીય લાભ ચૂકવવામાં આવશે નહીં.
  • કરારનો સમયગાળો ૧૧ માસનો રહેશે, જે પૂર્ણ થતાં કરાર આપોઆપ રદ થયેલો ગણાશે.

SMC શિક્ષક ભરતી પસંદગી પ્રક્રિયા

  • મેરિટ લિસ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT (માધ્યમિક) પરીક્ષાના પ્રસિદ્ધ થયેલા પરિણામના મેરિટ લિસ્ટના આધારે તૈયાર કરવામાં આવશે.
  • ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અથવા વોક-ઇન-ઇન્ટરવ્યૂ માટે નિયત સ્થળે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.

SMC શિક્ષક ભરતી અગત્યની તારીખો

  • ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ: ૧૧/૦૮/૨૦૨૫ (સવારે ૧૧:૦૦ કલાક)
  • ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૨૦/૦૮/૨૦૨૫ (રાત્રે ૧૧:૦૦ કલાક)

સુરત મહાનગરપાલિકા શિક્ષક ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું?

ઉમેદવારોએ સુરત મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઈટ www.suratmunicipal.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે:

  1. યુઝર રજીસ્ટ્રેશન: જો તમે પહેલાં રજીસ્ટ્રેશન ન કર્યું હોય, તો તમારું ઈ-મેઈલ એડ્રેસ અને મોબાઈલ નંબર દાખલ કરીને નવું યુઝર રજીસ્ટ્રેશન કરો. તમારા મોબાઈલ પર આવેલ OTP દાખલ કરી તેને વેરિફાય કરો.
  2. લોગિન: તમારા રજિસ્ટર્ડ ઈ-મેઈલ/મોબાઈલ નંબર અને પાસવર્ડ વડે લોગિન કરો.
  3. પ્રોફાઈલ બનાવો: તમારી વ્યક્તિગત વિગતો જેવી કે નામ, સરનામું, જન્મ તારીખ વગેરે શૈક્ષણિક પુરાવા મુજબ ભરો.
  4. અરજી કરો: હોમ પેજ પરથી જે કેડરમાં અરજી કરવા માંગતા હોય તેની સામે ‘Apply Now’ પર ક્લિક કરો.
  5. એપ્લિકેશન ફોર્મ ભરો: ફોર્મમાં માંગેલી તમામ જરૂરી વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરે કાળજીપૂર્વક ભરો.
  6. ફોટો અને સહી અપલોડ કરો: તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો (મહત્તમ 150 KB) અને સહી (મહત્તમ 50 KB) સ્કેન કરીને JPG/JPEG અથવા PNG ફોર્મેટમાં અપલોડ કરો.
  7. અરજી કન્ફર્મ કરો: ફોર્મનું પ્રિવ્યુ જોઈ, બધી વિગતો ચકાસીને ‘Confirm’ બટન પર ક્લિક કરો. એકવાર અરજી કન્ફર્મ થઈ ગયા પછી તેમાં કોઈ સુધારો કરી શકાશે નહીં.

ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ છેલ્લી તારીખની રાહ જોયા વિના વહેલી તકે ફોર્મ ભરી દે.

SMC શિક્ષક ભરતી Important Links

સરકારી ભરતીની માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ: WhatsApp । Telegram 
ભરતી નું ઑફિશિયલ નોટિફિકેશન:અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે ની લિંક:અહીં ક્લિક કરો

Leave a Comment