Indian Army Agniveer Recruitment 2026: ભારતીય સેનાના અંબાલા રિક્રુટિંગ ઓફિસ (HQ) દ્વારા હરિયાણાના વિવિધ જિલ્લાઓ અને ચંદીગઢના યુવાનો માટે અગ્નિવીર યોજના હેઠળ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં અગ્નિવીર જનરલ ડ્યુટી, ટેકનિકલ, ક્લાર્ક અને ટ્રેડ્સમેન જેવી વિવિધ કેટેગરીઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
ભરતીની મુખ્ય વિગતો (Overview)
સંસ્થાનું નામ
ભારતીય સેના (Indian Army)
ભરતી કાર્યાલય
RO (HQ), અંબાલા
લાગુ પડતા જિલ્લાઓ
અંબાલા, કૈથલ, કરનાલ, કુરુક્ષેત્ર, યમુનાનગર, પંચકુલા અને UT ચંદીગઢ
અરજી શરૂ થવાની તારીખ
13 ફેબ્રુઆરી 2026
અરજી કરવાની છેલ્લી તારીખ
01 એપ્રિલ 2026
પરીક્ષાની તારીખ (CEE)
01 થી 15 જૂન 2026 (સંભવિત)
કેટેગરી મુજબ લાયકાત અને ઉંમર
કેટેગરી
શૈક્ષણિક લાયકાત
ઉંમર મર્યાદા
Agniveer GD
ધોરણ 10 પાસ (કુલ 45% માર્કસ અને દરેક વિષયમાં 33%)
17.5 થી 22 વર્ષ
Agniveer Technical
ધોરણ 12 પાસ (Physics, Chemistry, Maths, English) 50% માર્કસ સાથે અથવા ITI કોર્સ
17.5 થી 22 વર્ષ
Agniveer Clerk / SKT
ધોરણ 12 પાસ (કોઈપણ પ્રવાહ) 60% માર્કસ સાથે અને અંગ્રેજી તથા ગણિતમાં 50% ફરજિયાત
17.5 થી 22 વર્ષ
Agniveer Tradesman
ધોરણ 10 અથવા ધોરણ 8 પાસ (દરેક વિષયમાં 33% માર્કસ)
17.5 થી 22 વર્ષ
જન્મતારીખનો માપદંડ: ઉમેદવારનો જન્મ 01 જુલાઈ 2005 થી 01 જુલાઈ 2009 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
શારીરિક ધોરણો (Physical Standards)
ઊંચાઈ (Height): GD, Technical અને Tradesman માટે 170 cm, જ્યારે Clerk/SKT માટે 162 cm.
છાતી (Chest): 77 cm (+ 5 cm ફુલાવો).
વજન (Weight): ઊંચાઈ અને ઉંમર મુજબના BMI ચાર્ટ પ્રમાણે.