BMC Bank Recruitment 2024 : સરકારી નોકરી ની શોધમાં છો ? તો તમારા માટે આવી ગઈ છે એક નવી ભરતી. બોમ્બે મર્ચન્ટાઈલ કોર્પોરેટિવ બેંક દ્વારા 135 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. બેંકમાં નોકરી લેવા માંગતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.
BMC બેંક માં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી, અરજી પ્રક્રિયા વગેરે અહીં આપેલી છે. તો ફોર્મ ભરતા પહેલા આ માહિતી એક વાર ધ્યાનપૂર્વક જરૂરથી વાંચો.
પ્રોબેશનરી ઓફિસર્સ (PO) અને જુનિયર એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ્સ (JEA)
કુલ જગ્યા
135
નોકરી સ્થાન
ભારત (મોટાભાગની જગ્યાઓ ગુજરાત અને મહારાષ્ટ્રમાં)
અરજી શરૂ કરવાની તારીખ
30 નવેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ
25 ડિસેમ્બર 2024
ફી ભરવાની છેલ્લી તારીખ
25 ડિસેમ્બર 2024
અરજી કરવાની રીત
ઓનલાઇન
પગાર ધોરણ
વિગતવાર નોટિફિકેશનમાં આપવામાં આવશે
જગ્યાઓ
પોસ્ટ નામ
જગ્યાઓ
પ્રોબેશનરી ઓફિસર્સ (PO)
60
જુનિયર એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ (JEA)
75
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ નામ
શૈક્ષણિક લાયકાત
પ્રોબેશનરી ઓફિસર્સ (PO)
કોઈ પણ વિષયમાં સ્નાતક, ઓછામાં ઓછી 50% ગુણ સાથે
જુનિયર એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ (JEA)
કોઈ પણ વિષયમાં સ્નાતક, ઓછામાં ઓછી 50% ગુણ સાથે
BMC Bank Recruitment 2024 ઉંમર મર્યાદા
પોસ્ટ નામ
ઉંમર મર્યાદા (વધુમાં વધુ)
પ્રોબેશનરી ઓફિસર્સ (PO)
35 વર્ષ
જુનિયર એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ (JEA)
35 વર્ષ
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
BMC Bank Recruitment 2024 અરજી ફી
ઓફિસિયલ નોટીફીકેશન માં અરજી ફીનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તેમ છતાં, ઉમેદવારોએ અરજી ફોર્મ ભરતી વખતે ફી ચૂકવવાની જરૂર પડી શકે છે. એ પણ સંભવ છે કે અરજી મફત અથવા ચોક્કસ શરતોને આધીન હોઈ શકે. ઉમેદવારોને ફી સંબંધિત કોઈપણ અપડેટ્સ માટે ફોર્મ સબમિશન પ્રક્રિયા દરમિયાન એપ્લિકેશન પોર્ટલ તપાસવાની સલાહ આપવામાં આવે છે.
પસંદગી પ્રક્રિયા
BMC બેંકની ભરતી માટે પસંદગી બે તબક્કામાં કરવામાં આવશે. શરૂઆતમાં, ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવાનું રહેશે. આ પછી લેખિત પરીક્ષા પાસ કરનારાઓ માટે ઇન્ટરવ્યુ લેવામાં આવશે. અંતિમ પસંદગી બંને તબક્કામાં સંયુક્ત માર્ક્સ ના આધારે કરવામાં આવશે.
અગત્યની તારીખો
નોટીફીકેશન તારીખ
30 નવેમ્બર 2024
અરજી કરવાની શરૂઆતની તારીખ
30 નવેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ
25 ડિસેમ્બર 2024
અરજીમાં ફેરફાર કરવાની છેલ્લી તારીખ
25 ડિસેમ્બર 2024
અરજી પ્રિન્ટ કરવાની અંતિમ તારીખ
09 જાન્યુઆરી 2025
BMC Bank Recruitment 2024 પગાર ધોરણ
પોસ્ટ નામ
પગાર ધોરણ
પ્રોબેશનરી ઓફિસર્સ (PO)
વિગતવાર નોટિફિકેશનમાં આપવામાં આવશે
જુનિયર એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ (JEA)
વિગતવાર નોટિફિકેશનમાં આપવામાં આવશે
BMC Bank Recruitment 2024 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
સૌપ્રથમ, bmcbankltd.com વેબસાઇટની મુલાકાત લો.
હોમપેજ પર, “career” વિભાગ પર ક્લિક કરો અને BMC બેંક PO અને JEA ભરતી 2024 પસંદ કરો.
“Online Apply” લિંક પર ક્લિક કરો અને માન્ય ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર સાથે Registration કરો.
તમારી વ્યક્તિગત, શૈક્ષણિક અને વ્યાવસાયિક વિગતો સાથે અરજી ફોર્મ ભરો.
સ્કેન કરેલ ફોટોગ્રાફ, સહી અને અન્ય ડોક્યુમેન્ટ સહિત જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
અરજી ફી ચૂકવો (જો લાગુ હોય તો), તમારા અરજી ફોર્મની સમીક્ષા કરો અને “સબમિટ કરો” પર ક્લિક કરો.