ગુજરાત બોર્ડ 12માનું પૂરક પરિણામ: WhatsApp પર પણ મળશે! જાણો સંપૂર્ણ વિગતો.

ધોરણ 12ના પરિણામની રાહ હવે થઇ ગઈ છે પૂરી! ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી અપડેટ સામે આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025માં લેવાયેલી ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ હવે જાહેર થવાના આરે છે. કેટલાં માર્ક્સ આવ્યા હશે? રીઝલ્ટ ક્યાં જોઈ શકાય? શું Whatsapp પર પણ મળશે રીઝલ્ટ? આ બધાં પ્રશ્નોના જવાબ સાથે આ લેખમાં તમને મળશે સંપૂર્ણ માહિતી.

વિજ્ઞાન પ્રવાહથી લઈને સામાન્ય અને વ્યવસાયલક્ષી પ્રવાહ સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે જૂન-જુલાઈ 2025માં યોજાયેલી પૂરક પરીક્ષાનું પરિણામ 12 જુલાઈ 2025 એ મહત્વની તારીખ બનવા જઈ રહી છે. માત્ર GSEB ની વેબસાઇટ નહીં, પણ Whatsapp મારફતે પણ હવે પરિણામ મેળવવાની સરળ રીત જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે ઉપયોગી તમામ વિગતો માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

ક્યારે જાહેર થશે ધોરણ 12 (પૂરક પરીક્ષા)નું પરિણામ?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા જૂન-જુલાઈ 2025 માં યોજાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ 12 જુલાઈ 2025ના રોજ સવારે 08:00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ આ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે તેમના માટે રાહતભર્યા સમાચાર છે.

ક્યાં ક્યાં માધ્યમનું પરિણામ જાહેર થશે?

આ વખતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે.

કેવી રીતે જોઈ શકાશે ધોરણ 12 (પૂરક પરીક્ષા)નું પરિણામ?

વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ GSEBની અધિકૃત વેબસાઇટ www.gseb.org પર જોઈ શકે છે. પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) દાખલ કરવો પડશે. પરિણામ જાહેર થયા પછી વેબસાઇટ પર ટ્રાફિક વધુ હોઈ શકે છે, તેથી યોગ્ય સમયગાળામાં પ્રયાસ કરવો. નીચેના સરળ સ્ટેપને અનુસરીને તમે પરિણામ જોઈ શકો છો:

સ્ટેપ 1: તમારા મોબાઇલ કે કમ્પ્યુટરમાં બ્રાઉઝર ખોલો (જેમ કે Chrome, Safari, Firefox).
સ્ટેપ 2: બ્રાઉઝરના એડ્રેસ બારમાં www.gseb.org લખી એન્ટર કરો.
સ્ટેપ 3: GSEB ની ઓફિશિયલ વેબસાઇટ ખુલી જશે. ત્યાં “HSC Result 2025” કે “ધોરણ 12 પરિણામ 2025” પર ક્લિક કરો.
સ્ટેપ 4: હવે એક ફોર્મ જેવી વિન્ડો આવશે જેમાં તમારું બેઠક ક્રમાંક (Seat Number) દાખલ કરો.
સ્ટેપ 5: હવે “Go” અથવા “Submit” બટન પર ક્લિક કરો.
સ્ટેપ 6: તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
સ્ટેપ 7: તમે પરિણામનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા “Download” બટન હશે તો PDF રૂપે સાચવી શકો છો.

Whatsapp પર કેવી રીતે જોઈ શકાશે ધોરણ 12 (પૂરક પરીક્ષા)નું પરિણામ?

ગુજરાત બોર્ડે વિદ્યાર્થીઓની સુવિધા માટે WhatsApp સેવા પણ ઉપલબ્ધ કરાવી છે. વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક WhatsApp પર 6357300971 પર મોકલીને પણ પરિણામ મેળવી શકે છે. નીચેના સરળ સ્ટેપ મુજબ તમે તમારું પરિણામ Whatsapp પર મેળવી શકો છો

  1. તમારું WhatsApp એપ ખોલો.
  2. નવા મેસેજ માટે, WhatsApp પર 6357300971 નંબર સેવ કરો.
  3. હવે, તમારો બેઠક ક્રમાંક (Seat Number) ટાઇપ કરો અને 6357300971 પર મોકલો.
  4. તમે તમારો બેઠક ક્રમાંક મોકલ્યા પછી, GSEB તમારા પરિણામ માટે એક મેસેજ મોકલશે.
  5. WhatsApp પર તમે તમારું પરિણામ, માર્કસ, અને અન્ય જરૂરી માહિતી પ્રાપ્ત કરી શકશો.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ 12 નું પરિણામ જોવા માટેની લિંક :gseb.org
પરિણામ અંગેનું નોટીફીકેશન:અહી ક્લિક કરો

Leave a Comment