Kamdhenu University Recruitment 2025 : કામધેનુ યુનિવર્સીટી સંલગ્ન શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ સંચાલિત સ્વનિર્ભર પશુપાલન પોલિટેકનિક, ખડસલી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે લાયક ઉમેદવારોને ઓનલાઈન ઇન્ટરવ્યુ (Google Meet) માં હાજર રહેવા જણાવવામાં આવે છે.
જે ઉમેદવારો શૈક્ષણિક અને પશુપાલન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છે છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે. આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે પોસ્ટના નામ, કુલ જગ્યાઓ, લાયકાત અને ઇન્ટરવ્યુની વિગતો અહીં આપેલી છે. તો ઇન્ટરવ્યુમાં હાજર રહેતા પહેલા આ માહિતી એક વાર ધ્યાનપૂર્વક જરૂરથી વાંચો.