વાવ-થરાદના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે UPSC સહાય અને માર્ગદર્શન યોજના વર્ષ: ૨૦૨૫-૨૬

વાવ-થરાદ જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓ યુ.પી.એસ.સી. (UPSC) પરીક્ષામાં સફળતા મેળવીને સનદી સેવામાં જોડાઈ શકે તેવા ઉમદા હેતુથી ખાસ પ્રોત્સાહક યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય અને કોચિંગ પૂરું પાડવામાં આવશે.

મુખ્ય યોજનાઓ અને વિગતો

ક્રમયોજનાનું નામયોજનાની ટૂંકમાં વિગત
યુ.પી.એસ.સી. લક્ષ્યવેધજિલ્લાના તેજસ્વી ૬૫ વિદ્યાર્થીઓ પૈકી પ્રથમ ૧૫ વિદ્યાર્થીઓને વાર્ષિક ₹૧૫,૦૦૦ અને ત્યારબાદના ૫૦ વિદ્યાર્થીઓને વાર્ષિક ₹૫,૦૦૦ ની સહાય એક વાર પૂરી પાડવામાં આવશે.
વાવ-થરાદ માર્ગદર્શકસનદી સેવામાં જોડાવા માટે યુ.પી.એસ.સી. દ્વારા આયોજિત પરીક્ષા માટે નિઃશુલ્ક માર્ગદર્શન અને કોચિંગ પૂરું પાડવામાં આવશે.

લાયકાતનાં ધોરણો

  • યુ.પી.એસ.સી. લક્ષ્યવેધ માટે: ધોરણ-૧૨ વર્ષ ૨૦૨૫માં પૂર્ણ કરેલ હોય તેવા તમામ પ્રવાહના માત્ર વાવ-થરાદ જિલ્લાના વતની વિદ્યાર્થીઓ.
  • વાવ-થરાદ માર્ગદર્શક માટે: ધોરણ-૧૧ કે ૧૨ માં અભ્યાસ ચાલુ હોય અથવા તેથી વધુ અભ્યાસ કરેલ હોય તેવા વાવ-થરાદ જિલ્લાના વતની વિદ્યાર્થીઓ.

જરૂરી દસ્તાવેજો (Documents)

અરજી સાથે નીચે મુજબના પુરાવા અપલોડ કરવાના રહેશે:

  • સરકારી રહેઠાણનો પુરાવો (વાવ-થરાદ જિલ્લાના વતની હોવા અંગે)
  • છેલ્લી પરીક્ષાની માર્કશીટ

મહત્વની તારીખો

  • અરજી કરવાની શરૂઆત: ૦૮/૦૧/૨૦૨૬
  • અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૩/૦૧/૨૦૨૬

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા વિદ્યાર્થીઓએ નીચે આપેલી લિંક પર ક્લિક કરી ગુગલ ફોર્મ (Google Form) દ્વારા પોતાની વિગતો સબમિટ કરવાની રહેશે:

અહીં ક્લિક કરી ઓનલાઈન અરજી કરો

જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો

નોંધ: પસંદગી માટેના માપદંડો નિયત કરવામાં આવેલી કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે અને કમિટીનો નિર્ણય આખરી રહેશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!