TET-1 ની પરીક્ષા બાદ જાન્યુઆરીમાં 5000 શિક્ષકોની ભરતી થાય તેવી સંભાવના. માર્ચ સુધીમાં પસંદગીનું કાર્ય પૂર્ણ કરવાનું આયોજન. નવા સત્રથી નિમણૂક થાય તેવી શક્યતા.ટૂંક સમયમાં જાહેરાત.
Tet 1 પ્રોવિઝનલ આન્સર કી
તા.૨૧/૧૨/૨૦૨૫ ના રોજ લેવામાં આવેલ TET-I-2025 માં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને જણાવવાનું કે, આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તા.૨૪/૧૨/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ પરીક્ષાના પ્રશ્નપત્રના કોઇ પ્રશ્નના ઉત્તર બાબતે આપ રજૂઆત કરવા માંગતા હો તો આ સાથે સામેલ રાખેલ નિયત પત્રકમાં તમામ વિગતો ભરીને જરૂરી આધારો સાથે બોર્ડના ઇ-મેઇલ એડ્રેસ (sebg.query@gmail.com) પર ઇ-મેઇલ દ્વારા મોકલી આપવાની રહેશે.
જો એક કરતા વધુ પ્રશ્નો અંગે રજૂઆત કરવાની હોય તો પ્રશ્નદીઠ અલગ-અલગ પત્રકમાં રજૂઆત કરવાની રહેશે.
રજૂઆત મોકલવાનો સમયગાળો : તા.૨૪/૧૨/૨૦૨૫ થી ૩૧/૧૨/૨૦૨૫
જે પ્રશ્નના ઉત્તર અંગે રજૂઆત કરવી હોય તેના આધાર માટે રજુ કરવામાં આવતું પુસ્તક સરકાર દ્વારા પ્રકાશિત થયેલુ હોવું જોઇએ એટલે કે કોઇ ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તકો/સાહિત્ય આધાર તરીકે માન્ય રહેશે નહી.
આધારો વગરની રજૂઆતો ધ્યાને લેવામાં આવશે નહી.
નિયત સમય મર્યાદામાં એટલે કે તા.૩૧/૧૨/૨૦૨૫ સુધીમાં મળેલ રજૂઆતો જ ધ્યાને લેવામાં આવશે.
આ પરીક્ષામાં ઉપસ્થિત હોય તેવા ઉમેદવારો જ આ પ્રકારની રજૂઆત કરી શકશે જેની ખાસ નોંધ લેવી
TET – 1 Exam Call Letter Download : TET-1 કોલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરવુ?
- સૌ પ્રથમ, OJAS (ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ) ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
- હોમપેજ પર ‘Call Letter / Print Application’ વિભાગ શોધો અને તેના પર ક્લિક કરો.
- યોગ્ય વિકલ્પમાં ‘TET-1’ પરીક્ષા પસંદ કરો.
- તમારો ફોર્મ ભરતી વખતે મળેલો કન્ફર્મેશન નંબર (Confirmation Number) અને જન્મ તારીખ (Birth Date) નિર્દિષ્ટ ફોર્મેટમાં દાખલ કરો.
- તમામ વિગતોની ચકાસણી કર્યા પછી, ‘Print Call Letter’ બટન પર ક્લિક કરો.
- તમારા કોલ લેટરની PDF ફાઇલ ડાઉનલોડ થઈ જશે. ભવિષ્યના ઉપયોગ માટે તેની સ્પષ્ટ પ્રિન્ટ કાઢી લો.
TET – 1 Exam Call Letter Download : મહત્વની લિંક
ટેટ 1 ભરતી ન્યૂઝ
TET-1 ની પરીક્ષા બાદ જાન્યુઆરીમાં 5000 શિક્ષકોની ભરતી થાય તેવી સંભાવના. માર્ચ સુધીમાં પસંદગીનું કાર્ય પૂર્ણ કરવાનું આયોજન. નવા સત્રથી નિમણૂક થાય તેવી શક્યતા.ટૂંક સમયમાં જાહેરાત.@tv13gujarati
— Deepak rajani (@deepakrajani123) December 24, 2025
મહત્વની નોંધ
કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષાની તારીખ, સમય અને સ્થળની વિગતો કાળજીપૂર્વક ચકાસી લેવી. પરીક્ષા ખંડમાં પ્રવેશ મેળવવા માટે કોલ લેટરની પ્રિન્ટ અને સરકાર માન્ય ફોટો ઓળખ કાર્ડ (જેમ કે આધાર કાર્ડ) સાથે રાખવું ફરજિયાત છે.
