ગુજરાત હાઈકોર્ટે કાયદાકીય સહાયક (Legal Assistant) પદ માટે ભરતી જાહેર કરી છે. કુલ 23 ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો 01 મે 2025થી ઓનલાઈન અરજી કરી શકે છે. પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ દ્વારા થશે.
ગુજરાત હાઈકોર્ટ ભરતી 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 19 મે 2025 છે. આ ભરતી માટે ઉમેદવારની ઉંમર વધુમાં વધુ 26 વર્ષ હોવી જોઈએ. ફી રૂ. 500 અને બેંક ચાર્જ છે. ઉમેદવાર પાસે કાયદાની ડિગ્રી હોવી આવશ્યક છે અને તેઓને ગુજરાતી ભાષાનો જ્ઞાન હોવો જોઈએ.
Gujarat High Court Recruitment 2025
સંસ્થા
ગુજરાત હાઈકોર્ટ
પોસ્ટનું નામ
લીગલ આસિસ્ટન્ટ
કુલ જગ્યા
23
નોકરી સ્થળ
ગુજરાત
ફોર્મ શરુ થવાની તારીખ
01 મે 2025
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
19 મે 2025
ફી ભરવાની છેલ્લી તારીખ
19 મે 2025
અરજી કરવાની રીત
ઓનલાઇન
પગાર ધોરણ
₹60,000 પ્રતિ મહિનો
Gujarat High Court Recruitment 2025 જગ્યાઓ
પોસ્ટનું નામ
જગ્યા
લીગલ આસિસ્ટન્ટ
23
Gujarat High Court Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
યુજીસી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 55% ગુણ સાથે કાયદાની ડિગ્રી હોવી જોઈએ.
અંતિમ વર્ષના LLB વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે, પરંતુ નિયુક્તિ પહેલા પાસ થવા જરૂરી છે.
Gujarat High Court Recruitment 2025 ઉંમર મર્યાદા
વિગત
ઉંમર
ન્યુનતમ ઉંમર
20 વર્ષ
મહત્તમ ઉંમર
26 વર્ષ
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
Gujarat High Court Recruitment 2025 અરજી ફી
વર્ગ
ફી
સૌ ઉમેદવારો માટે
₹500 + બેંક ચાર્જીસ
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.
Gujarat High Court Recruitment 2025 પસંદગી પ્રક્રિયા
લખિત પરીક્ષા (MCQ) – કુલ 100 ગુણ
સમયગાળો: 2 કલાક
ભાષા: અંગ્રેજી
નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ માટે -0.25 ગુણ
વિષયોની યાદી:
ભારતનું બંધારણ
સિવિલ અને ફોજદારી કાયદાઓ (નવી ભારતીય સંહિતાઓ સહિત)
કોન્ટ્રાક્ટ, સંપત્તિ, પુરાવા અને મર્યાદા અધિનિયમ
સામાન્ય જ્ઞાન, અંગ્રેજી, કમ્પ્યુટર અને IQ
ઇન્ટરવ્યુ (Viva Voce) – કુલ 50 ગુણ
લખિત પરીક્ષામાં 50% કે તેથી વધુ સ્કોર કરનાર ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે
ઇન્ટરવ્યૂમાં પણ ઓછામાં ઓછા 50% ગુણ લાવવા ફરજિયાત છે
Gujarat High Court Recruitment 2025 અગત્યની તારીખો
કાર્યક્રમ
તારીખ
ફોર્મ શરુ થવાની તારીખ
01 મે 2025 (બપોરે 12 વાગે)
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
19 મે 2025 (રાતે 11:59 વાગ્યા સુધી)
લખિત પરીક્ષા (MCQ)
15 જૂન 2025 (રવિવાર)
ઇન્ટરવ્યૂ તારીખ
જુલાઈ/ઓગસ્ટ 2025 (અંદાજિત)
Gujarat High Court Recruitment 2025 પગાર ધોરણ
પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 60,000 નો નિશ્ચિત પગાર મળશે.
આ પગાર કરાર આધારિત નોકરી માટે છે જેની અવધિ 11 મહિના હશે, અને જરૂર મુજબ તેને વધુ 11 મહિના માટે લંબાવવામાં આવી શકે છે.
Gujarat High Court Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
Gujarat High Court Recruitment 2025 માટે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
પ્રશ્ન: Gujarat High Court Recruitment 2025 માટે કોણ અરજી કરી શકે? જવાબ: 55% ગુણ સાથે કાયદાની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અથવા અંતિમ વર્ષના LLB વિદ્યાર્થી જે પસંદગી પહેલા પાસ થઈ શકે.
પ્રશ્ન: લીગલ આસિસ્ટન્ટ માટે માસિક પગાર કેટલો છે? જવાબ: પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને ₹60,000 નિશ્ચિત પગાર મળશે.
પ્રશ્ન: અરજી કેવી રીતે કરવી? જવાબ: અરજી માત્ર ઓનલાઈન HC-OJAS પોર્ટલ દ્વારા કરી શકાય છે.
પ્રશ્ન: શું લેખિત પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે? જવાબ: હા, દરેક ખોટા જવાબ માટે -0.25 ગુણ કપાશે.
પ્રશ્ન: નોકરીની અવધિ કેટલી રહેશે? જવાબ: આ નોકરી 11 મહિનાની કરાર આધારિત હશે, જે વધુ 11 મહિનાઓ માટે લંબાવી શકાય છે.
પ્રશ્ન: શું હું અંતિમ વર્ષમાં હોઉં તો અરજી કરી શકું? જવાબ: હા, અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે, પરંતુ નિમણૂક પહેલા તેઓએ પાસ થવું ફરજિયાત છે.