GSSSB Junior Scientific Assistant Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જુનીયર સાયન્ટીફીક આસીસ્ટંટ, વર્ગ-૩ સંવર્ગની કુલ-૫૪ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા, વડોદરાની કચેરી હસ્તક છે.
લાયક ઉમેદવારો OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ વિગતવાર સૂચનાઓ ધ્યાનથી વાંચી લેવી હિતાવહ છે.
GSSSB Junior Scientific Assistant Recruitment 2025
ભરતી સંસ્થાનું નામ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
પોસ્ટનું નામ | જુનીયર સાયન્ટીફીક આસીસ્ટંટ, વર્ગ-૩ |
કુલ જગ્યાઓ | ૫૪ |
અરજી મોડ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા, વડોદરા |
પગાર ધોરણ | પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ.૪૦,૮૦૦/- ફિક્સ પગાર. ત્યારબાદ સાતમા પગાર પંચના રૂ.૨૯,૨૦૦/- થી રૂ.૯૨,૩૦૦/- (લેવલ-૫) |
અધિકૃત વેબસાઇટ | gsssb.gujarat.gov.in અને ojas.gujarat.gov.in |
મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | તા.૦૧/૦૭/૨૦૨૫ (બપોરના ૧૪:૦૦ કલાક) |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | તા.૧૫/૦૭/૨૦૨૫ (સમય રાત્રિના ૧૧:૫૯ કલાક સુધી) |
લાયકાત માપદંડ
- શૈક્ષણિક લાયકાત:
- માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી એન્જિનિયરિંગ (સિવિલ) અથવા ટેકનોલોજી (સિવિલ) માં સ્નાતકની ડિગ્રી. અથવા
- ટેકનિકલ પરીક્ષા બોર્ડ અથવા કોઈ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા.
- અને
- ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થાના નિર્દેશાલય હેઠળની ગૌણ સેવાઓમાં લેબોરેટરી આસિસ્ટન્ટ, વર્ગ III ની પોસ્ટ પર આશરે બે વર્ષનો અનુભવ. અથવા
- સરકારી/સરકારી ઉપક્રમ/બોર્ડ/કોર્પોરેશન/કંપનીઝ એક્ટ, 2013 હેઠળ સ્થપાયેલી લિમિટેડ કંપનીમાં સિવિલ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં લેબોરેટરી ટેસ્ટિંગ, ગુણવત્તા નિયંત્રણ, ફિલ્ડ ગુણવત્તા ખાતરી, ફિલ્ડ ઇન્વેસ્ટિગેશન, ડિઝાઇન અથવા કન્સ્ટ્રક્શનનો આશરે બે વર્ષનો અનુભવ.
- કોમ્પ્યુટર જ્ઞાન: ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ મુજબ કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું ફરજિયાત છે.
- ભાષા જ્ઞાન: ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પર્યાપ્ત જ્ઞાન.
- વયમર્યાદા: અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ. વિવિધ કેટેગરીના ઉમેદવારોને નિયમોનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે (મહત્તમ ૪૫ વર્ષની મર્યાદામાં).
અરજી પ્રક્રિયા
- સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જાઓ.
- “Online Application” માં “Apply” પર ક્લિક કરો અને GSSSB પસંદ કરો.
- જાહેરાત ક્રમાંક: ૩૧૭/૨૦૨૫૨૬, જુનીયર સાયન્ટીફીક આસીસ્ટંટ, વર્ગ-૩ સંવર્ગની જાહેરાત શોધી “Apply” પર ક્લિક કરો.
- ત્યાર બાદ સ્ક્રીન પર “More Details” અને “Apply now” ના ઓપ્શન ખૂલશે. “Apply now” પર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે.
- “Skip” પર ક્લિક કરવાથી અરજી ફોર્મેટ ખુલશે જેમાં સૌ પ્રથમ “Personal Details” ભરવી.
- ઓનલાઈન અરજી કરતી વખતે તમારી શૈક્ષણિક લાયકાત, વય, જાતિ તેમજ અન્ય લાયકાતના બધાં જ અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા અને તે મુજબ વિગતો ભરવી.
- ફોટો અને સહી અપલોડ કરો.
- અંતે, તમારી અરજી કન્ફર્મ કરો. એકવાર કન્ફર્મ થયા પછી અરજીમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં.
આ પણ વાંચો : Gyan Sahayak Recruitment 2025: આશ્રમશાળાઓમાં 11 માસના કરાર આધારિત ભરતી
મહત્વપૂર્ણ લિંક્સ
અધિકૃત સૂચના (PDF) | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
GSSSB અધિકૃત વેબસાઇટ | અહીં ક્લિક કરો |
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
મહત્વપૂર્ણ નોંધો
- ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનાઓ GSSSB વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે વેબસાઇટ જોતા રહો.
- અરજી કરતી વખતે શૈક્ષણિક લાયકાત, વય, જાતિ અને અન્ય લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો હાથ પર રાખવા.
- ખોટી વિગતોને કારણે અરજી રદ થઈ શકે છે, તેથી કાળજીપૂર્વક અરજીપત્રક ભરવું.