BHAVNAGAR CO-OPERATIVE BANK Recruitment 2025 : ભાવનગર બેંકમાં આવી તાલીમાર્થી કલાર્કની 80 જગ્યાઓ પર ભરતી

BHAVNAGAR CO-OPERATIVE BANK Recruitment 2025 : ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક ભરતી 2025 માટે અરજીઓ આમંત્રણ આપવામાં આવી છે. 80 જગ્યાઓ માટે 6 ફેબ્રુઆરી 2025 સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. આ ભરતીમાં 21 થી 30 વર્ષ વયમર્યાદા છે.

આ ભરતીમાં ક્લાર્કની પદો પર ઉમેદવારોને પસંદ કરવામાં આવશે. સહકારી ક્ષેત્રમાં અનુભવ ધરાવનારાઓને વય મર્યાદામાં 5 વર્ષ સુધી છૂટ મળશે. આ ભરતી વિશેની અન્ય માહિતી અહીં આપેલી છે.

BHAVNAGAR CO-OPERATIVE BANK Recruitment 2025

સંસ્થાભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક
પોસ્ટનું નામતાલીમાર્થી કલાર્ક
કુલ જગ્યા80
નોકરી સ્થળભાવનગર, ગુજરાત
ફોર્મ શરુ થવાની તારીખફોર્મ શરુ થઈ ગયા છે
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ6 ફેબ્રુઆરી 2025
ફોર્મ મોકલવાની છેલ્લી તારીખ8 ફેબ્રુઆરી 2025
અરજી કરવાની રીતઓનલાઈન/ઓફલાઈન
પગાર ધોરણ₹15,000 પ્રતિ મહિનો

જગ્યાનાં વિગતવાર

જગ્યા નું નામતાલીમાર્થી કલાર્ક
કુલ જગ્યા80
ઉમેદવારનો લિંગપુરુષ અને મહિલા

BHAVNAGAR CO-OPERATIVE BANK Recruitment 2025 શૈક્ષણિક લાયકાત

લાયકાતયુજીસી માન્ય ગુજરાત રાજયની યુનિવર્સિટીમાંથી 50% સાથેના ગ્રેજ્યુએટ
વધારાની લાયકાતપોસ્ટ-ગ્રેજ્યુએટ (વધારાની લાયકાત ગણાશે)
કોમ્પ્યુટર નોલેજબેઝિક કોમ્પ્યુટર નોલેજ અને સ્કીલ જરૂરી

ઉંમર મર્યાદા

વિગતઉંમર (તા.૦૧/૦૧/૨૦૨૫ ની સ્થિતિએ)
ન્યુનતમ ઉંમર21 વર્ષ
મહત્તમ ઉંમર30 વર્ષ
ઉંમર મર્યાદામાં છૂટ5 વર્ષ (સહકારી ક્ષેત્રમાં અનુભવ ધરાવતી ઉમેદવારો માટે)

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

BHAVNAGAR CO-OPERATIVE BANK Recruitment 2025 અરજી ફી

અરજી ફી₹500
ફી ચૂકવણીની પ્રક્રિયાનોન-રિફંડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ

આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.

પસંદગી પ્રક્રિયા

  1. લેખિત પરીક્ષા
  2. મૌખિક પરીક્ષા (લેખિત પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો માટે)

BHAVNAGAR CO-OPERATIVE BANK Recruitment 2025 અગત્યની તારીખો

વિગતતારીખ
ફોર્મ ભરવાની શરૂઆતશરુ થઈ ગયા છે
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ6 ફેબ્રુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ6 ફેબ્રુઆરી 2025
અરજીઓ મોકલવાની છેલ્લી તારીખ (ડાઉનલોડ કરેલા ફોર્મ સાથે)8 ફેબ્રુઆરી 2025

BHAVNAGAR CO-OPERATIVE BANK Recruitment 2025 પગાર ધોરણ

પ્રારંભિક પગાર₹15,000 પ્રતિ મહિનો (તાલીમ સમયગાળા દરમિયાન)
પ્રતિ મહિનો પગાર (6 મહિના બાદ)પગાર વધારાની પ્રક્રિયા સંમતિ ઉપર આધારિત

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું ?

  1. આપેલ લિંકથી ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
  2. ફોર્મમાં આપેલી તમામ માહિતી યોગ્ય રીતે ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  3. ફોર્મની પ્રિન્ટ કાઢો અને સ્વપ્રમાણિત ડોક્યુમેન્ટ ની નકલ જોડો.
  4. અરજી ફી (₹500) નોન-રિફંડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટના માધ્યમથી ચૂકવો.
  5. અરજી 8 ફેબ્રુઆરી 2025 સુધી પોસ્ટ અથવા કુરિયર દ્વારા મોકલવી.

અરજી મોકલવાનું સરનામું

ઓમ મેનેજમેન્ટ એન્ડ એચઆર સોલ્યુશન
૨૦૧, બીજો માળ, વ્રજભૂમિ કોમ્પલેક્ષ, ગિરીશ કોલ્ડડ્રિંકસની પાસે, ઇન્દુબેન ખાખરાવાળાની બાજુમાં, શિલ્પ બિલ્ડીંગની પાછળ, સી.જી.રોડ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯

BHAVNAGAR CO-OPERATIVE BANK Recruitment 2025 અન્ય શરતો :-

૧. જાહેરાતની તારીખ પહેલા કોઇપણ ઉમેદવારે અરજી કરેલ હશે. તે ધ્યાને લેવામાં આવશે નહીં. તેમજ ઓનલાઇન મોડથી ડાઉનલોડ કરેલ અરજી જ સ્વીકારવામાં આવશે તે સિવાયની ડાયરેકટ મોકલેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં તથા રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં.

૨. ઓનલાઇન અરજીમાં ટીક કરેલા તમામ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત ખરીનકલ, સ્કુલ લિવીંગ સર્ટી., લાયકાતનાં પ્રમાણપત્રોની નકલ, આઇડી પ્રુફ વિગેરે સામેલ કરવાના રહેશે તેમજ અરજી ઉપર પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવીને મોકલવાની રહેશે. તેમજ અપુરતા ડોકયુમેન્ટર કે ડોકયુમેન્ટસ સામેલ ન કરેલ અરજી રદબાતલ ગણાશે.

૩. ઓનલાઇન કરેલ અરજીને ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કોપી સાથે રૂા.૫૦૦/-ની ફી નો “ભાવનગર ડિસ્ટ્રિકટ કો-ઓપરેટિવ બેન્ક લી.”ના નામનો નોન રિફડેબલ ડિમાન્ડ ડ્રાફટ જોડવાનો રહેશે. ડિમાન્ડ ડ્રાફટ વગરની અરજી રદબાતલ ગણાશે.

૪. અરજી કરવાની છેલ્લી તારીખ ૦૬/૦૨/૨૦૨૫ સુધી રાત્રિના ૨૩-૫૯ કલાક સુધીમાં કરવાની રહેશે અને નીચે જણાવેલ સરનામા ઉપર મોડામાં મોડી તા.૦૮/૦૨/૨૦૨૫ સુધીમાં મળે તે રીતે પોસ્ટ કે કુરિયર દ્વારા મોકલી આપવાની રહેશે.

૫. માન્ય ઉમેદવારોની લેખીત પરિક્ષા લેવામાં આવશે ત્યારબાદ ઉતિર્ણ થયેલા ઉમેદવારોની મૌખિક પરીક્ષા લેવામાં આવશે.

૬. ઉમેદવારે સ્વખર્ચે પસંદગીની પ્રક્રિયા માટે આવવાનું રહેશે. જે માટે કોઈપણ પ્રકારનાં ટીએ/ડીએ અથવા અન્ય કોઇ ભથ્થા ચુકવવામાં આવશે નહીં. અરજદારની અરજી અંગેની તમામ કાર્યવાહી કરવાનો અને નિર્ણય લેવાનો બેન્કને અધિકાર રહેશે અને બેન્કનો નિર્ણય આખરી ગણાશે.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

1 thought on “BHAVNAGAR CO-OPERATIVE BANK Recruitment 2025 : ભાવનગર બેંકમાં આવી તાલીમાર્થી કલાર્કની 80 જગ્યાઓ પર ભરતી”

Leave a Comment