ADC Bank Recruitment 2025 : એપ્રેન્ટીસ કલાર્કની ભરતી

ADC Bank Recruitment 2025 : સરકારી નોકરીની શોધમાં છો? તો તમારા માટે આવી ગઈ છે એક નવી ભરતી. ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેંક લી. દ્વારા એપ્રેન્ટીસ કલાર્કની પોસ્ટ માટે 11 માસના કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોએ 50% ગુણ સાથે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે.

ADC બેંકમાં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી પ્રક્રિયા, સ્ટાઈપેન્ડ વગેરે અહીં આપેલી છે. તો અરજી કરતા પહેલા આ માહિતી એક વાર ધ્યાનપૂર્વક જરૂરથી વાંચો.

ADC Bank Recruitment 2025

સંસ્થાધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેંક લી.
પોસ્ટનું નામએપ્રેન્ટીસ કલાર્ક (માર્કેટીંગ/બેંકિંગ)
કુલ જગ્યાબેંકની જરૂરિયાત મુજબ
નોકરી સ્થાનઅમદાવાદ, ગાંધીનગર તથા બોટાદ જિલ્લાની શાખાઓ
અરજી કરવાની છેલ્લી તારીખ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫
અરજી કરવાની રીતઓનલાઇન, રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા
પગાર ધોરણનિમણૂક પામેલ ઉમેદવારને સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે

જગ્યાઓ

પોસ્ટ નામજગ્યાઓ
એપ્રેન્ટીસ કલાર્કબેંકની જરૂરિયાત મુજબ

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ નામશૈક્ષણિક લાયકાત
એપ્રેન્ટીસ કલાર્કમાન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે ગ્રેજ્યુએટની ડિગ્રી તેમજ કોમ્પ્યુટરનું જ્ઞાન

ADC Bank Recruitment 2025 ઉંમર મર્યાદા

ઉંમર મર્યાદા અંગેની માહિતી નોટિફિકેશનમાં સ્પષ્ટપણે દર્શાવેલ નથી, તેથી વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનને ધ્યાનપૂર્વક વાંચવું.

ADC Bank Recruitment 2025 અરજી ફી

અરજી ફી સંબંધિત ચોક્કસ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવું.

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદીમાંથી મૌખિક ઈન્ટરવ્યુના આધારે પસંદગી કરવામાં આવશે. આ અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

અગત્યની તારીખો

અરજી કરવાની છેલ્લી તારીખ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫

ADC Bank Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

  1. સૌપ્રથમ, બેંકની વેબસાઇટ www.adcbank.coop ની મુલાકાત લો અને એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો.
  2. ભરેલું અરજી ફોર્મ, જરૂરી શૈક્ષણિક લાયકાત, વગેરેના દસ્તાવેજો સાથે પોસ્ટ અથવા રૂબરૂમાં નીચેના સરનામે મોકલો.
  3. અરજી મોકલવાનું સરનામું: ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેંક લી., ગાંધીબ્રીજ કોર્નર, ઇન્કમટેક્ષ ઓફીસ સામે, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૪.
  4. અરજી તા. ૧૨/૦૯/૨૦૨૫ સુધીમાં પહોંચી જાય તે રીતે મોકલવાની રહેશે.

અગત્યની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment