Indian Army Women Agniveer Recruitment 2026: મહિલાઓ માટે સેનામાં જોડાવાની ઉત્તમ તક, જાણો લાયકાત અને પસંદગી પ્રક્રિયા

Indian Army Women Agniveer Recruitment 2026: ભારતીય સેના દ્વારા મહિલા મિલિટરી પોલીસ (WMP) માં અગ્નિવીર જનરલ ડ્યુટીની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને હરિયાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને ચંદીગઢની અપરિણીત મહિલા ઉમેદવારો માટે છે.

મહત્વની તારીખો (Important Dates)

ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ13 ફેબ્રુઆરી 2026
અરજી કરવાની છેલ્લી તારીખ01 એપ્રિલ 2026
ઓનલાઇન પરીક્ષા (CEE)01 જૂન થી 15 જૂન 2026 (સંભવિત)

પાત્રતા અને લાયકાત (Eligibility Criteria)

  • શૈક્ષણિક લાયકાત: ધોરણ 10 (મેટ્રિક) પાસ, કુલ 45% માર્કસ સાથે અને દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% માર્કસ હોવા જોઈએ.
  • ઉંમર મર્યાદા: 17.5 થી 22 વર્ષ. (ઉમેદવારનો જન્મ 01 જુલાઈ 2005 થી 01 જુલાઈ 2009 ની વચ્ચે થયેલો હોવો જોઈએ) .
  • વૈવાહિક સ્થિતિ: માત્ર અપરિણીત મહિલાઓ જ અરજી કરી શકે છે. જોકે, સંતાન વગરની વિધવાઓ અથવા છૂટાછેડા લીધેલ મહિલાઓ પણ શરતોને આધીન પાત્ર છે.

શારીરિક ધોરણો (Physical Standards)

  • ઊંચાઈ (Height): ઓછામાં ઓછી 162 સેમી.
  • વજન (Weight): ઊંચાઈ અને ઉંમરના પ્રમાણમાં (BMI મુજબ).
  • છાતી (Chest): 5 સેમી ફૂલાવવાની ક્ષમતા હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા (Selection Process)

  1. ફેઝ-1: ઓનલાઇન કોમન એન્ટ્રન્સ એક્ઝામ (CEE).
  2. ફેઝ-2: રિક્રુટમેન્ટ રેલી (શારીરિક ક્ષમતા કસોટી, મેડિકલ ટેસ્ટ અને દસ્તાવેજ ચકાસણી).

પગાર અને અન્ય લાભો (Seva Nidhi Package)

4 વર્ષના સેવાકાળ દરમિયાન માસિક પગાર (₹30,000 થી ₹40,000 સુધી) અને સેવા પૂર્ણ થયા બાદ અંદાજે ₹10.04 લાખનું ‘સેવા નિધિ’ પેકેજ વ્યાજ સાથે આપવામાં આવશે. આ ઉપરાંત, 48 લાખનું જીવન વીમા કવચ પણ મળવાપાત્ર છે.

અગત્યની લિંક્સ

સત્તાવાર વેબસાઇટJoin Indian Army
Notification PDFઅહીંથી ડાઉનલોડ કરો
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓJoin Now

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!