Surveyor Class-3 Recruitment 2025 (દિવ્યાંગ ઉમેદવારો માટે) : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળની કમિશનરશ્રી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરી, ગાંધીનગર હસ્તકના “સર્વેયર, વર્ગ-3” સંવર્ગની કુલ-03 જગ્યાઓ ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ (Special Recruitment Drive) હેઠળ ભરવા માટે ઑનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવ્યા છે. જો તમે સંબંધિત ક્ષેત્રમાં લાયકાત ધરાવો છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો આ તમારા માટે એક ઉત્તમ તક છે.
જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા ઇચ્છતા હોવ તો અહીં આપેલી શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી અને પસંદગી પ્રક્રિયા જેવી માહિતી ધ્યાનપૂર્વક વાંચીને જ ફોર્મ ભરો.
આ જાહેરાતમાં દર્શાવેલી જગ્યાઓમાં વધઘટ થવાની શક્યતા રહેલી છે.
**BA\* (બંને હાથ) અને BL\* (બંને પગ) માટે ખાસ નોંધ:** આવા ઉમેદવારોની નિમણૂક સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવની શરતોને આધીન રહેશે. તેમને સામાન્ય વ્યક્તિની જેમ હલનચલન કરવા અને ફરજ બજાવવા સક્ષમ હોવા જોઈએ, અને લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ મેડિકલ બોર્ડનો અભિપ્રાય મેળવવામાં આવશે.
દિવ્યાંગ ઉમેદવારોને સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ 40% કે તેથી વધુ દિવ્યાંગતાની ટકાવારી ધરાવતા હોવાનું સિવિલ સર્જનનું તબીબી પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે.
આ ભરતી ખાસ ભરતી ઝુંબેશ હેઠળ દિવ્યાંગ વ્યક્તિઓની અનામતની ઘટની જગ્યાઓ ભરવા અંગેની હોવાથી, કક્ષાવાર કોઈ અનામત જગ્યાઓ રાખવામાં આવેલ નથી.
મહિલાઓ તથા માજી સૈનિક માટે અલગથી અનામત જગ્યાઓ રાખવામાં આવેલ નથી.
Surveyor Class-3 Recruitment 2025 માટે શૈક્ષણિક લાયકાત
ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા ટેકનિકલ પરીક્ષા બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત ડિપ્લોમા. અથવા
પ્રથમ 5 વર્ષ માટે ₹40,800/- (ફિક્સ), ત્યારબાદ 7મા પગાર પંચ મુજબ ₹29,200 – ₹92,300 (લેવલ-5)
Surveyor Class-3 Recruitment 2025 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું?
પ્રથમ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અધિકૃત વેબસાઇટ પર જાઓ: https://ojas.gujarat.gov.in
“Online Application” માં “Apply” પર ક્લિક કરો અને GSSSB સિલેક્ટ કરો.
જાહેરાત ક્રમાંક: **318/202526**, “સર્વેયર, વર્ગ-3” સંવર્ગની જાહેરાત માટે “Apply” પર ક્લિક કરો.
“Apply now” પર ક્લિક કરવાથી Application Format ખુલશે, જેમાં સૌ પ્રથમ “Personal Details” ભરો. (લાલ ફુદડી (*) ની નિશાનીવાળી વિગતો ફરજિયાત છે.)
Personal Details ભરાયા બાદ “Educational Details” ભરો.
ત્યાર બાદ “Assurance” (બાંહેધરી) માં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે “Yes” Select કરી “Save” પર ક્લિક કરો.
“Save” પર ક્લિક કરવાથી “Application Number” જનરેટ થશે, જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
હવે “Upload Photograph” પર ક્લિક કરો. તમારો એપ્લિકેશન નંબર અને જન્મતારીખ ટાઈપ કરીને ફોટો અને સિગ્નેચર અપલોડ કરો. (ફોટો: 5 સે.મી. ઊંચાઈ x 3.6 સે.મી. પહોળાઈ; સિગ્નેચર: 2.5 સે.મી. ઊંચાઈ x 7.5 સે.મી. પહોળાઈ). બંને JPG ફોર્મેટમાં 15 kb થી વધુ ન હોવા જોઈએ.
પેજના ઉપરના ભાગમાં “Online Application” ટેબમાં “Confirm Application” પર ક્લિક કરો. એપ્લિકેશન નંબર અને જન્મતારીખ ટાઈપ કર્યા બાદ Ok પર ક્લિક કરો. અરજી કન્ફર્મ કરતા પહેલા તેમાં સુધારો કરી શકો છો, પરંતુ એકવાર કન્ફર્મ થયા બાદ કોઈ સુધારો શક્ય બનશે નહીં. સંપૂર્ણ ચકાસણી બાદ જ “Confirm Application” પર ક્લિક કરો.
“Confirm Application” પર ક્લિક કરતા “Confirmation Number” જનરેટ થશે. આ કન્ફર્મેશન નંબર ભવિષ્યની તમામ કાર્યવાહી માટે જરૂરી હોઈ, તેને સાચવી રાખો.
હવે “Print Application” પર ક્લિક કરો અને તમારી અરજીની પ્રિન્ટ કાઢીને સાચવી રાખો.