GSSSB Junior Nirikshak Bharti 2024 : ₹ 40,800 પગાર વાળી સરકારી નોકરી મેળવવાની તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

GSSSB Junior Nirikshak Bharti 2024 : ગુજરાત રાજ્યમાં નોકરી લેવા માંગતા ઉમેદવારો માટે એક ખુશીના સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક નવી ભરતી જાહેર કરવામાં આવી છે. કુલ 60 જગ્યાઓ માટે જાહેર કરવામાં આવેલા ભરતીમાં પગાર ધોરણ ₹40,800 છે. આ ભરતીમાં 18 થી 35 વર્ષ સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે.

ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીમાં ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, છેલ્લે 19 ડિસેમ્બર 2024 સુધી ફોર્મ ભરી શકાશે. આ ભરતી વિશેની અન્ય બાબતો જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી અને પસંદગી પ્રક્રિયા વિશેની વિગતો અહીં આપેલી છે. તો આ લેખને છેલ્લે સુધી વાંચીને જ આ ભરતી માટે ફોર્મ ભરો.

GSSSB Junior Nirikshak Bharti 2024

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામજૂનિયર નિરીક્ષક, વર્ગ-3
કુલ જગ્યા60
નોકરી સ્થાનગાંધીનગર
અરજી શરૂ કરવાની તારીખ19 નવેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ19 ડિસેમ્બર 2024
ફી ભરવાની છેલ્લી તારીખ19 ડિસેમ્બર 2024
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણ₹40,800 (પ્રથમ 5 વર્ષ)

GSSSB Junior Nirikshak Bharti 2024 જગ્યાઓ

કેટેગરીજગ્યા
બિન અનામત35
આર્થિક રીતે નબળા વર્ગ6
અનુ.જાતિ6
અનુ.જન.જાતિ8
સા.શૈ.પ.વર્ગ5

જુનિયર નિરીક્ષક ભરતી માટે શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાતઉમેદવાર પાસે સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી મુખ્ય વિષય તરીકે ભૈતિક વિજ્ઞાન અને વિજ્ઞાનની દ્વિતીય વર્ગની પદવી અથવા મિકેનીકલ/ઈલેક્ટ્રીકલ/ઈલેક્ટ્રોનીક્સ એન્જીનીયરિંગમાં પદવી હોવી જોઈએ.
કમ્પ્યુટરના ઉપયોગની જાણકારીઉમેદવારને કમ્પ્યુટરનો ઉપયોગ કરવાની પાયાની જાણકારી હોવી જોઈએ.
ભાષા દક્ષતાઉમેદવારને ગુજરાતી, હિન્દી અથવા બંને ભાષાનું પૂરું જ્ઞાન હોવું જોઈએ.

ઉંમર મર્યાદા

ઓછીમાં ઓછી ઉંમર18 વર્ષ
મહત્તમ ઉંમર35 વર્ષ

ઉંમર મર્યાદામાં છૂટછાટ

ઉમેદવારની કેટેગરીવયમર્યાદા માં છુટછાટ
મુળ ગુજરાતના SC ST SEBC અને EWSપાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં)
મુળ ગુજરાતના SC ST SEBC અને EWS ના મહિલા ઉમેદવારોદસ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની છૂટછાટ)
બિન અનામત (સામાન્ય) મહિલા ઉમેદવારોપાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં)
માજી સૈનિકો ઇ.સી.ઓ., એસ.સી.ઓસંરક્ષણ સેવામાં બજાવેલ સેવા (ઓછામાં ઓછી પાંચ વર્ષની સંરક્ષણ સેવા) ઉપરાંત બીજા ત્રણ વર્ષ
  • નોંધ: તા. 19-12-2024 સુધી કોઇ પણ સંજોગો માં વય 45 વર્ષથી વધવી જોઇએ નહી.

અરજી ફી

કેટેગરીફી
બીન અનામત₹500
અનામત₹400

આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.

પસંદગી પ્રક્રિયા

જુનીયર નિરીક્ષકની આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી પરિક્ષામાં મેળવેલ ગુણના આધારે કરવામાં આવશે. ત્યારબાદ મેરીટ માં આવતા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરવામાં આવશે.

GSSSB Junior Nirikshak Bharti 2024 અગત્યની તારીખો

અરજી શરૂ થવાની તારીખ19 નવેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ19 ડિસેમ્બર 2024
ફી ભરવાની છેલ્લી તારીખ19 ડિસેમ્બર 2024
લેખિત પરીક્ષા તારીખજલ્દી જાહેર કરવામાં આવશે

જુનિયર નિરીક્ષક પગાર ધોરણ

પ્રારંભિક પગાર₹40,800 (પ્રથમ 5 વર્ષ)
પગાર વધારાની વિગતપાંચ વર્ષ પછી, કર્મચારીની કાર્યક્ષમતા આધારે નિયમો અનુસાર પગાર વધારાશે.

GSSSB Junior Nirikshak Bharti 2024 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

  1. સૌ પ્રથમ, ગુજરાત સરકારની Official Website https://ojas.gujarat.gov.in/ પર જાવું.
  2. હોમપેજ પર “Current Advertisement” પર ક્લિક કરો.
  3. અહીં તમને વિવિધ ભરતી સૂચના મળશે, જેમાં “GSSSB Junior Nirikshak Bharti 2024” પર ક્લિક કરો.
  4. જણાવેલા જાહેરાત પેજ પર “Apply Now” બટન પર ક્લિક કરો.
  5. જણાવેલા ફોર્મમાં જરૂરી વિગતો ભરો, જેમ કે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત અને અન્ય જરૂરી વિગતો.
  6. જરૂરી ડોક્યુમેન્ટને સ્કેન કરી અપલોડ કરો.
  7. ફીની ચુકવણીની પ્રક્રિયા પૂર્ણ કરો. (ઓનલાઇન ચુકવણીનો વિકલ્પ ઉપલબ્ધ છે).
  8. ફોર્મને સબમિટ કરો અને પ્રિન્ટ કાઢી લો.

જુનિયર નિરીક્ષક માં ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment