HCG Recruitment 2025 : ગુજરાત હાઈકોર્ટ માં આવી નવી ભરતી, પગાર ₹44,900 સુધી

HCG Recruitment 2025 : ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક નવી ભરતી જાહેર કરવામાં આવી છે. 2 જગ્યાઓ માટે જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં 35 વર્ષ સુધીની ઉંમરના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. HCG દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં ફોર્મ ભરવાનું 09/05/2025થી ચાલુ થશે, અને છેલ્લે 23/05/2025 સુધી ફોર્મ ભરી શકાશે.

આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટે કાયદાકીય સહાયક (Legal Assistant) પદ માટે ભરતી જાહેર

જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા ઇચ્છતા હોવ તો અહીં આપેલી શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી અને પસંદગી પ્રક્રિયા જેવી માહિતી ધ્યાનપૂર્વક વાંચીને જ ફોર્મ ભરો.

HCG Recruitment 2025

સંસ્થાગુજરાત હાઈકોર્ટ (HCG)
પોસ્ટનું નામઆસિસ્ટન્ટ લાઈબ્રેરિયન
કુલ જગ્યા2
નોકરી સ્થાનગુજરાત
અરજી શરૂ કરવાની તારીખ9 મે 2025
અરજી કરવાની છેલ્લી તારીખ23 મે 2025
ફી ભરવાની છેલ્લી તારીખ23 મે 2025
અરજી કરવાની રીતઓનલાઈન
પગાર ધોરણ₹44,900 (મૂળ વેતન)

HCG Recruitment 2025 જગ્યાઓ

પોસ્ટનું નામજગ્યા
આસિસ્ટન્ટ લાઈબ્રેરિયન2

HCG Recruitment 2025 માટે શૈક્ષણિક લાયકાત

આસિસ્ટન્ટ લાઈબ્રેરિયન

  • માન્ય યુનિવર્સિટીમાંથી M.Lib. અથવા લાઈબ્રેરી એન્ડ ઈન્ફોર્મેશન સાયન્સમાં માસ્ટર ડિગ્રી ધરાવતો હોવો જોઈએ.

અનુભવ

આ ભરતી માટે ચોક્કસ અનુભવની જરૂરિયાત જણાવવામાં આવી નથી. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચીને ચોક્કસ માહિતી મેળવો.

HCG Recruitment 2025 માટે ઉંમર મર્યાદા

પોસ્ટનું નામઉંમર મર્યાદા
આસિસ્ટન્ટ લાઈબ્રેરિયન18 થી 35 વર્ષ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

HCG Recruitment 2025 અરજી ફી

વર્ગઅરજી ફી
SC/ST/OBC/EWS/PWD/EXM₹750
અન્ય ઉમેદવારો₹1500

આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.

પસંદગી પ્રક્રિયા

જાહેરાત મુજબ મળેલ અરજીઓની સંખ્યાને ધ્યાને લઈ, તમામ ઉમેદવારોને ભરતી પ્રક્રિયાના ભાગરૂપે લેખિત પરીક્ષા અને/અથવા મૌખિક ઈન્ટરવ્યુ માટે વિચારણામાં લેવા અંગેનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટનો આખરી ગણાશે.

HCG Recruitment 2025 અગત્યની તારીખો

ફોર્મ શરૂ થવાની તારીખ9 મે 2025
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ23 મે 2025
ફી ભરવાની છેલ્લી તારીખ23 મે 2025

ગુજરાત હાઈકોર્ટ ભરતી પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ
આસિસ્ટન્ટ લાઈબ્રેરિયન₹44,900 (મૂળ વેતન)

HCG Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

  1. પ્રથમ, ગુજરાત હાઈકોર્ટની અધિકૃત વેબસાઇટ પર જાઓ: https://hc-ojas.gujarat.gov.in
  2. વેબસાઇટ પર “Recruitment” બટન પર ક્લિક કરો.
  3. “Current Recruitment” વિકલ્પ પર ક્લિક કરો અને નવી ભરતીની જાહેરાત જુઓ.
  4. અહીં “Apply Now” બટન પર ક્લિક કરીને ફોર્મ ખોલો.
  5. ફોર્મમાં માંગવામાં આવેલી તમામ વિગતો ભરો અને તમારી ઓળખાણ અને પ્રમાણપત્રોની કૉપી અપલોડ કરો.
  6. દરેક પ્રકારની માહિતી બે વખત તપાસો અને ખાતરી કરો.
  7. અરજી ફી ચૂકવીને ફોર્મ સબમિટ કરો.
  8. ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થયા પછી, ફોર્મની એક કોપી સાચવી રાખો.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment