GSSSB Junior Pharmacist Recruitment 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના કમિશ્નરશ્રી, આરોગ્ય અને તબીબી સેવાઓની કચેરીના ગ્રામ્ય આરોગ્ય શાખા હસ્તકના સામૂહિક આરોગ્ય કેન્દ્રો માટે જુનિયર ફાર્માસીસ્ટ, વર્ગ-૩ ની કુલ 209 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આ ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. પસંદગી પામેલ ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે સરકારના નિયમોનુસાર ₹40,800/- ફિક્સ પગાર મળવાપાત્ર થશે. અરજી કરવાની પ્રક્રિયા 16 ડિસેમ્બર 2025 થી શરૂ થઈ ચૂકી છે.
GSSSB જુનિયર ફાર્માસીસ્ટ ભરતી – મુખ્ય વિગતો
| સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| પોસ્ટનું નામ | જુનિયર ફાર્માસીસ્ટ, વર્ગ-૩ |
| જાહેરાત ક્રમાંક | ૩૨૯/૨૦૨૫૨૬ |
| કુલ જગ્યાઓ | 209 |
| પગાર ધોરણ | ₹40,800/- (પ્રથમ 5 વર્ષ ફિક્સ) |
| અરજી કરવાની રીત | ઓનલાઇન (OJAS) |
અગત્યની તારીખો
| ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | 16/12/2025 (બપોરે 02:00 કલાકથી) |
| ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 30/12/2025 (રાત્રે 11:59 કલાક સુધી) |
| ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ | 02/01/2026 સુધી |
કેટેગરી મુજબ જગ્યાઓની વિગત
કુલ 209 જગ્યાઓનું કેટેગરી વાઇઝ વિભાજન નીચે મુજબ છે:
- સામાન્ય (General): 86
- EWS: 21
- SEBC (OBC): 56
- SC: 15
- ST: 31
- કુલ: 209 (આ પૈકી મહિલાઓ માટે 68 અને દિવ્યાંગો માટે 08 જગ્યાઓ અનામત છે).
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
- લાયકાત: ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસીમાં ડિગ્રી અથવા ડિપ્લોમા (B.Pharm / D.Pharm) કરેલું હોવું જોઈએ અને ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે.
- વય મર્યાદા: 18 થી 35 વર્ષ (સરકારી નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારોને છૂટછાટ મળવાપાત્ર રહેશે).
પરીક્ષા ફી (Application Fees)
મંડળ દ્વારા પરીક્ષા ફીના ધોરણો નીચે મુજબ નક્કી કરવામાં આવ્યા છે:
| સામાન્ય (General) કેટેગરી | ₹500/- |
| અન્ય તમામ અનામત કેટેગરી | ₹400/- |
નોંધ: પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને નિયમ મુજબ પરીક્ષા ફી પરત (Refund) મળવાપાત્ર રહેશે.
અરજી માટે જરૂરી દસ્તાવેજો
અરજી કરતા પહેલા ઉમેદવારોએ નીચેના ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા:
- પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો (વ્હાઇટ બેકગ્રાઉન્ડ અને તારીખ સાથે).
- સહી (Signature).
- શૈક્ષણિક લાયકાતની માર્કશીટ અને ડિગ્રી/ડિપ્લોમા સર્ટિફિકેટ.
- જાતિનો દાખલો (SC/ST/SEBC ઉમેદવારો માટે).
- નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ (ફક્ત SEBC ઉમેદવારો માટે).
- EWS સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો).
- આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી.
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ OJAS ની સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ પર જાઓ.
- ‘Online Application’ મેનુમાં ‘Apply’ પર ક્લિક કરો.
- GSSSB વિભાગ પસંદ કરી જાહેરાત ક્રમાંક 329/202526 સામે ‘Apply’ બટન દબાવો.
- તમારી વિગતો ભરીને એપ્લિકેશન સેવ કરો અને ફોટો-સહી અપલોડ કરો.
- અરજી કન્ફર્મ કર્યા બાદ ઓનલાઇન ફી ભરો અને અરજીની પ્રિન્ટ મેળવી લો.
અગત્યની લિંક્સ
| સત્તાવાર નોટિફિકેશન PDF: | Click Here |
| ઓનલાઇન અરજી કરવા માટે: | Click Here |
| GSSSB સત્તાવાર વેબસાઇટ: | Click Here |
