GSSSB Lab Assistant Requirment 2025

GSSSB Lab Assistant Requirment 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ (Special Recruitment Drive) હેઠળ આસીસ્ટંટ (લેબ), વર્ગ-૩ સંવર્ગની જગ્યા માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ કચેરી હસ્તક છે.

લાયક ઉમેદવારો OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ વિગતવાર સૂચનાઓ ધ્યાનથી વાંચી લેવી હિતાવહ છે.

GSSSB Lab Assistant Requirment 2025

ભરતી સંસ્થાનું નામગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામઆસીસ્ટંટ (લેબ), વર્ગ-૩
કુલ જગ્યાઓ૦૧ (માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે)
અરજી મોડઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ
પગાર ધોરણપ્રથમ પાંચ વર્ષ માટે રૂ. ૨૬,૦૦૦/- ફિક્સ પગાર. ત્યારબાદ 7મા પગાર પંચ મુજબ રૂ. ૨૯,૨૦૦/- થી રૂ. ૯૨,૩૦૦/- (લેવલ-૫)
અધિકૃત વેબસાઇટgsssb.gujarat.gov.in અને ojas.gujarat.gov.in

મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ૧૯/૦૬/૨૦૨૫ (૧૪:૦૦ કલાક)
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ૨૬/૦૬/૨૦૨૫ (૨૩:૫૯ કલાક સુધી)

લાયકાત માપદંડ

  • શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્ર (Chemistry), બાયોકેમિસ્ટ્રી (Biochemistry), માઇક્રોબાયોલોજી (Microbiology), ડેરી કેમિસ્ટ્રી (Dairy Chemistry), એગ્રીકલ્ચર કેમિસ્ટ્રી (Agriculture Chemistry), ફૂડ કેમિસ્ટ્રી (Food Chemistry), ફૂડ ટેકનોલોજી (Food Technology), ફૂડ અને ન્યુટ્રીશન (Food and Nutrition), ફૂડ સાયન્સ (Food Science), બાયોસાયન્સ (Bioscience), બાયોટેકનોલોજી (Biotechnology) માં B.Sc. ની ડિગ્રી અથવા B.Tech Food/Dairy/Oil Technology, Biotechnology.
  • કોમ્પ્યુટર જ્ઞાન: ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ મુજબ કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું ફરજિયાત છે. (નિમણૂક પહેલા પ્રમાણપત્ર રજૂ કરવું પડશે).
  • ભાષા જ્ઞાન: ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પર્યાપ્ત જ્ઞાન.
  • વયમર્યાદા: તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૩૫ વર્ષથી વધુ નહીં. દિવ્યાંગ ઉમેદવારોને નિયમોનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે (મહત્તમ ૪૫ વર્ષની મર્યાદામાં).

અરજી પ્રક્રિયા

  • સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જાઓ.
  • “Online Application” માં “Apply” પર ક્લિક કરો અને GSSSB પસંદ કરો.
  • જાહેરાત ક્રમાંક: ૩૧૪/૨૦૨૫૨૬, આસીસ્ટંટ (લેબ), વર્ગ-૩ સંવર્ગની જાહેરાત શોધી “Apply” પર ક્લિક કરો.
  • “Apply now” પર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે. “Skip” પર ક્લિક કરીને અરજી ફોર્મેટ ખોલો અને “Personal Details” ભરો.
  • ત્યારબાદ “Educational Details” ભરો.
  • “Assurance” (બાંહેધરી) માં દર્શાવેલ શરતો સ્વીકારી “Yes” પસંદ કરી “Save” પર ક્લિક કરો.
  • “Save” પર ક્લિક કરવાથી તમારો “Application Number” જનરેટ થશે, જે સાચવીને રાખવાનો રહેશે.
  • હવે “Upload Photograph” પર ક્લિક કરીને તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો. ફોટો અને સહી અપલોડ કરો (ફોટો: 5 સે.મી. ઊંચાઈ, 3.6 સે.મી. પહોળાઈ; સહી: 2.5 સે.મી. ઊંચાઈ, 7.5 સે.મી. પહોળાઈ, JPG ફોર્મેટમાં 15kb થી વધુ નહીં).
  • અંતે, “Confirm Application” પર ક્લિક કરીને તમારી અરજી કન્ફર્મ કરો. એકવાર કન્ફર્મ થયા પછી અરજીમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં.

આ પણ વાંચો : Indian Coast Guard Recruitment 2025: 10/12 પાસ માટે 630+ જગ્યાઓ, પગાર ₹49,600 સુધી!

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિયલ જાહેરાત (PDF)અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
GSSSB અધિકૃત વેબસાઇટઅહીં ક્લિક કરો
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment