JMC Recruitment 2025

JMC Recruitment 2025 : જામનગર મહાનગરપાલિકામાં મેડિકલ ઓફિસર, એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ, ફાર્માસિસ્ટની કરાર આધારિત ભરતી!: જામનગર મહાનગરપાલિકા (JMC) ની આરોગ્ય શાખા હેઠળ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ જગ્યાઓ માટે કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં મેડિકલ ઓફિસર (MBBS), એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ, ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (RBSK) અને ફાર્માસિસ્ટ (NHM) જેવી પોસ્ટ્સનો સમાવેશ થાય છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 10 જૂન 2025 થી 20 જૂન 2025 સુધીમાં આરોગ્ય સાથી સોફ્ટવેરની વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in પર ઑનલાઇન અરજી કરી શકે છે.

આ ભરતી તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારે કરવામાં આવશે અને જરૂરિયાત તેમજ બજેટના આધારે મુદતમાં વધારો કે ઘટાડો થઈ શકે છે.

આ પણ વાંચો : GSSSB Recruitment 2025 : ઓનલાઈન અરજી પ્રક્રિયા અને માર્ગદર્શન

JMC Recruitment 2025

  • ભરતી સંસ્થા: જામનગર મહાનગરપાલિકા – આરોગ્ય શાખા
  • પ્રોજેક્ટ: નેશનલ હેલ્થ મિશન (NHM)
  • પોસ્ટના નામ: મેડિકલ ઓફિસર (MBBS), એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ, ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (RBSK), ફાર્માસિસ્ટ (NHM)
  • ભરતીનો પ્રકાર: કરાર આધારિત (11 માસ માટે)
  • અરજી પ્રક્રિયા: ઑનલાઇન
  • અરજી શરૂ થવાની તારીખ: 10 જૂન 2025
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 20 જૂન 2025
  • સત્તાવાર વેબસાઇટ: https://arogyasathi.gujarat.gov.in

JMC Recruitment 2025 : જગ્યાઓ, લાયકાત અને માસિક વેતન

ક્રમજગ્યાનું નામકુલ જગ્યાઓજરૂરી શૈક્ષણિક લાયકાતઉચ્ચક માસિક વેતન
1મેડિકલ ઓફિસર (MBBS)5ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી MBBS ડિગ્રી અથવા નેશનલ મેડિકલ કાઉન્સિલ એક્ટ 2019 હેઠળ નિયત કરાયેલ અન્ય સમાન શૈક્ષણિક લાયકાત. ઇન્ટરશીપ પૂર્ણ કરેલ હોવી ફરજિયાત. નિયત કરાયેલ કોમ્પ્યુટર સંબંધે મૂળભૂત જ્ઞાન અને ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ. ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન ફરજિયાત છે.₹ 75,000/-
2એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ1કોમર્સ સ્નાતક (M.Com/B.Com). કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા/સર્ટિફિકેટ (એકાઉન્ટ સોફ્ટવેર, MS Office, GIS સોફ્ટવેર વગેલે) અને હાર્ડવેરનું જ્ઞાન હોવું જોઈએ. ઓફિસ મેનેજમેન્ટ અને ફાઈલિંગમાં કુશળતા. અંગ્રેજી અને ગુજરાતીમાં સારી ટાઈપિંગ અને ડેટા એન્ટ્રી સ્કીલ તથા આ ભાષાઓનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ ફરજિયાત.₹ 20,000/-
3ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (RBSK)1માન્ય કોલેજ/યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાર્માસિસ્ટ/ડિપ્લોમા ફાર્માસિસ્ટ કરેલ હોવું જોઈએ. ગુજરાતની ફાર્માસી કાઉન્સિલનું રજીસ્ટ્રેશન ધરાવતા હોવા જોઈએ. ઉંમર મર્યાદા 40 વર્ષ.₹ 16,000/-
4ફાર્માસિસ્ટ (NHM)1માન્ય કોલેજ/યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાર્માસિસ્ટ/ડિપ્લોમા ફાર્માસિસ્ટ કરેલ હોવું જોઈએ. ગુજરાતની ફાર્માસી કાઉન્સિલનું રજીસ્ટ્રેશન ધરાવતા હોવા જોઈએ.₹ 16,000/-

JMC Recruitment 2025 : પસંદગી પ્રક્રિયા અને મેરીટ યાદીની પદ્ધતિ

ઉમેદવારોની પસંદગી મેરીટ યાદીના આધારે કરવામાં આવશે. મેરીટ યાદી મૂળ લાયકાતના ફાઇનલ વર્ષમાં મેળવેલ ટકાવારીના આધારે તૈયાર કરવામાં આવશે. 1 થી વધુ ટ્રાયલ (પ્રયત્ન) માટે પ્રતિ ટ્રાયલ 3% ની કપાત કરવામાં આવશે. એટેમ્પ્ટ સર્ટીફીકેટ ફરજિયાત જોડવાનું રહેશે.

પોસ્ટ મુજબ મેરીટ યાદી તૈયાર કરવાની પદ્ધતિ:

  • એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ:
    • B.Com ગ્રેજ્યુએશનના ફાઇનલ વર્ષમાં મેળવેલ ટકાવારીના મહત્તમ 70 ગુણના આધારે મેરીટ તૈયાર થશે.
    • ફાઇનલ વર્ષમાં એકથી વધુ ટ્રાયલ હોય તો પ્રતિ વધારાની ટ્રાયલ 3% બાદ કરવામાં આવશે.
    • M.Com કરેલ હોય તેના ફાઇનલ વર્ષમાં મેળવેલ ટકાવારીના 10% સુધી વેઇટેજ મળવાપાત્ર રહેશે. (દા.ત., 80% ને 8 ગુણ).
    • કોમ્પ્યુટર એપ્લિકેશન લાયકાત (ડિપ્લોમા/સર્ટિફિકેટ) ધરાવતા ઉમેદવારોને મેરીટમાં ધ્યાને લેવામાં આવશે.
    • અનુભવના મહત્તમ 20 ગુણ ગણવામાં આવશે (1 વર્ષના અનુભવના 2 ગુણ).
  • મેડિકલ ઓફિસર (MBBS):
    • MBBS ના ફાઇનલ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે મેરીટ યાદી તૈયાર થશે.
    • ફાઇનલ વર્ષમાં એકથી વધુ પ્રયત્ન હોય તો પ્રતિ પ્રયત્ન 3% માઇનસ કરવામાં આવશે.
  • ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (RBSK):
    • ઉચ્ચતર માધ્યમિક બોર્ડ (વિજ્ઞાન વિષયો) માં મેળવેલા ટકાવારીના 40%.
    • સ્નાતકમાં મેળવેલ ટકાવારીના 40%.
    • ગુજરાતમાંથી ઉચ્ચતર માધ્યમિક બોર્ડમાં પાસ થયેલા ઉમેદવારોને 10%.
    • ગુજરાતમાંથી સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારોને 10%.
    • HSC માં એકથી વધુ દરેક પ્રયત્ન દીઠ 3% કપાત.
    • સ્નાતકમાં એકથી વધુ દરેક પ્રયત્ન દીઠ 3% કપાત.
    • સરખા મેરીટના કિસ્સામાં મેનેજમેન્ટ/કોમ્પ્યુટરમાં વધારાનું પ્રમાણપત્ર/લાયકાત ધરાવનારને પ્રાધાન્ય.
  • ફાર્માસિસ્ટ (NHM):
    • ઉચ્ચતર માધ્યમિક બોર્ડ (વિજ્ઞાન વિષયો) માં મેળવેલા ટકાવારીના 40%.
    • સ્નાતકમાં મેળવેલ ટકાવારીના 40%.
    • ગુજરાતમાંથી ઉચ્ચતર માધ્યમિક બોર્ડમાં પાસ થયેલા ઉમેદવારોને 10%.
    • ગુજરાતમાંથી સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારોને 10%.
    • HSC માં એકથી વધુ દરેક પ્રયત્ન દીઠ 3% કપાત.
    • સ્નાતકમાં એકથી વધુ દરેક પ્રયત્ન દીઠ 3% કપાત.
    • હોસ્પિટલ/ડિસ્પેન્સરીમાં ડ્રગ્સ ડિસ્પેન્સિંગનો અનુભવ હોય તો 1 વર્ષના અનુભવના 1 ગુણ લેખે મહત્તમ 10%.

JMC Recruitment 2025 : કેવી રીતે અરજી કરવી?

ઉમેદવારે ફક્ત ઑનલાઇન અરજી કરવાની રહેશે. સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહીં. સુવાચ્ય ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરેલ નહીં હોય તેમની અરજી ના મંજૂર કરવામાં આવશે. અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે. ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહીં.

અરજી કરવા માટે નીચેના પગલાં અનુસરો:

  1. આરોગ્ય સાથી સોફ્ટવેરની લિંક https://arogyasathi.gujarat.gov.in પર જાઓ.
  2. ભરતી સંબંધિત જાહેરાત શોધો અને ઑનલાઇન અરજી કરો.
  3. માગ્યા મુજબની તમામ વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  4. અરજી સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લઈ લો.

JMC Recruitment 2025 : અપલોડ કરવાના થતા ડોક્યુમેન્ટની યાદી

મેડિકલ ઓફિસર (MBBS)

  • સ્નાતક ડિગ્રીની ફાઇનલ વર્ષની માર્કશીટ
  • ડિગ્રી સર્ટીફીકેટ
  • ગ્રેજ્યુએશન એટેમ્પ્ટ સર્ટીફીકેટ
  • ઉંમરનો પુરાવો (જન્મનો દાખલો/સ્કૂલ લિવિંગ સર્ટીફીકેટ)
  • ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ
  • વિદેશથી તબીબી સ્નાતક હોવાના કિસ્સામાં MCI-FMG માર્કશીટ

એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ

  • B.Com ડિગ્રીની છેલ્લા વર્ષની માર્કશીટ
  • ગ્રેજ્યુએશન એટેમ્પ્ટ સર્ટીફીકેટ
  • ડિપ્લોમા/સર્ટીફીકેટ કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર/માર્કશીટ
  • અનુભવનું પ્રમાણપત્ર
  • ઉંમરનો પુરાવો (જન્મનો દાખલો/સ્કૂલ લિવિંગ સર્ટીફીકેટ)
  • M.Com ની છેલ્લા વર્ષની માર્કશીટ (જો હોય તો)

ફાર્માસિસ્ટ (NHM)

  • ધોરણ–12 માર્કશીટ
  • ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસીની છેલ્લા વર્ષની માર્કશીટ
  • ધોરણ–12 એટેમ્પ્ટ સર્ટીફીકેટ
  • ડિગ્રી/ડિપ્લોમા એટેમ્પ્ટ સર્ટીફીકેટ
  • ગુજરાત ફાર્મસી કાઉન્સિલનું રજીસ્ટ્રેશન
  • લગત અનુભવ (જો હોય તો)નું પ્રમાણપત્ર
  • ઉંમરનો પુરાવો (જન્મનો દાખલો/સ્કૂલ લિવિંગ સર્ટીફીકેટ)

આર.બી.એસ.કે. ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ

  • ધોરણ–12 માર્કશીટ
  • ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસીની છેલ્લા વર્ષની માર્કશીટ
  • ધોરણ–12 એટેમ્પ્ટ સર્ટીફીકેટ
  • ડિગ્રી/ડિપ્લોમા એટેમ્પ્ટ સર્ટીફીકેટ
  • ગુજરાત ફાર્મસી કાઉન્સિલનું રજીસ્ટ્રેશન
  • કોમ્પ્યુટર સર્ટીફીકેટનું પ્રમાણપત્ર
  • ઉંમરનો પુરાવો (જન્મનો દાખલો/સ્કૂલ લિવિંગ સર્ટીફીકેટ)

JMC Recruitment 2025 : મહત્વપૂર્ણ લિંક્સ

ખાસ નોંધ: અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઈપણ ભરતીમાં અરજી મોકલતા પહેલા ઉપર આપેલ લિંક પરથી ઓફિશિયલ નોટિફિકેશન ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.

Leave a Comment