સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (OBC) માટે સરકારી છાત્રાલય એડમિશન 2025

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (OBC) માટે સરકારી છાત્રાલય એડમિશન 2025: ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (OBC) તથા આર્થિક રીતે પછાત વર્ગો (બક્ષીપંચ) ના વિદ્યાર્થીઓ માટે સરકારી છાત્રાલયોમાં એડમિશન માટે ઓનલાઇન ફોર્મ શરૂ કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ મફત જમવાની અને રહેવાની સગવડ આપવામાં આવશે. ઓનલાઇન અરજી પ્રક્રિયા 26 મે 2025 થી શરૂ થશે અને 30 જૂન 2025 ના રોજ 23:59 કલાક સુધી ચાલશે. ઉમેદવારોએ https://esamajkalyan.gujarat.gov.in વેબસાઇટ પરથી અરજી કરવાની રહેશે.

આ યોજના ખાસ કરીને OBC અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે છે જેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છે છે. લાયક વિદ્યાર્થીઓએ અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના ધ્યાનથી વાંચી લેવી.

સરકારી છાત્રાલય એડમિશન 2025 વિહંગાવલોકન

યોજનાસામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે સરકારી છાત્રાલય
લાભાર્થીOBC અને આર્થિક રીતે પછાત વર્ગો (બક્ષીપંચ) ના વિદ્યાર્થીઓ
સુવિધાઓમફત જમવાની અને રહેવાની સગવડ
ઓનલાઇન અરજી તારીખ26 મે 2025 થી 30 જૂન 2025 (23:59 કલાક સુધી)
અરજીની રીતઓનલાઇન
સત્તાવાર વેબસાઇટhttps://esamajkalyan.gujarat.gov.in

કોણ એડમિશન ફોર્મ ભરી શકે?

OBC અને આર્થિક રીતે પછાત વર્ગો (બક્ષીપંચ) માં આવતા તમામ વિદ્યાર્થીઓ કે જેઓ નીચેના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરે છે તેઓ આ ફોર્મ ભરી શકશે:

  • મેડિકલ, એન્જીનિયરીંગ, ફાર્મસી ડિગ્રી
  • ડિપ્લોમા
  • આર્ટ્સ, કોમર્સ, સ્નાતક, અનુસ્નાતક
  • ધોરણ 11 અને 12 (તમામ પ્રવાહ)

યોજનાનો હેતુ

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (બક્ષીપંચ) અને આર્થિક રીતે પછાત વર્ગોના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને ઉચ્ચ શિક્ષણની પૂરતી તક આપવાના હેતુથી સરકારી છાત્રાલયો કાર્યરત છે. આ યોજના ખાસ કરીને નીચેના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે:

  • મેડિકલ, એન્જીનિયરીંગ, ફાર્મસી ડિગ્રી
  • ડિપ્લોમા
  • આર્ટ્સ અને કોમર્સના સ્નાતક, અનુસ્નાતક
  • ઉચ્ચ અભ્યાસક્રમો
  • ધોરણ 11 અને 12 (તમામ પ્રવાહ)

નિયમો અને શરતો

  • પ્રવેશની અરજી કરનાર ફ્રેશ (નવા) વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં 60% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ, જ્યારે રીન્યુઅલ (જુના) વિદ્યાર્થીએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.
  • કુમાર તથા કન્યા છાત્રો માટે વાર્ષિક આવક મર્યાદા ₹6.00 લાખ છે.
  • પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થી મૂળ ગુજરાતનો વતની હોવો જોઈએ.
  • છાત્રાલય જે સ્થળે આવેલ હોય તે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે નહીં.
  • છાત્રાલય જે જિલ્લામાં આવેલ હોય તે વિસ્તારની કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને જ પ્રવેશ આપવામાં આવશે.
  • ડિસ્ટન્સ લર્નિંગથી ચાલતા અભ્યાસક્રમોના આધારે છાત્રાલયમાં પ્રવેશ મળશે નહીં.
  • છાત્રાલયની માન્ય સંખ્યા અને મકાનની ક્ષમતા ધ્યાને રાખી પ્રથમ રીન્યુઅલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ ખાલી રહેતી જગ્યાઓ પર ફ્રેશ વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
  • પ્રવેશ મેળવવા અરજી કરનાર વિદ્યાર્થી/વિદ્યાર્થીનીની ઉંમર અરજીના વર્ષના જુલાઈ માસની પ્રથમ તારીખના રોજ 25 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.

જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • વિદ્યાર્થીનું આધાર કાર્ડ
  • સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ જાતિનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચૂંટણી કાર્ડ/રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
  • કુટુંબની વાર્ષિક આવકનો દાખલો
  • ફ્રેશ વિદ્યાર્થીએ નીચે મુજબનું પરીણામ અપલોડ કરવાનું રહેશે:
    • ધો.11/12માં પ્રવેશ માટે ધો.10નું પરીણામ
    • ડિપ્લોમા પાસ કરી ડિગ્રીમાં પ્રવેશ માટે ડિપ્લોમાનું પરીણામ
    • સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે ધો.12નું પરીણામ
    • અનુસ્નાતક અભ્યાસક્રમ માટે સ્નાતકનું પરીણામ
  • રીન્યુઅલ વિદ્યાર્થીએ ગત વાર્ષિક પરીક્ષામાં છેલ્લા બે સેમેસ્ટરની સરેરાશ 50% કે તેથી વધુ ગુણ (અથવા સમકક્ષ ગ્રેડ) નું પરીણામ અપલોડ કરવાનું રહેશે.
  • વિદ્યાર્થીના બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ
  • શાળા/કોલેજમાં પ્રવેશ મળ્યાની ફી પહોંચ અથવા પત્ર
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • વિકલાંગતાનું પ્રમાણપત્ર (જો વિકલાંગ હોય તો)
  • વિધવા/ત્યક્તાના બાળક હોવાનું પ્રમાણપત્ર (જો લાગુ હોય)
  • અનાથ બાળક હોવાનું પ્રમાણપત્ર (જો લાગુ હોય)

સરકારી છાત્રાલય એડમિશન 2025 માટે અરજી કઈ રીતે કરવી?

  1. સૌ પ્રથમ, વિદ્યાર્થીએ https://esamajkalyan.gujarat.gov.in વેબસાઇટ પર જવું.
  2. વેબસાઇટ પર “Registration” ઓપ્શન પસંદ કરીને રજીસ્ટ્રેશન કરો. રજીસ્ટ્રેશન લિંક: અહીં ક્લિક કરો.
  3. રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યા બાદ, લૉગિન લિંક પરથી લૉગિન કરો.
  4. લૉગિન કર્યા બાદ, “સરકારી છાત્રાલય એડમિશન 2025” ફોર્મ પસંદ કરો.
  5. જરૂરી વિગતો જેમ કે નામ, શૈક્ષણિક લાયકાત, સંપર્ક વિગતો વગેરે ભરો.
  6. જરૂરી ડોક્યુમેન્ટ્સ (ફોટો, આધાર કાર્ડ, જાતિ દાખલો, પરીણામ વગેરે) અપલોડ કરો.
  7. ફોર્મ ચકાસીને સબમિટ કરો.
  8. અરજી સબમિટ કર્યા બાદ, તેની એક નકલ ડાઉનલોડ કરીને સાચવી રાખો.

મહત્વની લિંક્સ

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:અહીં ક્લિક કરો
સત્તાવાર સૂચના PDF:અહીં ક્લિક કરો
ઓનલાઇન રજીસ્ટ્રેશન:અહીં ક્લિક કરો
લૉગિન:અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે:અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ:અહીં ક્લિક કરો

ખાસ નોંધ: અમે કોઈપણ પ્રકારની નોકરી કે શૈક્ષણિક સુવિધા આપતા નથી. અમે માત્ર સરકારી જાહેરાતના આધારે માહિતી આપીએ છીએ. કોઈપણ અરજી કરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી સત્તાવાર સૂચના ખાસ વાંચી લેવી, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.

 

Leave a Comment