વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માં લાઈફ ગાર્ડની ભરતી, 10 પાસ માટે તક – VMC Recruitment 2026

VMC Life Guard cum Trainer Recruitment 2026 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (Vadodara Municipal Corporation – VMC) દ્વારા લાઈફ ગાર્ડ કમ ટ્રેનરની પોસ્ટ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા કોઈ પણ લેખિત પરીક્ષા વગર, માત્ર રૂબરૂ મુલાકાત (Walk-in Interview) દ્વારા કરવામાં આવશે.

આ પોસ્ટ માટે માત્ર 10 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. પસંદગી પામેલ ઉમેદવારોને પ્રતિ માસ ₹20,000/- ફિક્સ પગાર આપવામાં આવશે. જે ઉમેદવારો સ્વિમિંગ અને લાઈફ સેવિંગ સ્કીલ્સમાં નિપુણ હોય તેમના માટે આ ઉત્તમ તક છે.

VMC ભરતી 2026 – મુખ્ય વિગતો

સંસ્થાવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)
પોસ્ટનું નામલાઈફ ગાર્ડ કમ ટ્રેનર
લાયકાતધોરણ 10 પાસ
પગાર ધોરણ₹20,000/- (ફિક્સ)
પસંદગી પ્રક્રિયાસીધો ઇન્ટરવ્યૂ (Walk-in Interview)

ઇન્ટરવ્યૂની વિગતો (Interview Schedule)

રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબના સ્થળ અને સમયે હાજર રહેવું:

  • ઇન્ટરવ્યૂ તારીખ: 05/01/2026
  • સમય: બપોરે 02:00 કલાકે
  • સ્થળ: સમા સ્પોર્ટ્સ કોમ્પેક્ષ, સ્વિમિંગપુલ, ચાણક્યપુરી ચાર રસ્તા પાસે, ન્યુ સમા રોડ, વડોદરા.

જરૂરી દસ્તાવેજો (Required Documents)

ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ સમયે નીચેના અસલ દસ્તાવેજો તેમજ તેની પ્રમાણિત નકલો સાથે રાખવી:

  1. તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
  2. આધાર કાર્ડ / ઓળખપત્ર
  3. ધોરણ 10 ની માર્કશીટ અને ટ્રાયલ સર્ટિફિકેટ
  4. લાઈફ ગાર્ડ અથવા સ્વિમિંગ ટ્રેનિંગને લગતા પ્રમાણપત્રો (જો હોય તો)
  5. અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)

અગત્યની લિંક્સ

સત્તાવાર નોટિફિકેશન PDF:Click Here
VMC સત્તાવાર વેબસાઇટ:Click Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!