GSSSB MPHW (Male) Recruitment 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના અધિક નિયામક (જાહેર આરોગ્ય) ની કચેરી માટે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ), વર્ગ-૩ ની કુલ ૨૫૪ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
લાયકાત ધરાવતા પુરૂષ ઉમેદવારો OJAS ની અધિકૃત વેબસાઇટ પર જઈને નિયત સમયમર્યાદામાં ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી અંગેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને પરીક્ષા પદ્ધતિની વિગતો નીચે મુજબ છે.
GSSSB MPHW ભરતી ૨૦૨૬: મુખ્ય વિગતો
| સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| પોસ્ટનું નામ | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ), વર્ગ-૩ |
| કુલ જગ્યાઓ | ૨૫૪ |
| અરજી શરૂ થવાની તારીખ | ૦૭/૦૩/૨૦૨૬ (સાંજે ૧૮:૦૦ થી) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ૨૧/૦૩/૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ સુધી) |
| અરજી ફી ભરવાની છેલ્લી તારીખ | ૨૪/૦૩/૨૦૨૬ |
| પરીક્ષા ફી | ₹ ૧૦૦/- (અનામત વર્ગ માટે ફી નથી) |
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
- શૈક્ષણિક લાયકાત:
- ઉમેદવાર ધોરણ-૧૨ (Higher Secondary School Certificate) પાસ હોવો જોઈએ.
- સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) અથવા સેનિટરી ઇન્સ્પેક્ટર (SI) નો કોર્સ પાસ કરેલ હોવો જોઈએ.
- કોમ્પ્યુટર અંગેનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
- વય મર્યાદા: ૧૮ થી ૩૪ વર્ષ (વય મર્યાદામાં છૂટછાટ નિયમોનુસાર મળવાપાત્ર થશે).
પરીક્ષા પદ્ધતિ (Examination Pattern)
આ ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા કુલ ૧૫૦ ગુણની રહેશે અને તેનો સમય ૨ કલાકનો રહેશે. પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ (૦.૨૫) પદ્ધતિ અમલમાં રહેશે.
| વિષય | ગુણ |
|---|---|
| ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય | ૨૦ |
| અંગ્રેજી વ્યાકરણ | ૧૦ |
| જનરલ નોલેજ અને કરંટ અફેર્સ | ૨૦ |
| તાંત્રિક વિષય (MPHW/SI ને લગતું જ્ઞાન) | ૧૦૦ |
| કુલ ગુણ | ૧૫૦ |
કેવી રીતે અરજી કરવી?
- સૌ પ્રથમ OJAS ની વેબસાઇટ ojas.gujarat.gov.in પર જાઓ.
- ‘Online Application’ પર ક્લિક કરી ‘Apply’ વિકલ્પ પસંદ કરો.
- GSSSB વિભાગ પસંદ કરી MPHW (Male) ની જાહેરાત સામે ‘Apply Now’ પર ક્લિક કરો.
- તમારી બધી વિગતો ભરો અને ફોટો-સહી અપલોડ કરો.
- ફોર્મ કન્ફર્મ કર્યા બાદ જો ફી લાગુ પડતી હોય તો ઓનલાઇન પેમેન્ટ કરો.
અગત્યની લિંક
| અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ | Click Here |
| સત્તાવાર નોટિફિકેશન PDF | Download Now |
| ઓનલાઇન અરજી કરવાની લિંક | Apply Online |