ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-1 (સ્પેશિયલ TET-1)-2025 જાહેરાત

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તારીખ ૩૧/૦૭/૨૦૨૫ ના રોજ “સ્પેશિયલ શિક્ષક યોગ્યતા કસોટી-1 (સ્પેશ્યલ TET-1)-2025” માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ જાહેરાત પ્રાથમિક શિક્ષણ નિયામક, પ્રાથમિક શિક્ષણ સમિતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીના સંયુક્ત ઉપક્રમે બહાર પાડવામાં આવી છે. આ કસોટીનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવા માટે ખાસ શિક્ષકો (સ્પેશ્યલ એજ્યુકેટર) ની ભરતી કરવાનો છે.

સ્પેશિયલ શિક્ષક યોગ્યતા કસોટી-1 (સ્પેશિયલ TET-1)-2025 | Special TET-1 exam 2025

સંસ્થાગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ
પરીક્ષાનું નામસ્પેશિયલ TET-1 2025
જાહેરાત તારીખ૩૧/૦૭/૨૦૨૫
નોકરી સ્થાનગુજરાત
ફોર્મ શરુ થવાની તારીખ૦૮ ઓગસ્ટ ૨૦૨૫
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ૧૯ ઓગસ્ટ ૨૦૨૫
અરજી કરવાની રીતઓનલાઇન

Special TET 1 લાયકાત

સ્પેશ્યલ શિક્ષક યોગ્યતા કસોટી-૧ (સ્પેશિયલ TET-૧)-૨૦૨૫ માટે અરજી કરવા માટે નીચે મુજબની લાયકાત હોવી જરૂરી છે:

  • ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન (D.El.Ed.) અથવા તેના સમકક્ષ ડિપ્લોમા ઇન એજ્યુકેશન – સ્પેશ્યલ એજ્યુકેશન (D.Ed. Spl. Ed.) રીહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (RCI) દ્વારા માન્ય સંસ્થામાંથી મેળવેલ હોવો જોઈએ.
  • અથવા, ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન (D.El.Ed.) અથવા તેના સમકક્ષ ડિપ્લોમા ઇન સ્પેશ્યલ એજ્યુકેશન (D.Ed. Spl. Ed.) રીહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (RCI) દ્વારા માન્ય સંસ્થામાંથી મેળવેલ હોવો જોઈએ.

નોંધ: રીહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (RCI) દ્વારા માન્ય સંસ્થામાંથી ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-૧ (TET-૧) માટે માન્ય શૈક્ષણિક લાયકાત તેમજ માન્ય ડિપ્લોમા/ડિગ્રી ધરાવતા ઉમેદવારો જ આ કસોટી માટે માન્ય ગણાશે. આ કસોટીનો ગુણાંક રાજ્યમાં ખાસ શિક્ષક તરીકેની ભરતી માટે માન્ય ગણાશે.

Special TET 1 પરીક્ષા માળખું

ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-૧ (સ્પેશિયલ TET-૧)-૨૦૨૫ ની પરીક્ષા માળખું નીચે મુજબ રહેશે

  • પરીક્ષાનો પ્રકાર: આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ કેટેગરીમાં પૂછાતા પ્રશ્નો (Multiple Choice Question Based, MCQs) રહેશે.
  • પ્રશ્નોની સંખ્યા: કુલ ૧૫૦ પ્રશ્નો રહેશે.
  • સમયગાળો: ૨ કલાક ૩૦ મિનિટનો રહેશે.
  • ગુણ: દરેક પ્રશ્નનો ૧ ગુણ રહેશે. કુલ ગુણ ૧૫૦ રહેશે.
  • નેગેટિવ માર્કિંગ: આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ રહેશે નહીં.

Special TET 1 પરીક્ષાનો અભ્યાસક્રમ

  • બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો (Child Development & Pedagogy) (દિવ્યાંગતા, ભાષાકીય), તર્ક શક્તિ, સામાન્ય જ્ઞાન, શિક્ષક યોગ્યતા, ડેટા ઇન્ટરપ્રિટેશન: ૭૦ ગુણ
  • ભાષા-૧ (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી): ૬૦ ગુણ
  • ગણિત: ૩૦ ગુણ
  • પર્યાવરણ અભ્યાસ: ૩૦ ગુણ

અરજી કરવાની રીત

ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-૧ (સ્પેશિયલ TET-૧)-૨૦૨૫ માટે અરજી ઓનલાઈન કરવાની રહેશે. અરજી પ્રક્રિયા નીચે મુજબ છે:

  • સૌપ્રથમ, રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ http://www.sebexam.org ની મુલાકાત લો.
  • ઓનલાઈન અરજી ૦८/૦૮/૨૦૨૫ થી ૧૯/૦૮/૨૦૨૫ દરમિયાન સ્વીકારવામાં આવશે.
  • વેબસાઇટ પર “Apply Online” વિકલ્પ પર ક્લિક કરો.
  • જો તમે પહેલીવાર અરજી કરી રહ્યા હો, તો “New Apply” પર ક્લિક કરો.
  • અહીં તમારી Personal Details દાખલ કરો
  • હોય તો)
  • તમામ વિગતો ભર્યા બાદ “Save” બટન પર ક્લિક કરો.
  • આ વિગતો ભર્યા પછી, એક Application Number અને Password જનરેટ થશે. આ નંબર અને પાસવર્ડ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખો.
  • ફોટો અને સહી અપલોડ કરો
  • જનરેટ થયેલા Application Number અને તમારી જન્મ તારીખ (Date of Birth) દાખલ કરીને Login કરો.
  • તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો (JPEG ફોર્મેટ, ૧૫ KB થી વધુ નહીં) અપલોડ કરો.
  • તમારી સહી (JPEG ફોર્મેટ, ૧૫ KB થી વધુ નહીં) અપલોડ કરો.
  • જો તમારી પાસે અન્ય કોઈ જરૂરી દસ્તાવેજો (જેમ કે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો) હોય, તો તે પણ અપલોડ કરો.
  • અરજી કન્ફર્મ કરો
  • અપલોડ કર્યા પછી, Application Preview જુઓ અને બધી વિગતો ચકાસી લો.
  • જો બધી વિગતો સાચી હોય, તો “Confirm Application” બટન પર ક્લિક કરો.
  • એકવાર અરજી કન્ફર્મ થયા પછી, તેમાં કોઈ સુધારા કરી શકાશે નહીં, તેથી ધ્યાનપૂર્વક ચકાસણી કરો.
  • પરીક્ષા ફી ભરવી:
  • “Confirm Application” પર ક્લિક કર્યા પછી તમને તમારી અરજી કન્ફર્મ થયેલ હોવાનો મેસેજ મળશે.
  • હવે પરીક્ષા ફી ભરવા માટે Online Payment વિકલ્પ પર જાઓ.
  • તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા ફી ભરી શકો છો.
  • ફી ભર્યા પછી, એક કન્ફર્મેશન પેજ દેખાશે. આ પેજની પ્રિન્ટઆઉટ લઈ લો અને તેને સાચવી રાખો.

પરીક્ષા ફી

  • ST, SC, SEBC, PH, GENERAL (EWS) કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફ્રી 350/- (ત્રણસો પચાસ પુરા)
  • જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફ્રી 500/- (પાંચસો પુરા) ભરવાની રહેશે. આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે.

નોંધ: પરીક્ષા ફી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે. ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં. પરીક્ષા ફી ભર્યા પછી જ અરજી કન્ફર્મ થયેલી ગણાશે.આશા છે કે આ માહિતી તમને ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-૧ (સ્પેશ્યલ TET-૧)-૨૦૨૫ માટે અરજી કરવામાં મદદરૂપ થશે. વધુ માહિતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની ભલામણ કરવામાં આવે છે.

દિવ્યાંગ ઉમેદવારો માટે વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની ૧૫૭ જગ્યાઓ પર ભરતી, પગાર ₹૨૬,૦૦૦ સુધી

અગત્યની તારીખો

ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-૧ (સ્પેશિયલ TET-૧)-૨૦૨૫ સંબંધિત અગત્યની તારીખો નીચે મુજબ છે

જાહેરનામું બહાર પાડવાની તારીખ: ૧/૦૭/૨૦૨૫
ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો:૦૮/૦૮/૨૦૨૫ થી ૧૯/૦૮/૨૦૨૫
નેટ બેંકિંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો:૦૯/૦૮/૨૦૨૫ થી ૨૧/૦૮/૨૦૨૫
પરીક્ષાનો સંભવિત માસ:સપ્ટેમ્બર/ઓક્ટોબર ૨૦૨૫

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
ઓફિસિયલ વેબસાઈટ:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!