Sports Authority of Gujarat Recruitment 2025-26 : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG), ગાંધીનગર ખાતે વિવિધ સંવર્ગની કુલ 163 જગ્યાઓ ઊભી કરવા માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી 05 મે 2025 ના રોજ આપવામાં આવી છે. આ જગ્યાઓ વર્ષ 2025-26 ના અંદાજપત્રમાં નવી બાબત તરીકે સામેલ કરવામાં આવી છે.
રાજ્યના યુવાનોને રમતગમતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ પૂરી પાડીને તેમનો વિકાસ થાય અને રાજ્યનું નામ રોશન કરી શકે તે હેતુથી SAG ની સ્થાપના કરવામાં આવી છે. SAG ના વહીવટી માળખાને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : કોલેજ પાસ ઉમેદવારો માટે આવી CBI બેંકમાં મોટી ભરતી, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
Sports Authority of Gujarat Recruitment 2025-26 મહત્વપૂર્ણ વિગતો
- સંસ્થાનું નામ: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG), ગાંધીનગર
- પોસ્ટનું નામ: વિવિધ સંવર્ગની જગ્યાઓ
- કુલ જગ્યાઓ: 163
- ભરતી પ્રક્રિયા: સીધી ભરતી અને બઢતી (કેટલીક જગ્યાઓ માટે)
- જાહેરાતની તારીખ: 05 મે 2025
- અંદાજપત્રીય જોગવાઈ: ₹0.21 કરોડ (એકવીસ લાખ પુરા)
Sports Authority of Gujarat Recruitment 2025-26 જગ્યાવાર વિગતો
નીચે દર્શાવેલ કોષ્ટકમાં વિવિધ સંવર્ગ, જગ્યાઓની સંખ્યા, ભરતી પ્રક્રિયા, પગાર ધોરણ અને પે મેટ્રિક્સ લેવલની માહિતી આપવામાં આવી છે:
ક્રમ | જગ્યાનું નામ | વર્ગ | મંજૂર જગ્યા | ભરતીની પ્રક્રિયા | પગાર ધોરણ અને ગ્રેડ પે (રૂ.) | એન્ટ્રી પે (રૂ.) અને પે મેટ્રિક્સ લેવલ |
---|---|---|---|---|---|---|
૧ | ડેપ્યુટી ડાયરેકટર | 1 | 03 | સીધી ભરતી | ૧૫૬૦૦-૩૯૧૦૦/- ગ્રેડ પે- ૬૬૦૦ | ૬૭૭૦૦/- લેવલ ૧૧ |
૨ | ઝોનલ રમત વહીવટી અધિકારી | 1 | 02 | સીધી ભરતી | ૧૫૬૦૦-૩૯૧૦૦/- ગ્રેડ પે- ૬૬૦૦ | ૬૭૭૦૦/- લેવલ ૧૧ |
૩ | આસિસ્ટન્ટ ડાયરેકટર | 1 | 03 | સીધી ભરતી | ૧૫૬૦૦-૩૯૧૦૦/- ગ્રેડ પે- ૫૪૦૦ | ૫૬૬૦૦/- લેવલ ૧૦ |
૪ | જિલ્લા રમત વહીવટી અધિકારી | 1 | 11 | સીધી ભરતી | ૧૫૬૦૦-૩૯૧૦૦/- ગ્રેડ પે- ૫૪૦૦ | ૫૬૬૦૦/- લેવલ ૧૦ |
૫ | જિલ્લા રમત વિકાસ અધિકારી | 1 | 10 | બઢતી | ૯૩૦૦-૩૪૮૦૦/- ગ્રેડ પે- ૫૪૦૦ | ૫૩૧૦૦/- લેવલ ૯ |
૬ | નાયબ કાર્યપાલક ઈજનેર(સિવિલ) | 1 | 03 | સીધી ભરતી | ૯૩૦૦-૩૪૮૦૦/- ગ્રેડ પે- ૫૪૦૦ | ૫૩૧૦૦/- લેવલ ૯ |
૭ | નાયબ કાર્યપાલક ઈજનેર (ઇલેક્ટ્રીકલ) | 1 | 03 | સીધી ભરતી | ૯૩૦૦-૩૪૮૦૦/- ગ્રેડ પે- ૫૪૦૦ | ૫૩૧૦૦/- લેવલ ૯ |
૮ | મદદનીશ ઈજનેર (સિવિલ) | 2 | 08 | સીધી ભરતી | ૯૩૦૦-૩૪૮૦૦/- ગ્રેડ પે- ૪૬૦૦ | ૪૪૯૦૦/- લેવલ ૮ |
૯ | મદદનીશ ઈજનેર (ઈલેક્ટ્રીકલ) | 2 | 07 | સીધી ભરતી | ૯૩૦૦-૩૪૮૦૦/- ગ્રેડ પે- ૪૬૦૦ | ૪૪૯૦૦/- લેવલ ૮ |
૧૦ | વહીવટી અધિકારી | 2 | 05 | સીધી ભરતી | ૯૩૦૦-૩૪૮૦૦/- ગ્રેડ પે- ૪૬૦૦ | ૪૪૯૦૦/- લેવલ ૮ |
૧૧ | ડિસ્ટ્રિક્ટ કોચ | 2 | 25 | સીધી ભરતી | ૯૩૦૦-૩૪૮૦૦/- ગ્રેડ પે- ૪૬૦૦ | ૪૪૯૦૦/- લેવલ ૮ |
૧૨ | જનસંપર્ક અધિકારી | 2 | 05 | સીધી ભરતી | ૯૩૦૦-૩૪૮૦૦/- ગ્રેડ પે- ૪૬૦૦ | ૪૪૯૦૦/- લેવલ ૮ |
૧૩ | ઓફિસ સુપ્રીટેન્ડન્ટ | 3 | 04 | ભરતીની પ્રક્રિયા | ૯૩૦૦-૩૪૮૦૦/- ગ્રેડ પે- ૪૪૦૦ | ૩૯૯૦૦/- લેવલ ૭ |
૧૪ | હિસાબનીશ | 3 | 05 | પ્રતિનિયુક્તિ | ૯૩૦૦-૩૪૮૦૦/- ગ્રેડ પે- ૪૪૦૦ | ૩૮૮૦૦/- લેવલ ૭ |
૧૫ | તાલુકા રમત વિકાસ અધિકારી | 3 | 25 | સીધી ભરતી | ૯૩૦૦-૩૪૮૦૦/- ગ્રેડ પે- ૪૨૦૦ | ૩૫૪૦૦/- લેવલ ૬ |
૧૬ | જુનિયર ક્લાર્ક | 3 | 50 | સીધી ભરતી | ૫૨૦૦-૨૦૨૦૦/- ગ્રેડ પે- ૧૯૦૦ | ૧૯૯૦૦/- લેવલ ૨ |
કુલ: | ૧૬૩ |
Sports Authority of Gujarat Recruitment 2025-26 મહત્વપૂર્ણ શરતો
- આ મંજૂરી અન્વયે ખર્ચ જે તે વર્ષની અંદાજપત્રીય જોગવાઈ અને નાણા વિભાગ દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટની મર્યાદામાં કરવાનો રહેશે.
- ભરતી પ્રવર્તમાન ભરતી નિયમો અને નિયત પદ્ધતિ અનુસાર કરવાની રહેશે.
- અનામતનું ધોરણ નિયમોનુસાર જળવાઈ રહે તે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે સુનિશ્ચિત કરવાનું રહેશે.
- બેકલોગની જગ્યાઓને અગ્રિમતા આપવાની રહેશે.
- નિમણૂક પારદર્શક પસંદગી પ્રક્રિયા હાથ ધરીને કરવાની રહેશે.
- ઉમેદવારોએ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલ/લાયકાત ધરાવતા હોવા જોઈએ.
- રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલ ભાષાકીય-ખાતાકીય પરીક્ષાઓ નિયત તકમાં પાસ કરવાની રહેશે.
- સીધી ભરતીથી નિમણૂક પામનાર ઉમેદવારો નવી વર્ધીત પેન્શન યોજના હેઠળ આવરી લેવાશે.
- સીધી ભરતીની જગ્યાઓ વહીવટી મંજૂરી મળ્યેથી છ માસમાં ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવાની રહેશે.
Sports Authority of Gujarat Recruitment 2025-26 મહત્વપૂર્ણ લિંક્સ
- સત્તાવાર સૂચના (નોટિફિકેશન): અહીં ક્લિક કરો
- અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: અહીં ક્લિક કરો
- હાલમાં ચાલી રહેલી ભરતીઓ: અહીં ક્લિક કરો
ખાસ નોંધ: અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઈપણ ભરતીમાં અરજી મોકલતા પહેલા ઉપર આપેલ લિંક પરથી ઓફિશિયલ નોટિફિકેશન ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.