Gujarat Police Result 2025 : ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાનું પરિણામ 2025 ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ઉમેદવારો પ્રકાશિત થયા પછી પરિણામો જોવા માટે નિયમિતપણે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ કટ ઓફ માર્ક્સ, મેરિટ લિસ્ટ 2025 બહાર પાડવામાં આવશે, જેમાં પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરનારા ઉમેદવારોના નામ દર્શાવવામાં આવશે.
પોલીસ મહાનિરીક્ષકશ્રી, વહીવટ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર: પોલીસ ભરતી બોર્ડના સંદર્ભિત પત્રથી તા.૧૭/૦૯/૨૦૨૫ થી તા.૩૦/૦૯/૨૦૨૫ દરમિયાન યોજવામાં આવનાર લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણીની કામગીરી માટે સીવિલીયન સ્ટાફની ફાળવણી કરવા વિનંતી કરેલ છે. જેથી, સીવિલીયન સ્ટાફની ફાળવણી કરવા આગળની કાર્યવાહી સારૂ સંદર્ભિત પત્રની નકલ આ સાથે સામેલ રાખેલ છે.
Gujarat Police Result 2025 | લોકરક્ષક પરિણામ 2025
| સંસ્થા : | પોલીસ ભરતી બોર્ડ |
| પોસ્ટનું નામ : | પોલીસ કોન્સ્ટેબલ |
| કુલ જગ્યા : | 14,283 |
Gujarat Police Result 2025 | Cut Off Marks, Merit List
અહીં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરિણામ વિશેની માહિતી ગુજરાતીમાં આપેલી છે:
ગુજરાત પોલીસ ફોર્સ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલ પોસ્ટ્સ માટેનું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરિણામ 2025 ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
આ પરીક્ષા 15 જૂન 2025 ના રોજ લેવામાં આવી હતી. જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, તેઓ પરિણામ જાહેર થયા પછી ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in પર તેમનું પરિણામ ચકાસી શકશે.
ઉમેદવારોને વિનંતી છે કે નવીનતમ અપડેટ્સ અને પરિણામની જાહેરાત માટે સત્તાવાર વેબસાઇટ નિયમિતપણે તપાસતા રહે.
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરિણામ 2025: Result કેવી રીતે તપાસવું?
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 2025 ના પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જાહેર થવાની અપેક્ષા છે. પસંદગી પ્રક્રિયાના દરેક તબક્કા માટે પરિણામ અલગથી ઉપલબ્ધ થશે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અને “Department/Notifications” (વિભાગ/નોટિફિકેશન્સ) વિભાગમાં જઈને તેમનું પરિણામ ચકાસી શકશે.પરિણામ જાહેર થયા પછી કેવી રીતે તપાસવું તે અહીં આપેલું છે:
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ gprb.gujarat.gov.in અથવા ojas.gujarat.gov.in પર જાઓ.પરિણામ વિભાગમાં નેવિગેટ કરો: “Department/Notifications” અથવા “Results” જેવા વિભાગને શોધો.સંબંધિત લિંક શોધો: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરિણામ 2025 માટેની ચોક્કસ લિંક શોધો.લોગિન કરો (જો જરૂરી હોય તો): તમને તમારા ઓળખપત્રો (યુઝર આઈડી અને પાસવર્ડ) નો ઉપયોગ કરીને લોગિન કરવાની જરૂર પડી શકે છે.તમારું પરિણામ જુઓ: એકવાર લોગિન કર્યા પછી, તમે તમારું પરિણામ જોઈ અને ડાઉનલોડ કરી શકશો.
પરિણામ સંભવતઃ PDF ફોર્મેટમાં હશે, અને તમે દસ્તાવેજમાં તમારો રોલ નંબર શોધીને તમારી પસંદગી થઈ છે કે નહીં તે જોઈ શકો છો.
Gujarat Police Constable Result 2025 Download Link
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા 2025 ની ડાઉનલોડ લિંક ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે, જે ઉમેદવારોને તેમના પરીક્ષા પરિણામો સીધા જ એક્સેસ કરવાની તક આપશે.
તમારા પરિણામો ચકાસવા માટે, સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in ની મુલાકાત લો. આ પરિણામ 15 જૂન 2025 ના રોજ લેવાયેલી પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરશે.
પરિણામ જાહેર થાય કે તરત જ, તમે તમારી લાયકાત અને આગલા તબક્કા માટેની તૈયારી શરૂ કરી શકશો.
Gujarat Police Constable Cut Off Marks 2025
ગુજરાત પોલીસ ફોર્સ ભરતી બોર્ડ ટૂંક સમયમાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ કટ ઓફ માર્ક્સ 2025 જાહેર કરવા માટે તૈયાર છે. આ કટ ઓફ માર્ક્સ મહત્વપૂર્ણ છે કારણ કે તે પસંદગી પ્રક્રિયાના આગલા તબક્કા માટે લાયક બનવા માટે ઉમેદવારોએ ઓછામાં ઓછા કેટલા સ્કોર્સ પ્રાપ્ત કરવા જોઈએ તે નક્કી કરે છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ, ojas.gujarat.gov.in પર તેમના પરિણામો ચકાસી શકે છે.
Gujarat Police Constable Merit List 2025
૧૫ જૂન ૨૦૨૫ ના રોજ યોજાયેલી પરીક્ષા બાદ, ગુજરાત પોલીસ દળ ભરતી બોર્ડ ટૂંક સમયમાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મેરિટ લિસ્ટ ૨૦૨૫ જાહેર કરવા માટે તૈયાર છે. આ મેરિટ લિસ્ટમાં એવા ઉમેદવારોના નામ શામેલ હશે જેમણે પસંદગી પ્રક્રિયાના તમામ તબક્કા સફળતાપૂર્વક પાસ કર્યા છે.
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે તા.૧૩/૦૪/૨૦૨૫ ના રોજ યોજાયેલ લેખિત પરીક્ષા પેપર-૨ ના ગુણ જાહેર કરવા બાબત
(B) પેપર-૨ માં ૪૦ ગુણ થી ઓછા ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો…..
(૨) પો.સ.ઇ. કેડર તા.૦૭/૦૩/૨૦૨૪ના પરીક્ષા નિયમોમાં Exam Rules 2024, Rule No.(20) મુજબ લેખિત પરીક્ષાની ગુણ ચકાસણી (રીચેકીંગ) માટે ૧૫ (પંદર) દિવસની સમય-મર્યાદા આપેલ છે. ગુણ જાહેર કરેલ યાદીમાં સામેલ જે ઉમેદવારો પોતાના લેખિત પરીક્ષાના પેપર-૨નું રીચેકીંગ કરાવવા ઇચ્છતા હોય (માત્ર રીચેકીંગ કરવામાં આવશે, રી-ઇવેલ્યુએશન કરવામાં આવશે નહીં) તે ઉમેદવારોએ (૧) રીચેકીંગ ફી ના રૂ. ૩૦૦/- “CHAIRMAN, GUJARAT POLICE RECRUITMENT BOARD” ના નામનો રાષ્ટ્રીયકૃત બેન્કનો ડીમાન્ડ ડ્રાફટ Payable at GANDHINAGAR (૨) કોલલેટરની ઝેરોક્ષ નકલ (૩) અરજી (જેમાં ઉમેદવારે પોતાનું પુરૂ નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર અને મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે) સાથે તા.૧૦/૦૧/૨૦૨૬ સુધીમાં રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ/કુરીયર ધ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર -૩૮૨૦૦૭ સરનામે અરજી મોકલી શકાશે. અન્ય રીતે મળેલ અરજી કે તા.૧૦/૦૧/૨૦૨૬ ના કલાકઃ૧૭:૦૦ વાગ્યા બાદ જો કોઇ અરજી મળશે તો તે ધ્યાને લેવાશે નહીં.
ખાસ નોંધઃ
(A) લેખિત પરીક્ષા દરમ્યાન દરેક વર્ગખંડમાં ઉપયોગ કરવામાં આવેલ CCTV કેમેરા રેકોર્ડીંગની ચકાસણીમાં જો કોઇ ગેરરીતી માલુમ પડશે તો સબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે.
(B) તદ્ઉપરાંત સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઇપણ ઉમેદવારે, કોઇપણ તબકકે ગેરરીતી આચરેલ હોવાનું ધ્યાને આવશે અથવા પરીક્ષાના નિયમ વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કરેલ હશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે.
(C) સરકારશ્રી / નામદાર કોર્ટ તરફથી વખતો વખત જે ચૂકાદો/ નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
લોકરક્ષક કેડર આખરી પરીણામ (Final Result)
જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે લોકરક્ષક કેડરની કામચલાઉ અને હંગામી પસંદગી યાદી તા.૦૨/૧૨/૨૦૨૫ નારોજ વેબસાઇટ ઉપર બહાર પાડવામાં આવેલ.
૨/- લોકરક્ષક કેડરની કામચલાઉ અને હંગામી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારો તથા કામચલાઉ અને હંગામી યાદીમાં સમાવેશ થયેલ ન હોય તેવા ઉમેદવારો અન્ય કોઇ ભરતીમાં ૫સંદગી પામેલ હોય અથવા તો અન્ય કોઇ કારણોસર લોકરક્ષક કેડરની ભરતીમાં ભાગ લેવા માંગતા ન હોય તો ઉમેદવાર પોતાની ઉમેદવારી ૫રત ખેંચી પોતાની ઉમેદવારીનો હક જતો કરી શકે છે તે માટે તા.૦૮/૧૨/૨૦૨૫ ના રાત્રી કલાકઃ ૨૩.૫૯ સુધી OJAS ની વેબસાઇટ ૫ર Withdraw Candidature / OPT Out મંગાવવામાં આવેલ.
૩/- કુલ-૩૩૮ ઉમેદવારોની OJAS ની વેબસાઇટ ૫ર માન્ય Withdraw Candidature / OPT Out મળેલ છે.
૪/- ઉપરોકત ઉમેદવારોએ ઉમેદવારી જતી કરતા બાકી રહેતા ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરી આખરી પસંદગી યાદી વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવે છે.
(A) આખરી પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો……………
(B) આખરી પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ન હોય તેવા ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો……………
૫/- પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોની આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી, પોલીસ ભવન, ગાંધીનગર નાઓ ધ્વારા કરવાની રહેતી હોવાથી પસંદગી યાદીને લગત રેકર્ડ તેઓશ્રી તરફ મોકલી આપવામાં આવે છે.
૬/- જાતિ અંગેના પ્રમાણ૫ત્રમાં SEBC ઉમેદવારોના કિસ્સામાં સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ અને ST ઉમેદવારોના કિસ્સામાં આદિજાતિ વિકાસ વિભાગ ઘ્વારા વેરીફીકેશન કામગીરીની પ્રક્રિયા હાલ ચાલુ છે.
ઉપરોકત જાહેર કરેલ પસંદગી યાદીમાં જે ઉમેદવારોની જાતિ અંગેના પ્રમાણપત્રોની ચકાસણી બાકીમાં છે તે ઉમેદવારોના સંબંઘિત વિભાગ ઘ્વારા આ પ્રમાણ૫ત્ર માન્ય કે અમાન્ય ગણવા નિર્ણય કરવામાં આવ્યેથી તેઓને તે કેટેગરીનો લાભ મળવાપાત્ર છે કે કેમ? તે અંગે આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી ધ્વારા કરવામાં આવશે.
🠊 જાતિ અંગેના પ્રમાણપત્રોની ચકાસણી બાકીમાં છે તેવા ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો……………
૭/- આ આખરી પસંદગી યાદીમાં કટઓફ નીચે મુજબ છે.
| Category | MALE | FEMALE | Ex-serviceman |
| GENERAL | 132.25 | 113.50 | 105.80 |
| EWS | 125.50 | 98.25 | 100.40 |
| SC | 121.28 | 102.25 | — |
| SEBC | 127.25 | 105.25 | 101.80 |
| ST | 101.25 | 80.00 | — |
| Category | MALE | FEMALE | Ex-serviceman |
| GENERAL | 124.50 | 100.75 | 99.60 |
| EWS | 121.50 | 83.00 | — |
| SC | 117.50 | 96.25 | — |
| SEBC | 123.00 | 97.75 | 98.40 |
| ST | 90.25 | — | — |
| Category | MALE | FEMALE | Ex-serviceman |
| GENERAL | 121.75 | 97.75 | — |
| EWS | 118.75 | 80.50 | — |
| SC | 115.50 | 96.25 | — |
| SEBC | 121.00 | 97.50 | — |
| ST | 81.00 | 83.25 | — |
| Category | MALE | Ex-serviceman |
| GENERAL | 120.50 | 96.40 |
| EWS | 118.25 | — |
| SC | 115.25 | — |
| SEBC | 119.75 | 95.80 |
| ST | 80.50 | — |
૮/- આ આખરી પસંદગી યાદીના Selection Cadre ના કોલમમાં (Abbreviation) (1) UPC = બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (UNARMED POLICE CONSTABLE) (2) APC = હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (ARMED POLICE CONSTABLE) (3) JAIL SEPOY = જેલ સિપોઇ પુરૂષ / જેલ સિપોઇ મહિલા (Jail Matron) ((JAIL SEPOY-MAIL / JAIL MATRON-FEMALE) (4) SRPF= હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસ.આર.પી.એફ. (STATE RESERVE POLICE FORCE) દર્શાવવામાં આવેલ છે. જે ધ્યાને લેવુ.
૯/- આ આખરી પસંદગી યાદી તૈયાર કરવામાં લોકરક્ષક કેડરની જે-તે સંવર્ગની ખાલી જગ્યાઓ ધ્યાને લઇ મેરીટ મુજબ પસંદગી યાદી તૈયાર કરતી સમયે બે કે તેથી વધારે ઉમેદવારોના સમાન ગુણ હોય ત્યારે નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(એ) તેવા કિસ્સામાં ઉમેદવારોની જન્મ તારીખ ઘ્યાને લેવામાં આવેલ છે, જન્મ તારીખ પ્રમાણે વઘુ ઉંમરવાળા ઉમેદવારને પ્રથમ ૫સંદગી આ૫વામાં આવેલ છે.
(બી) જો ગુણ અને જન્મ તારીખ બંન્ને સમાન હોય ત્યારે ઉમેદવારોની ઉંચાઇ ધ્યાને લેવામાં આવેલ છે, જે ઉમેદવારની ઉંચાઇ વધુ છે તે ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવેલ છે.
(સી) જો ગુણ, જન્મ તારીખ અને ઉંચાઇ સમાન હોય ત્યારે ઉમેદવારોના હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકારશ્રી ધ્વારા માન્ય ધોરણ-૧૨ સમકક્ષ પરીક્ષામાં મેળવેલ ગુણની ટકાવારી ધ્યાને લેવામાં આવેલ છે, જે ઉમેદવારની ટકાવારી વધુ હશે તે ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવેલ છે.
૧૦/- ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ૫ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, કલેરીકલ અથવા બીજી કોઇ૫ણ ભૂલના લીઘે લાયક ગણવામાં આવેલ હશે અગર ૫સંદ કરવામાં આવેલ હશે, તો કોઈપણ તબક્કે તે રદ થવાપાત્ર રહેશે. જે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
૧૧/- સરકારશ્રી / નામદાર કોર્ટ તરફથી વખતો વખત જે ચૂકાદો/ નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
૧૨/- (A) લોકરક્ષક કેડર આખરી પસંદગી યાદી (Final Result)માં અનુસુચિત જન જાતિ (ST)ના મહિલા ઉમેદવારોની ખાલી રહેલ જગ્યાઓ પૈકી કુલ-૨૧૯ અનુસુચિત જન જાતિ (ST)ના પુરૂષ ઉમેદવારોને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (UPC) સંવર્ગમાં-૫૫ તથા હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (APC) સંવર્ગમાં-૧૬૪ સમાવેશ કરવામાં આવેલ છે.
(B) વધુમાં અનુસુચિત જન જાતિ (ST)ના પુરૂષ ઉમેદવારોની કુલ-૮૪ (જેલ સિપોઇ (Jail Sepoy) સંવર્ગમાં-૪૩ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) સંવર્ગમાં-૪૧) તથા અનુસુચિત જન જાતિ (ST)ના મહિલા ઉમેદવારોની જેલ મેટ્રન સંવર્ગમાં-૧૧ અને આર્થિક રીતે નબળા વર્ગ (EWS) મહિલા ઉમેદવારોની જેલ મેટ્રન સંવર્ગમાં-૬ મળી કુલ-૧૦૧ જગ્યાઓ ખાલી રહેવા પામે છે.
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરિણામ 2025: મહત્વપૂર્ણ લિંક્સ
(A) આખરી પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો……………
(B) આખરી પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ન હોય તેવા ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો…………..
| પરિણામ જોવા/ડાઉનલોડ કરવા માટે: | Click Here |
| અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
| હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |

Police