AshramShala Bharti Dahod : શું તમે શિક્ષક બનવા માંગો છો ? તો તમારા માટે અમે લઈને આવ્યા છીએ એક નવી ભરતીની માહિતી. દાહોદની શાળામાં શિક્ષણ સહાયક ની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે પગાર ધોરણ ₹ 40,800 છે.
આ ભરતીમાં ફોર્મ ભરવા માટે કોઈ ફી ભરવાની નથી. સીધી જ અરજી કરીને તમે આ ભરતીમાં ભાગ લઈ શકો છો. સાથે સાથે આ ભરતી માટે કોઈ પરીક્ષા પણ આપવાની નથી. આશ્રમશાળા ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અહી આપેલી છે, તો ફોર્મ ભરતા પહેલા બધી જ વિગતો વાંચી લો.
AshramShala Bharti Dahod
સંસ્થા | આશ્રમ શાળા દાહોદ |
પોસ્ટનું નામ | શિક્ષણ સહાયક |
કુલ જગ્યા | 2 |
નોકરી સ્થાન | ભોજેલા તા- ફતેપુરા જી:-દાહોદ |
અરજી શરૂ કરવાની તારીખ | 20 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15 દિવસો અંદર |
અરજી કરવાની રીત | ઓફલાઇન |
પગાર ધોરણ | ₹ 40,800 |
AshramShala Bharti Dahod જગ્યાઓ
જગ્યાનું નામ | જગ્યાની સંખ્યા | રોસ્ટર ક્રમ જાતિ | વિષય |
---|---|---|---|
શિક્ષણસહાયક | 01 | શા.શૈ.પ.વર્ગ | અંગ્રેજી |
શિક્ષણસહાયક | 01 | અ.જ.જાતિ | સામાજિક વિજ્ઞાન |
નોકરી સ્થળ
- જય જલારામ કેળવણી મંડળ-સુખસર સંચાલિત શ્રી સાંઇનાથ આશ્રમશાળા ભોજેલા તા- ફતેપુરા જી:-દાહોદમાં ધોરણ-૯ થી ૧૦ (માધ્યમિક વિભાગ) માટે શિક્ષણસહાયક-૦૨
AshramShala Bharti Dahod માટે શૈક્ષણિક લાયકાત
જગ્યાનું નામ | લાયકાત | વિષય |
---|---|---|
શિક્ષણસહાયક (અંગ્રેજી) | બી.એ., બી.એડ.ટાટ-1 | અંગ્રેજી |
શિક્ષણસહાયક (સામાજિક વિજ્ઞાન) | બી.એ., બી.એડ.ટાટ-1 | સામાજિક વિજ્ઞાન |
ઉંમર મર્યાદા
ઓછામાં ઓછી ઉંમર | 18 વર્ષ |
વધુમાં વધુ ઉંમર | 35 વર્ષ |
ઉંમરમાં છૂટછાટ | સરકારશ્રી ના ધારાધોરણ મુજબ |
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
અરજી ફી
આ ભરતી માટે કોઈ અરજી ફી ભરવાની નથી.
પસંદગી પ્રક્રિયા
આવેલી બધી જ અરજીઓ ના મેરીટ આધારે
AshramShala Bharti Dahod અગત્યની તારીખો
અરજી શરૂ થવાની તારીખ | 20 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15 દિવસો અંદર |
શિક્ષણ સહાયક પગાર ધોરણ
આ શિક્ષણ સહાયક ની ભરતી માટે પ્રતિ માહ ₹ 40,800 પગાર રહેશે.
AshramShala Bharti Dahod માં ફોર્મ કઈ રીતે ભરવું ?
ઉપર મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને પોતાના અસલ પ્રમાણપત્રો ની પ્રમાણિત કરેલ નકલો સહિત અને અરજી ઉપર મોબાઇલ નંબર સાથે દિન ૧૫ માં અરજી મળી રહે તે રીતે નીચેના સરનામે R.P.A.D થી અરજી કરવાની રહેશે.લાયકાત ધરાવતા ઉમેદવારે આશ્રમશાળાના વખતો- વખતના નિતિ નિયમો મુજબ તેમજ ઠરાવોની જોગાવાઇ અનુસાર પગાર મળવાપાત્ર રહેશે.
અરજી મોકલવાનું સરનામું :
આચાર્યશ્રી સાંઇનાથ આશ્રમશાળા ભોજેલા
તા:- ફતેપુરા જી:-દાહોદ
મો.નં- ૮૯૮૦૪૪૦૩૮૩, પીન-૩૮૯૧૯૦
અગત્યની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
અન્ય સૂચનાઓ
- ઉમેદવારે બી.એ.બી.એડ્. TAT-1 Pass હોય તો જ અને જાતિ મુજબના ઉમેદવારે જ અરજી કરવાની રહેશે અન્યથા અરજી રદ-બાદલ કરવામાં આવશે જેની નોધ લેવી.
- બીજુકે નિમણુક પામેલ ઉમેદવારે આશ્રમશાળામાં ૨૪ કલાક હાજર રહી ફરજ બજાવવાની રહેશે.
- અને જેતે વિષયની અરજી ઉપર વિષય ફરજીયાત લખવાનો રહશે.
1 thought on “AshramShala Bharti Dahod : દાહોદની આશ્રમશાળામાં આવી શિક્ષકની સીધી ભરતી, પગાર ₹40,800”