વડોદરા મહાનગરપાલિકા (VMC) ના આરોગ્ય વિભાગ દ્વારા ‘મેલેરીયા મુક્ત ગુજરાત અભિયાન-૨૦૨૬’ અંતર્ગત પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કર ની વિવિધ ૫૫૩ જગ્યાઓ પર ૧૧ માસના કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ૮ પાસ અને ૧૨ પાસ ઉમેદવારો માટે સરકારી વિભાગમાં કામ કરવાની આ ઉત્તમ તક છે.
લાયક ઉમેદવારો તા. ૦૧/૦૧/૨૦૨૬ થી તા. ૧૦/૦૧/૨૦૨૬ સુધી માત્ર ઓનલાઇન માધ્યમથી અરજી કરી શકશે.
VMC ભરતી ૨૦૨૬ – મુખ્ય વિગતો
સંસ્થાનું નામ
વડોદરા મહાનગરપાલિકા (VMC)
વિભાગ
આરોગ્ય વિભાગ (મેલેરીયા મુક્ત ગુજરાત અભિયાન)
કુલ જગ્યાઓ
૫૫૩
અરજી કરવાની રીત
ઓનલાઇન
કરારનો સમયગાળો
૧૧ માસ
જગ્યાઓ, લાયકાત અને પગારની વિગત
પોસ્ટનું નામ
કુલ જગ્યા
શૈક્ષણિક લાયકાત
માસિક વેતન
પબ્લિક હેલ્થ વર્કર (PHW)
૧૦૫
ધોરણ ૧૨ પાસ + SI કોર્સ અથવા MPHW કોર્સ
રૂ. ૧૬,૪૬૨/-
ફિલ્ડ વર્કર (પુરૂષ) (FW)
૪૪૮
ધોરણ ૮ પાસ
રૂ. ૧૫,૬૯૮/-
અગત્યની માહિતી
વય મર્યાદા: ૧૮ થી ૪૫ વર્ષ.
પસંદગી પ્રક્રિયા: લાયકાતના ગુણ અને મેરિટના આધારે અથવા કોર્પોરેશનના નિયમો મુજબ.