માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26 જાહેર, ધોરણ 9 ના વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ – SSE Scholarship Exam 2025

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા “પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૫-૨૬” ની જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષાનો મુખ્ય હેતુ શહેરી, ગ્રામ્ય અને ટ્રાયબલ વિસ્તારના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શોધીને તેમને શિષ્યવૃત્તિ દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ લેખમાં આપણે ખાસ કરીને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા વિશે વિગતવાર માહિતી મેળવીશું.

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા: મહત્વપૂર્ણ તારીખો

આ પરીક્ષા સંબંધિત તમામ મહત્વની તારીખો નીચે મુજબ છે, જે દરેક વિદ્યાર્થી અને વાલીએ ખાસ નોંધ લેવી: 

  • જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખ: ૨૪/૦૯/૨૦૨૫
  • ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો: ૦૧/૧૦/૨૦૨૫ થી ૧૫/૧૦/૨૦૨૫
  • ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો: ૦૧/૧૦/૨૦૨૫ થી ૧૬/૧૦/૨૦૨૫
  • પરીક્ષાની સંભવિત તારીખ: ૨૯/૧૧/૨૦૨૫

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટેની લાયકાત

જે વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપવા ઇચ્છતા હોય, તેમના માટે નીચે મુજબની લાયકાત નક્કી કરવામાં આવી છે:

  • અભ્યાસ: વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ ૯ માં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • શાળાનો પ્રકાર: સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓ, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે.
  • પૂર્વ લાયકાત: વિદ્યાર્થીએ ધોરણ ૮ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ અથવા તેને સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ.

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાનો અભ્યાસક્રમ અને માળખું

  • અભ્યાસક્રમ: માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ ધોરણ ૯ ના ઓક્ટોબર-૨૦૨૫ સુધીના પાઠ્યક્રમ પર આધારિત રહેશે.
  • પરીક્ષાનું માધ્યમ: પ્રશ્નપત્રનું માધ્યમ ફક્ત ગુજરાતી રહેશે.

પ્રશ્નપત્રનું માળખું: 

કસોટીનો પ્રકારપ્રશ્નોગુણકુલ સમય
(૧) ભાષા-સામાન્ય જ્ઞાન100100૧૨૦ મિનિટ
(૨) ગણિત-વિજ્ઞાન100100

નોંધ: અંધ ઉમેદવારોને પરીક્ષામાં નિયમ અનુસાર વધારાનો સમય આપવામાં આવશે.

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ફી અને આવક મર્યાદા

  • પરીક્ષા ફી:
    • ગ્રાન્ટેડ તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી ₹ ૧૦૦/- રહેશે.
    • સરકારી માધ્યમિક શાળાઓ, RMSA શાળાઓ, મોડેલ શાળાઓ, મોડેલ ડે શાળાઓ, Local Body, MSB, Social Welfare Dept. અને Tribal Welfare Dept. માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં.
  • આવક મર્યાદા: આ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે કોઈપણ પ્રકારની આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી.

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની વિગતો

સરકારના ઠરાવ મુજબ, માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં મેરિટમાં આવનાર કુલ ૨૯૦૦ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેનું વિભાજન આ મુજબ છે: ગ્રામ્ય-૧૫૦૦, શહેરી-૧૦૦૦, અને ટ્રાયબલ-૪૦૦. આ પરિક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને માર્કશીટ કે પ્રમાણપત્ર આપવામાં આવે છે.

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું?

અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે. ઉમેદવારોએ www.sebexam.org વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે નીચેના પગલાં અનુસરો:

  1. સૌ પ્રથમ www.sebexam.org વેબસાઇટ ખોલો.
  2. “Apply Online” પર ક્લિક કરો.
  3. “માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯)” સામે આપેલ “Apply Now” પર ક્લિક કરો.
  4. અરજીપત્રકમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો. શાળાનો U-DISE નંબર દાખલ કરવાથી વિદ્યાર્થીની વિગતો આપમેળે આવી જશે.
  5. ધોરણ ૮ ના પરિણામની વિગતો ચોકસાઈપૂર્વક ભરો.
  6. બાંહેધરી પત્રક વાંચીને ટીક કરો અને ફોર્મ “Submit” કરો.
  7. તમારો કન્ફર્મેશન નંબર જનરેટ થશે, જેને સાચવીને રાખો.
  8. ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ ગેટવે (ક્રેડિટ કાર્ડ/એટીએમ કાર્ડ/નેટ બેન્કિંગ/UPI) દ્વારા પરીક્ષા ફી ભરો (જેમને લાગુ પડતું હોય).
  9. ફી ભર્યા પછી ઈ-રસીદની પ્રિન્ટ કાઢી લેવી.

ખાસ નોંધ: અરજીપત્રક ભરતી વખતે વિદ્યાર્થીના નામ, અટક, જન્મ તારીખ જેવી વિગતોમાં કોઈ ભૂલ હોય, તો પહેલા U-DISE માં સુધારો કરાવવો અને પછી જ ફોર્મ ભરવું. પાછળથી બોર્ડ દ્વારા કોઈ સુધારો કરવામાં આવશે નહીં.

આ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે માત્ર આર્થિક સહાય જ નહીં, પરંતુ ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એક મજબૂત પાયો પણ પૂરો પાડે છે. તમામ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ આ તકનો અવશ્ય લાભ લેવો જોઈએ.

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અગત્યની લિંક્સ

વિગતલિંક
ઓફિશિયલ જાહેરાત ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો (ફોર્મ ભરવાની તારીખ 1/10/2025 પછી ચાલુ થશે)
ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિઅહીં ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!