SMC Recruitment 2025

SMC Recruitment 2025 : શું તમે મેડિકલ ટેક્નિશિયન તરીકે સુરતમાં નોકરી શોધી રહ્યા છો? તો તમારા માટે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા એક સુવર્ણ તક લઈને આવ્યા છીએ! સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે “સિટી સ્કેન એન્ડ એમ.આર.આઈ. ટેક્નિશિયન (કરાર આધારિત)” ની 01 જગ્યા માટે વોક-ઇન-ઇન્ટરવ્યુની જાહેરાત કરવામાં આવી છે.

આ ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા નથી, સીધા ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી કરવામાં આવશે. જો તમે સંબંધિત લાયકાત અને અનુભવ ધરાવો છો, તો આ તમારા માટે એક ઉત્તમ તક છે. SMC સિટી સ્કેન અને MRI ટેક્નિશિયન ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે, તો ઇન્ટરવ્યુમાં હાજર રહેતા પહેલા બધી જ વિગતો ધ્યાનપૂર્વક વાંચી લો.

SMC Recruitment 2025

સંસ્થાસુરત મહાનગરપાલિકા (SMC)
પોસ્ટનું નામસિટી સ્કેન અને MRI ટેક્નિશિયન (કરાર આધારિત)
કુલ જગ્યા01
નોકરી સ્થાનસુરત, ગુજરાત (સ્મીમેર હોસ્પિટલ)
પગાર ધોરણ₹ 40,000/- પ્રતિ માસ (ફિક્સ)
ભરતીનો પ્રકારકરાર આધારિત (11 માસ માટે)
પસંદગી પ્રક્રિયાવોક-ઇન-ઇન્ટરવ્યુ
ઇન્ટરવ્યુ તારીખ21 જૂન 2025
ઇન્ટરવ્યુ સમયસવારે 09:00 થી 11:00 કલાક
અરજી કરવાની રીતસીધા ઇન્ટરવ્યુમાં હાજર રહેવું અને રજીસ્ટ્રેશન કરાવવું
અધિકૃત વેબસાઇટwww.suratmunicipal.gov.in

SMC Recruitment 2025 જગ્યાઓ અને શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામજગ્યાની સંખ્યાશૈક્ષણિક લાયકાત અને અનુભવ
સિટી સ્કેન અને MRI ટેક્નિશિયન01B.Sc. (Physics) માન્ય યુનિવર્સિટીમાંથી તથા Post B.Sc Radiographer / Radioimaging Technician નો કોર્સ કરેલો હોવો જોઈએ.

અથવા

B.Sc. in Medical Imaging Technology માન્ય યુનિવર્સિટીમાંથી કરેલું હોવું જોઈએ.

અનુભવ: CT/MRI સેન્ટરમાં 2 વર્ષનો અનુભવ.

SMC Recruitment 2025 માટે ઉંમર મર્યાદા

મહત્તમ ઉંમર45 વર્ષથી વધુ નહીં
ઉંમરમાં છૂટછાટસરકારશ્રીના ધારાધોરણ મુજબ (વધુ વિગત માટે સત્તાવાર સૂચના જુઓ)

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

અરજી ફી

આ ભરતી માટે કોઈ અરજી ફી ભરવાની નથી કારણ કે પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુ દ્વારા થશે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુમાં તેમના પ્રદર્શન અને લાયકાતના આધારે કરવામાં આવશે.

અગત્યની તારીખો

ઇન્ટરવ્યુ તારીખ21 જૂન 2025
ઇન્ટરવ્યુ સમયસવારે 09:00 થી 11:00 કલાક (આ સમય દરમિયાન સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે)

પગાર ધોરણ

પસંદગી પામેલા ઉમેદવારને ₹ 40,000/- (ચાલીસ હજાર રૂપિયા) પ્રતિ માસ ફિક્સ મહેનતાણું મળવાપાત્ર રહેશે. અન્ય કોઈ ભથ્થાં કે નાણાકીય લાભ ચૂકવવામાં આવશે નહીં.

SMC Recruitment 2025 માં ઇન્ટરવ્યુ ક્યાં આપવો?

લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારોએ નિર્ધારિત તારીખ અને સમયે નીચે આપેલા સરનામે રૂબરૂ હાજર રહીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

ઇન્ટરવ્યુ સ્થળ:

પાંચમો માળ, ન્યુ એનેક્ષી બિલ્ડીંગ,
મધ્યસ્થ મહેકમ (રિક્રૂટમેન્ટ) વિભાગ,
સુરત મહાનગરપાલિકા,
સુરત.

ઉમેદવારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ (જો લાગુ હોય તો), જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

અગત્યની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
SMC અધિકૃત વેબસાઇટ:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

 

Leave a Comment