RNSB Recruitment 2025 : શું તમે બેંકિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગો છો અને મુંબઈમાં નોકરી શોધી રહ્યા છો? તો તમારા માટે રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ (RNSB) દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. RNSB દ્વારા સિનિયર એક્ઝિક્યુટિવની પોસ્ટ માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
આ ભરતી પ્રક્રિયા ઓનલાઈન રહેશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 24 જૂન 2025 છે. જો તમે સંબંધિત લાયકાત અને અનુભવ ધરાવો છો, તો આ તમારા માટે એક સુવર્ણ તક છે. RNSB સિનિયર એક્ઝિક્યુટિવ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે, તો ફોર્મ ભરતા પહેલા બધી જ વિગતો ધ્યાનપૂર્વક વાંચી લો.
RNSB Recruitment 2025
સંસ્થાનું નામ | રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ (RNSB) |
પોસ્ટનું નામ | સિનિયર એક્ઝિક્યુટિવ |
કુલ જગ્યાઓ | (નોટિફિકેશનમાં દર્શાવ્યા મુજબ) |
નોકરીનું સ્થળ | મુંબઈ |
અરજી શરૂ થવાની તારીખ | 17 જૂન 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 24 જૂન 2025 |
અરજી મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | jobs.rnsbindia.com |
RNSB Recruitment 2025 : વય મર્યાદા
વધુમાં વધુ ઉંમર | 45 વર્ષ |
વયમાં છૂટછાટ | નિયમો મુજબ (વધુ વિગત માટે સત્તાવાર નોટિફિકેશન જુઓ) |
RNSB Recruitment 2025 : શૈક્ષણિક લાયકાત અને અનુભવ
લાયકાત | અનુભવ |
---|---|
ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ (આર્ટસ સિવાય) | નેશનલાઇઝ્ડ બેંકમાં ક્લાર્ક તરીકે 5 વર્ષનો અનુભવ OR Urban Co-Operative Bank માં ક્લાર્ક તરીકે 5 વર્ષનો અનુભવ (ન્યૂનતમ ₹ 75 કરોડ કે તેથી વધુનું ટર્નઓવર) OR નામાંકિત ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુટમાં સુપરવાઇઝરી કેડરમાં 5 વર્ષનો અનુભવ (જેમાંથી 4 વર્ષ ન્યૂનતમ ₹ 100 કરોડ કે તેથી વધુનું ટર્નઓવર ધરાવતી સંસ્થામાં) |
ગ્રેજ્યુએટ (આર્ટસ સિવાય) | અર્બન કો-ઓપરેટિવ બેંક અથવા નામાંકિત ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુટમાં ક્લરીકલ અથવા તેનાથી ઉપરની પોસ્ટ પર 10 કે તેથી વધુ વર્ષનો અનુભવ |
પોસ્ટ ગ્રેજ્યુએટ (આર્ટસ સિવાય) (2 વર્ષનો કોર્સ) | નેશનલાઇઝ્ડ/કો-ઓપરેટિવ બેંકમાં 2 વર્ષનો સુપરવાઇઝરી અનુભવ (ન્યૂનતમ ₹ 100 કરોડ કે તેથી વધુનું ટર્નઓવર) OR કોઈપણ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુટમાં સુપરવાઇઝરી કેડરમાં એક્ઝિક્યુટિવ તરીકે 5 વર્ષનો અનુભવ |
CA/ઇન્ટર CA | કોઈ અનુભવ જરૂરી નથી |
નોંધ: બેંકિંગ/એકાઉન્ટિંગ સોફ્ટવેર અને કમ્પ્યુટર ફંડામેન્ટલનું જ્ઞાન આવશ્યક છે. JAIIB અથવા CAIIB હોવું ઇચ્છનીય છે.
પગાર ધોરણ
આ જગ્યા ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટ પર ભરવામાં આવશે અને શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારે એકીકૃત ફિક્સ પગાર આપવામાં આવશે.
RNSB Recruitment 2025 : અગત્યની તારીખો
ફોર્મ શરૂ થવાની તારીખ | 17 જૂન 2025 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 24 જૂન 2025 |
RNSB Recruitment 2025 માં અરજી કઈ રીતે કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો નીચેના પગલાંઓ અનુસરીને ઓનલાઈન અરજી કરી શકે છે:
- સત્તાવાર RNSB વેબસાઇટ jobs.rnsbindia.com ની મુલાકાત લો.
- “Current Openings” વિભાગમાં જાઓ.
- સિનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ માટેની જાહેરાત શોધો અને તેના પર ક્લિક કરો.
- ઓનલાઈન અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરો.
- જરૂરી દસ્તાવેજો અને ફોટોગ્રાફ અપલોડ કરો.
- અરજી સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટઆઉટ લો.
અગત્યની લિંક
વધુ માહિતી / અરજી કરવા માટે: | Click Here |
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |