RMC Apprentice Recruitment 2025 : રાજકોટ મહાનગરપાલિકા માં આવી એપ્રેન્ટીસની 825 જગ્યાઓ પર ભરતી

RMC Apprentice Recruitment 2025 : શું તમે નોકરી ની શોધમાં છો? તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ રાજકોટમાં એક નવી ભરતી વિશેની માહિતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટીસની 800 થી વધુ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની શરૂઆત 13મી જાન્યુઆરી 2025 થી થઈ છે અને છેલ્લી તારીખ 31મી જાન્યુઆરી 2025 છે.

આ ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ ફોર્મ ને ઓફલાઈન પણ સબમીટ કરવું પડશે. આ ભરતી વિશેની અન્ય માહિતી આપેલી છે. જો તમે આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોવ તો અહીં આપેલી માહિતી અને ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.

RMC Apprentice Recruitment 2025

સંસ્થારાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
કુલ જગ્યા825
નોકરી સ્થાનરાજકોટ, ગુજરાત
ફોર્મ શરુ થવાની તારીખ13 જાન્યુઆરી 2025
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31 જાન્યુઆરી 2025
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણસરકારી નિયમો મુજબ

જગ્યાઓ

પોસ્ટનું નામજગ્યાઓ
એપ્રેન્ટિસ825

RMC Apprentice Recruitment 2025 શૈક્ષણિક લાયકાત

RMC ભરતી 2025 માટે અરજદારોએ ITI કોર્સ પૂર્ણ કરેલો હોવો જરૂરી છે. ગુજરાત સરકારની માન્યતા પ્રાપ્ત ITI સંસ્થા માંથી જગ્યા મુજબ કોર્ષ પૂર્ણ કરેલો હોવો જોઈએ.

RMC Apprentice Recruitment 2025 ઉંમર મર્યાદા

વિગતઉંમર
ન્યુનતમ ઉંમર20 વર્ષ
મહત્તમ ઉંમર30 વર્ષ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

RMC Apprentice Recruitment 2025 અરજી ફી

અરજી ફી વિશેની માહિતી ફોર્મ ભરતી વખતે મળી જશે.

પસંદગી પ્રક્રિયા

RMC ભરતી 2025 માટે પસંદગી પ્રક્રિયા નીચે આપેલ પ્રકારે રહેશે:

  1. ઉમેદવારોને ITI પરિણામ અને અન્ય યોગ્યતા આધારે સિલેક્ટ કરવામાં આવશે.
  2. પસંદગી પછી, ઉમેદવારોએ પ્રશિક્ષણ માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે જોડાવા માટે એપ્રેન્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવશે.
  3. નિયત પાત્રતા ધરાવતા ઉમેદવારોને મેરીટના અગ્રતાક્રમ મુજબ ખાલી જગ્યા પર તાલીમ માટે રાખવામાં આવશે, સમયાંતરે ખાલી પડતી જગ્યાઓ પર મેરીટ મુજબ વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરીને એપ્રેન્ટીસોને તાલીમ માટે રાખવામાં આવશે.

RMC Apprentice Recruitment 2025 પગાર ધોરણ (Stipend)

પસંદગી પામેલ એપ્રેન્ટીસોને સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું ?

  1. ઉમેદવારોએ www.rmc.gov.in વેબસાઈટ પર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  2. ત્યારબાદ ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે અરજી ફોર્મમાં દર્શાવેલ જરૂરી ડોક્યુમેન્ટ્સની સ્વપ્રમાણિત નકલ જોડીને આસી.મેનેજરશ્રી, મહેકમ શાખા, રૂમ નં.૧, બીજો માળ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦૦૦૧ નાં સરનામે રૂબરૂ તા.૦૭/૦૨/૨૦૨૫ સુધીમાં કચેરી કામકાજ દિવસ અને સમય મુજબ (સવારે ૧૦.૩૦ થી સાંજે ૦૬.૧૦) રજુ કરવાના રહેશે.
  3. ઓનલાઈન અરજી કર્યા બાદ ઉપર જણાવેલ વિગતે નિયત સમયમર્યાદામાં ડોકયુમેન્ટ જમા/રજુ ન કરનાર ઉમેદવારોને આગળની પ્રક્રિયા માટે ગેરલાયક ગણવામાં આવશે.
  4. સંબધિત ટ્રેડમાં ફક્ત આઈ.ટી.આઈ પાસ ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે.
  5. અગાઉ કોઈપણ ટ્રેડમાં રાજકોટ મહાનગરપાલિકા કે અન્ય સંસ્થા ખાતેથી એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહિ. જો આવા કોઈ ઉમેદવાર માલુમ પડશે તો તેઓ એપ્રેન્ટીસશીપ માટે ગેરલાયક ઠરશે.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment