Kutch Vidya Sahayak Recruitment 2025: કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ -ગુજરાતી માધ્યમ) ની સીધી ભરતી માટે સરકારશ્રી દ્વારા તા.૩૦/૦૪/૨૦૨૫ના પત્રથી મંજૂર થયેલ જગ્યાઓ ઉપર નિમણૂંક માટે મેરીટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ના ઠરાવ તેમજ વખતો વખતના સુધારા ઠરાવથી નિયત થયેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાતની જોગવાઈઓ અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક:GH/SH/02/PRE/11-૨૦૧૬/SF-૬/K, તા.૨૦/૦૧/૨૦૧૭ ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વયે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.