GPSC Recruitment 2025: ગુજરાત સરકારે વિવિધ વિભાગોમાં ભરતી માટે અરજી પ્રક્રિયાનો દોર શરૂ કર્યો છે. તેમાંથી એક છે, ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં ખેતી અધિકારી, વર્ગ-2 માટે 40 જગ્યાઓ ભરવા માટે GPSC દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે.
આ ભરતી માટે 15 માર્ચ 2025 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. GPSC દ્વારા આ પદ માટેની સંપૂર્ણ વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા અને અરજી પ્રક્રિયા માટે આ લેખનો અંત સુધી વાંચો.
GPSC Recruitment 2025 – Kheti Adhikari, Class-2
સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
પોસ્ટ | ખેતી અધિકારી, વર્ગ-2 |
વિભાગ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ |
જગ્યા | 40 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15 માર્ચ 2025 |
અરજી માટેની વેબસાઇટ | https://ojas.gujarat.gov.in/ |
GPSC Recruitment 2025 – Kheti Adhikari, Class-2 પદની વિગતો
GPSC દ્વારા ખેતી અધિકારી (Agriculture Officer), વર્ગ-2 માટે 40 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. નીચે આપેલી છે વિવિધ કેટેગરીમાં જગ્યાઓનું વિતરણ:
કેટેગરી | જગ્યા |
બિન અનામત | 16 |
આ.ન.વર્ગ | 4 |
સા.શૈ.પ.વર્ગ | 12 |
અનુ.જાતિ | 2 |
અનુ.જનજાતિ | 6 |
GPSC Recruitment 2025 – શૈક્ષણિક લાયકાત
GPSC Recruitment 2025 માટેના શૈક્ષણિક લાયકાત ની નીચેની આવશ્યકતાઓ છે:
- કૃષિમાં સ્નાતક ડિગ્રી (વિજ્ઞાન) કે જે કેન્દ્ર દ્વારા અથવા તેના હેઠળ સામેલ કૃષિ યુનિવર્સિટીઓમાંથી પ્રદાન કરવામાં આવી હોય.
- કમ્પ્યુટરના ઉપયોગ માટે પાયાની જાણકારી.
- ગુજરાતી અને હિન્દી ભાષાનો પુરતો જ્ઞાન.
GPSC Recruitment 2025 – વય મર્યાદા
ન્યૂનતમ ઉંમર | 18 વર્ષ |
મહત્તમ ઉંમર | 35 વર્ષ |
GPSC Recruitment 2025 – પગાર ધોરણ
GPSC દ્વારા પસંદ પામેલા ઉમેદવારોને 7મા પગારપંચના પે મેટ્રીક્સ લેવલ-7 મુજબ ₹39,900 થી ₹1,26,600 સુધી પગાર આપવામાં આવશે.
GPSC Recruitment 2025 – અરજી કેવી રીતે કરવી?
GPSC Recruitment 2025 માટેની અરજી કરવા માટે નીચેના પગલાં અનુસરો:
- GPSCની વેબસાઇટ પર જાઓ
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- નવી વપરાશકર્તા તરીકે નોંધણી કરો: નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો અને તમારું રજીસ્ટ્રેશન કરો.
- ફોટો અને સહી સાથે વિનંતી કરેલ વિગતો ભરો.
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ભરવા માટે અનુસરો.
- પ્રિન્ટઆઉટ લો: ફોર્મ અને પેમેન્ટ રસીદનો પ્રિન્ટઆઉટ સેવ કરો.
આ રીતે, તમે GPSC Recruitment 2025 માટે ઑનલાઇન ફોર્મ ભરી શકો છો.
GPSC Recruitment 2025 – અગત્યની તારીખો
વિગત | તારીખ |
ફોર્મ શરૂ થવાની તારીખ | 15 ફેબ્રુઆરી 2025 |
ફોર્મ પૂર્ણ થવાની તારીખ | 15 માર્ચ 2025 |
GPSC Recruitment 2025 – ફોર્મ માટેની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification: | Click Here |
ફોર્મ ભરવા માટે લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
ખાસ નોંધ : અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઇપણ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.