12 પાસ ઉમેદવારો માટે આવી ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025

ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 : સરકારી નોકરી ની શોધમાં છો ? તો તમારા માટે આવી ગઈ છે એક નવી ભરતી. અમરેલી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શહેર અને નગરપાલિકા વિસ્તારોમાં ટ્રાફિક જાગૃતિના ભાગરૂપે ટ્રાફિક બ્રિગેડના ભાઈઓ (પુરુષ ઉમેદવારો) ને માનદ સેવા તરીકે ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં પાત્રતા ધરાવતા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. આ ભરતી માટે ફોર્મ મેળવવાની અને જમા કરાવવાની છેલ્લી તારીખ 30 જુલાઈ 2025 છે.

અમરેલી ટ્રાફિક બ્રિગેડ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, શારીરિક ધોરણો, અરજી ફી, અરજી પ્રક્રિયા વગેરે અહીં આપેલી છે. તો ફોર્મ ભરતા પહેલા આ માહિતી એક વાર ધ્યાનપૂર્વક જરૂરથી વાંચો.

ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 – મુખ્ય હાઇલાઇટ્સ

સંસ્થાઅમરેલી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ
પોસ્ટનું નામટ્રાફિક બ્રિગેડ (માનદ સેવા)
કુલ જગ્યાજાહેરાતમાં સૂચવ્યા મુજબ (પુરુષ ઉમેદવારો માટે)
નોકરી સ્થાનઅમરેલી જિલ્લા શહેર અને નગરપાલિકા વિસ્તાર
અરજી કરવાની છેલ્લી તારીખ30 જુલાઈ 2025
અરજી કરવાની રીતઓફલાઈન (ફોર્મ મેળવીને જમા કરાવવું)
પગાર ધોરણમાનદ વેતન (જાહેરાતમાં સૂચવ્યા મુજબ)
અધિકૃત વેબસાઇટલાગુ પડતું નથી

ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ.
  • અરજદાર ધારી નગરપાલિકા વિસ્તારનો વતની હોવો જોઈએ.

ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 માટે ઉંમર મર્યાદા

  • ઉમેદવારોની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 શારીરિક ધોરણો

  • પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ: 5.5 ફિટ
  • કોઈ ગુનો નોધાયેલ ન હોય તેવા અને તબીબી દ્રષ્ટિએ શારીરિક રીતે સક્ષમ હોવા જોઈએ.
  • અરજદારનો ઉંચાઇ પુરુષ પાંચ ફૂટ અને પાંચ ઇંચ હોય તેવો હોવા જોઈએ.

ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 અરજી ફી

આ ભરતી માટે કોઈ અરજી ફી લાગુ પડતી નથી.

પસંદગી પ્રક્રિયા

ટ્રાફિક બ્રિગેડમાં માનદ સેવા તરીકે નિમણૂક પામવા ઇચ્છુક યુવકોએ અરજી પ્રક્રિયા શહેર ટ્રસ્ટના પસંદગી સમિતિ દ્વારા એજ્યુકેશન લાયકાત, શારીરિક ક્ષમતા તથા રાખવામાં આવેલ કસોટીના સબમિશનને આધિન પસંદગી કરવામાં આવશે.

ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

  1. સૌપ્રથમ, ધારી પોલીસ સ્ટેશન ખાતેથી અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે.
  2. ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ વિગતો કાળજીપૂર્વક ભરો.
  3. જરૂરી તમામ દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલો અરજી ફોર્મ સાથે જોડવાની રહેશે.
  4. ભરેલું અરજી ફોર્મ અને જરૂરી દસ્તાવેજો 30 જુલાઈ 2025 સુધીમાં ધારી પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાનું રહેશે.

જરૂરી ડૉક્યુમેન્ટ્સ

  • ધોરણ 12 પાસનું સર્ટિફિકેટ (ટ્રાયલ સર્ટિ સાથે) – સ્વપ્રમાણિત નકલ
  • લિવિંગ સર્ટિફિકેટ (સ્કૂલ લિવિંગ) – સ્વપ્રમાણિત નકલ
  • એન.સી.સી. સર્ટિફિકેટ (જો હોય તો)
  • કમ્પ્યુટર સર્ટિફિકેટ (CCC સર્ટિ, જો હોય તો)
  • સંપૂર્ણ બાયોડેટા ફોર્મ
  • ધારી નગરપાલિકા વિસ્તારના રહેઠાણનો પુરાવા માં આધારકાર્ડ – સ્વપ્રમાણિત નકલ

અગત્યની લિંક્સ – ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:અહીં ક્લિક કરો
અરજી ફોર્મ મેળવવાનું સરનામું:ધારી પોલીસ સ્ટેશન, અમરેલી
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

અગત્યની તારીખો – ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025

ઘટનાતારીખ
અરજી ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ30 જુલાઈ 2025
અરજી કરવાની છેલ્લી તારીખ30 જુલાઈ 2025

Leave a Comment