Surveyor Class-3 Recruitment 2025 : ગૌણ સેવા પસંદગી દ્વારા આવી સર્વેયર વર્ગ-3 ભરતી, પગાર ૪૦,૮૦૦ સુધી

Surveyor Class-3 Recruitment 2025 (દિવ્યાંગ ઉમેદવારો માટે) : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળની કમિશનરશ્રી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરી, ગાંધીનગર હસ્તકના “સર્વેયર, વર્ગ-3” સંવર્ગની કુલ-03 જગ્યાઓ ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ (Special Recruitment Drive) હેઠળ ભરવા માટે ઑનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવ્યા છે. જો તમે સંબંધિત ક્ષેત્રમાં લાયકાત ધરાવો છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો આ તમારા માટે એક ઉત્તમ તક છે.

જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા ઇચ્છતા હોવ તો અહીં આપેલી શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી અને પસંદગી પ્રક્રિયા જેવી માહિતી ધ્યાનપૂર્વક વાંચીને જ ફોર્મ ભરો.

Surveyor Class-3 Recruitment 2025 | સર્વેયર, વર્ગ-3 ભરતી 2025

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામસર્વેયર, વર્ગ-3
કુલ જગ્યા03 (ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે)
નોકરી સ્થાનગુજરાત
અરજી શરૂ કરવાની તારીખ23 જૂન 2025 (બપોરે 14:00 કલાક)
અરજી કરવાની છેલ્લી તારીખ30 જૂન 2025 (રાત્રે 23:59 કલાક)
ફી ભરવાની છેલ્લી તારીખ1 જુલાઈ 2025 (રાત્રે 23:59 કલાક)
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણપ્રથમ 5 વર્ષ માટે ₹40,800/- (ફિક્સ), ત્યારબાદ 7મા પગાર પંચ મુજબ ₹29,200 – ₹92,300 (લેવલ-5)

સર્વેયર, વર્ગ-3 ભરતી 2025: જગ્યાઓ

કુલ જગ્યાઓદિવ્યાંગતાના જુથ પ્રમાણે અનામત જગ્યાઓ (LC, AAV, BA*, BL* – મગજના લકવા સહિતની હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલ, વામનતા, એસિડ એટેકનો ભોગ બનેલ અને નબળા સ્નાયુઓ)
0303

નોંધ:

  • આ જાહેરાતમાં દર્શાવેલી જગ્યાઓમાં વધઘટ થવાની શક્યતા રહેલી છે.
  • **BA\* (બંને હાથ) અને BL\* (બંને પગ) માટે ખાસ નોંધ:** આવા ઉમેદવારોની નિમણૂક સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવની શરતોને આધીન રહેશે. તેમને સામાન્ય વ્યક્તિની જેમ હલનચલન કરવા અને ફરજ બજાવવા સક્ષમ હોવા જોઈએ, અને લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ મેડિકલ બોર્ડનો અભિપ્રાય મેળવવામાં આવશે.
  • દિવ્યાંગ ઉમેદવારોને સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ 40% કે તેથી વધુ દિવ્યાંગતાની ટકાવારી ધરાવતા હોવાનું સિવિલ સર્જનનું તબીબી પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે.
  • આ ભરતી ખાસ ભરતી ઝુંબેશ હેઠળ દિવ્યાંગ વ્યક્તિઓની અનામતની ઘટની જગ્યાઓ ભરવા અંગેની હોવાથી, કક્ષાવાર કોઈ અનામત જગ્યાઓ રાખવામાં આવેલ નથી.
  • મહિલાઓ તથા માજી સૈનિક માટે અલગથી અનામત જગ્યાઓ રાખવામાં આવેલ નથી.

Surveyor Class-3 Recruitment 2025 માટે શૈક્ષણિક લાયકાત

  • ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા ટેકનિકલ પરીક્ષા બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત ડિપ્લોમા. અથવા
  • સરકાર માન્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) માંથી સર્વેયર કોર્સનું પ્રમાણપત્ર
  • ગુજરાત સિવિલ સર્વિસીસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ (જનરલ) નિયમો, 1967 માં નિર્ધારિત મુજબ કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું ફરજિયાત છે.
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ.

Surveyor Class-3 Recruitment 2025 માટે ઉંમર મર્યાદા

તા. 30 જૂન 2025 ના રોજવયમર્યાદા
સામાન્ય18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ નહીં

વયમર્યાદામાં છૂટછાટ (દિવ્યાંગ ઉમેદવારો માટે):

કેટેગરીછૂટછાટમહત્તમ વયમર્યાદા
સામાન્ય કેટેગરીનાં શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને10 વર્ષ
સામાન્ય કેટેગરીનાં શારીરિક અશક્તતા ધરાવતાં મહિલા ઉમેદવારોને15 વર્ષ (10+5)45 વર્ષની મર્યાદામાં
અનામત કેટેગરીનાં શારીરિક અશક્તતા ધરાવતાં પુરુષ ઉમેદવારો15 વર્ષ (5+10)45 વર્ષની મર્યાદામાં
અનામત કેટેગરીનાં શારીરિક અશક્તતા ધરાવતાં મહિલા ઉમેદવારો20 વર્ષ (5+10+5)45 વર્ષની મર્યાદામાં

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

Surveyor Class-3 Recruitment 2025: અરજી ફી

કેટેગરીપરીક્ષા ફી
તમામ દિવ્યાંગ ઉમેદવારો₹400/-

પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. ફી ફક્ત ઑનલાઇન માધ્યમથી જ ભરવાની રહેશે. ફી ભરવાની છેલ્લી તારીખ 1 જુલાઈ 2025 (23:59 કલાક) છે. ફી રસીદની પ્રિન્ટ ફરજિયાતપણે મેળવીને સાચવવી.

પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયા એક તબક્કામાં લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા (હેતુલક્ષી MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT / OMR પદ્ધતિ) દ્વારા થશે. પરીક્ષા બે ભાગમાં લેવાશે:

ભાગ – A

ક્રમવિષયગુણ
1તાર્કિક કસોટીઓ તથા Data Interpretation30
2ગાણિતિક કસોટીઓ30
કુલ ગુણ60

ભાગ – B

ક્રમવિષયગુણ
1ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન30
2સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો120
કુલ ગુણ150
  • કુલ 210 પ્રશ્નો (ભાગ-A: 60, ભાગ-B: 150) પૂછવામાં આવશે.
  • બંને ભાગ માટે સંયુક્ત રીતે કુલ 3 કલાક (180 મિનિટ) નો સમય મળશે.
  • ખોટા જવાબ માટે **1/4 ગુણ કાપવામાં આવશે** (નેગેટીવ માર્કિંગ).
  • Part-A અને Part-B બંનેમાં **40% ન્યૂનતમ ગુણવત્તા ધોરણ** (Qualifying Standard) રહેશે.

સર્વેયર, વર્ગ-3 ભરતી 2025: અગત્યની તારીખો

ફોર્મ શરૂ થવાની તારીખ23 જૂન 2025 (બપોરે 14:00 કલાક)
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ30 જૂન 2025 (રાત્રે 23:59 કલાક)
ફી ભરવાની છેલ્લી તારીખ1 જુલાઈ 2025 (રાત્રે 23:59 કલાક)

Surveyor Class-3 Recruitment 2025 પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ
સર્વેયર, વર્ગ-3પ્રથમ 5 વર્ષ માટે ₹40,800/- (ફિક્સ), ત્યારબાદ 7મા પગાર પંચ મુજબ ₹29,200 – ₹92,300 (લેવલ-5)

Surveyor Class-3 Recruitment 2025 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું?

  1. પ્રથમ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અધિકૃત વેબસાઇટ પર જાઓ: https://ojas.gujarat.gov.in
  2. “Online Application” માં “Apply” પર ક્લિક કરો અને GSSSB સિલેક્ટ કરો.
  3. જાહેરાત ક્રમાંક: **318/202526**, “સર્વેયર, વર્ગ-3” સંવર્ગની જાહેરાત માટે “Apply” પર ક્લિક કરો.
  4. “Apply now” પર ક્લિક કરવાથી Application Format ખુલશે, જેમાં સૌ પ્રથમ “Personal Details” ભરો. (લાલ ફુદડી (*) ની નિશાનીવાળી વિગતો ફરજિયાત છે.)
  5. Personal Details ભરાયા બાદ “Educational Details” ભરો.
  6. ત્યાર બાદ “Assurance” (બાંહેધરી) માં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે “Yes” Select કરી “Save” પર ક્લિક કરો.
  7. “Save” પર ક્લિક કરવાથી “Application Number” જનરેટ થશે, જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
  8. હવે “Upload Photograph” પર ક્લિક કરો. તમારો એપ્લિકેશન નંબર અને જન્મતારીખ ટાઈપ કરીને ફોટો અને સિગ્નેચર અપલોડ કરો. (ફોટો: 5 સે.મી. ઊંચાઈ x 3.6 સે.મી. પહોળાઈ; સિગ્નેચર: 2.5 સે.મી. ઊંચાઈ x 7.5 સે.મી. પહોળાઈ). બંને JPG ફોર્મેટમાં 15 kb થી વધુ ન હોવા જોઈએ.
  9. પેજના ઉપરના ભાગમાં “Online Application” ટેબમાં “Confirm Application” પર ક્લિક કરો. એપ્લિકેશન નંબર અને જન્મતારીખ ટાઈપ કર્યા બાદ Ok પર ક્લિક કરો. અરજી કન્ફર્મ કરતા પહેલા તેમાં સુધારો કરી શકો છો, પરંતુ એકવાર કન્ફર્મ થયા બાદ કોઈ સુધારો શક્ય બનશે નહીં. સંપૂર્ણ ચકાસણી બાદ જ “Confirm Application” પર ક્લિક કરો.
  10. “Confirm Application” પર ક્લિક કરતા “Confirmation Number” જનરેટ થશે. આ કન્ફર્મેશન નંબર ભવિષ્યની તમામ કાર્યવાહી માટે જરૂરી હોઈ, તેને સાચવી રાખો.
  11. હવે “Print Application” પર ક્લિક કરો અને તમારી અરજીની પ્રિન્ટ કાઢીને સાચવી રાખો.

ફોર્મ ભરવાની લિંક અને અગત્યની લિંક્સ

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:ડાઉનલોડ કરો
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
મંડળની સત્તાવાર વેબસાઇટ:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment