Kutch District Teacher Recruitment 2026: કચ્છ જિલ્લાની અન્ય માધ્યમની (ગુજરાતી માધ્યમ સિવાયની) સરકારી પ્રાથમિક શાળાઓમાં જ્યાં સુધી શિક્ષકોની કાયમી નિમણૂંક ન થાય ત્યાં સુધી, વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યને ધ્યાને રાખીને સ્થાનિક કક્ષાએથી હંગામી ધોરણે ઉમેદવારો ભરવા માટેની મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
આ ભરતી પ્રક્રિયા શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) અને આચાર્ય દ્વારા સ્થાનિક સ્તરે જ પૂર્ણ કરવામાં આવશે. રસ ધરાવતા લાયક ઉમેદવારોએ જે તે શાળામાં રૂબરૂ જઈને નિર્ધારિત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
ભરતી પ્રક્રિયાનું સમયપત્રક (Schedule)
| વિગત | તારીખ |
|---|---|
| શાળા કક્ષાએ નોટિસ બોર્ડ પર જાહેરાત પ્રસિદ્ધ કરવી | ૦૫/૦૩/૨૦૨૬ થી ૦૭/૦૩/૨૦૨૬ |
| ઉમેદવારો દ્વારા શાળા કક્ષાએ અરજી કરવાની મુદત | ૦૯/૦૩/૨૦૨૬ થી ૧૪/૦૩/૨૦૨૬ |
| અરજીઓની ચકાસણી અને મેરિટ મુજબ નિમણૂંક આપવી | ૧૬/૦૩/૨૦૨૬ થી ૧૭/૦૩/૨૦૨૬ |
| પસંદ થયેલ ઉમેદવારે શાળામાં હાજર થવાનો સમયગાળો | ૧૮/૦૩/૨૦૨૬ થી ૨૫/૦૩/૨૦૨૬ |
ભરતીની મુખ્ય શરતો અને વિગતો
- માધ્યમ: આ ભરતી માત્ર અન્ય ભાષાના માધ્યમની (દા.ત. હિન્દી, અંગ્રેજી વગેરે) શાળાઓ માટે જ છે.
- અરજી ક્યાં કરવી: ઉમેદવારે જે તે શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી, શાળા કક્ષાએ જ અરજી કરવાની રહેશે.
- પસંદગી પ્રક્રિયા: શાળા કક્ષાએ આવેલી અરજીઓની ચકાસણી કર્યા બાદ લાયકાતના મેરિટ મુજબ નિમણૂંક આપવામાં આવશે.
- નિમણૂંકનો પ્રકાર: આ નિમણૂંક તદ્દન હંગામી ધોરણે છે. જેવી તે જગ્યા પર કાયમી શિક્ષકની નિમણૂંક થશે, તેવી જ આ હંગામી નિમણૂંક આપોઆપ રદ ગણાશે.
ઉમેદવારો માટે સૂચના
ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો (માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ વગેરે) ની નકલો સાથે નિર્ધારિત તારીખમાં શાળાનો સંપર્ક કરવો. આ ભરતી અંગેની વધુ વિગતો સંબંધિત શાળાના નોટિસ બોર્ડ પરથી જાણી શકાશે.
અગત્યની લિંક
| અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ | Click Here |
| સત્તાવાર પરિપત્ર ડાઉનલોડ કરો | Click Here |
| કચ્છ જિલ્લા પંચાયત વેબસાઇટ | Visit Site |