ગુજરાત રાજ્યની સરકારી અને ખાનગી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા TAT-HS 2026 માટેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને મિશન સ્કુલ્સ ઓફ એક્સેલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષકોની પસંદગી માટે આ દ્વિસ્તરીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
મહત્વની તારીખો (Important Dates)
- જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખ: 05/02/2026
- ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો: 10/02/2026 થી 19/02/2026
- ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો: 10/02/2026 થી 20/02/2026
- પ્રાથમિક પરીક્ષા (MCQ) ની તારીખ: 29/03/2026
- મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક) ની તારીખ: મે – 2026 (સંભવિત)
શૈક્ષણિક લાયકાત (Eligibility)
- ઉમેદવાર સંબંધિત વિષયમાં રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ શૈક્ષણિક અને તાલીમી લાયકાત (અનુસ્નાતક + B.Ed./સમાન લાયકાત) ધરાવતા હોવા જોઈએ.
- છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ: જે વિદ્યાર્થીઓ વર્ષ 2025-26 દરમિયાન અનુસ્નાતક ડિગ્રી અથવા તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ પણ આ પરીક્ષામાં બેસી શકશે.
પરીક્ષા ફી (Exam Fees) - SC, ST, SEBC, EWS, PH કેટેગરી માટે: રૂ. 400/-
- સામાન્ય (General) કેટેગરી માટે: રૂ. 500/-
- ફી માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે.
પરીક્ષાનું માળખું (Exam Pattern)
આ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે:
- પ્રાથમિક પરીક્ષા (Preliminary Exam):
- કુલ 200 ગુણની બહુવિકલ્પ (MCQ) પ્રકારની પરીક્ષા.
- વિભાગ-1: સામાન્ય અભ્યાસ (100 ગુણ) જે તમામ માટે સમાન રહેશે.
- વિભાગ-2: વિષયવસ્તુ આધારિત (100 ગુણ).
- નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ દીઠ 0.25 ગુણ કપાશે.
મુખ્ય પરીક્ષા (Mains Exam):
- પ્રાથમિક પરીક્ષામાં ક્વોલિફાય થયેલા ઉમેદવારો જ આ પરીક્ષા આપી શકશે.
- આ પરીક્ષા વર્ણનાત્મક (Descriptive) રહેશે.
- કુલ બે પેપર રહેશે (દરેક 100 ગુણના): પેપર-1: ભાષા સજ્જતા અને
- પેપર-2: વિષયવસ્તુ તથા વિષય પદ્ધતિ સજ્જતા.
અરજી કેવી રીતે કરવી? (How to Apply)
- ઉમેદવારોએ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- અરજી ફોર્મમાં ફોટો અને સહી અપલોડ કરવાના રહેશે.
- ફોર્મ કન્ફર્મ થયા પછી જ તેની પ્રિન્ટ લેવી અને કન્ફર્મેશન નંબર સાચવી રાખવો.
મહત્વની લિંક
વધારે માહિતી માટે સંપર્ક:
- રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org પર સતત નજર રાખવી. કોઈ પણ પ્રશ્ન માટે હેલ્પલાઈન નંબર 1800 233 7963 પર સંપર્ક કરી શકાય છે.