Indian Army Women Agniveer Recruitment 2026: ભારતીય સેના દ્વારા મહિલા મિલિટરી પોલીસ (WMP) માં અગ્નિવીર જનરલ ડ્યુટીની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને હરિયાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને ચંદીગઢની અપરિણીત મહિલા ઉમેદવારો માટે છે.
મહત્વની તારીખો (Important Dates)
| ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ | 13 ફેબ્રુઆરી 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 01 એપ્રિલ 2026 |
| ઓનલાઇન પરીક્ષા (CEE) | 01 જૂન થી 15 જૂન 2026 (સંભવિત) |
પાત્રતા અને લાયકાત (Eligibility Criteria)
- શૈક્ષણિક લાયકાત: ધોરણ 10 (મેટ્રિક) પાસ, કુલ 45% માર્કસ સાથે અને દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% માર્કસ હોવા જોઈએ.
- ઉંમર મર્યાદા: 17.5 થી 22 વર્ષ. (ઉમેદવારનો જન્મ 01 જુલાઈ 2005 થી 01 જુલાઈ 2009 ની વચ્ચે થયેલો હોવો જોઈએ) .
- વૈવાહિક સ્થિતિ: માત્ર અપરિણીત મહિલાઓ જ અરજી કરી શકે છે. જોકે, સંતાન વગરની વિધવાઓ અથવા છૂટાછેડા લીધેલ મહિલાઓ પણ શરતોને આધીન પાત્ર છે.
શારીરિક ધોરણો (Physical Standards)
- ઊંચાઈ (Height): ઓછામાં ઓછી 162 સેમી.
- વજન (Weight): ઊંચાઈ અને ઉંમરના પ્રમાણમાં (BMI મુજબ).
- છાતી (Chest): 5 સેમી ફૂલાવવાની ક્ષમતા હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા (Selection Process)
- ફેઝ-1: ઓનલાઇન કોમન એન્ટ્રન્સ એક્ઝામ (CEE).
- ફેઝ-2: રિક્રુટમેન્ટ રેલી (શારીરિક ક્ષમતા કસોટી, મેડિકલ ટેસ્ટ અને દસ્તાવેજ ચકાસણી).
પગાર અને અન્ય લાભો (Seva Nidhi Package)
4 વર્ષના સેવાકાળ દરમિયાન માસિક પગાર (₹30,000 થી ₹40,000 સુધી) અને સેવા પૂર્ણ થયા બાદ અંદાજે ₹10.04 લાખનું ‘સેવા નિધિ’ પેકેજ વ્યાજ સાથે આપવામાં આવશે. આ ઉપરાંત, 48 લાખનું જીવન વીમા કવચ પણ મળવાપાત્ર છે.
અગત્યની લિંક્સ
| સત્તાવાર વેબસાઇટ | Join Indian Army |
| Notification PDF | અહીંથી ડાઉનલોડ કરો |
| અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ | Join Now |