RMC Recruitment 2025 : મેડિકલ ઓફિસર અને નર્સની ભરતી, પગાર 30,000/-

RMC Recruitment 2025 : સરકારી નોકરીની શોધમાં છો? તો તમારા માટે આવી ગઈ છે એક નવી ભરતી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા મેડિકલ ઓફિસર (આયુષ) અને નર્સ પ્રેક્ટિસનર ઇન મીડવાઇફરી ની પોસ્ટ માટે કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે. આરોગ્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.

RMC માં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પગાર વગેરે અહીં આપેલી છે. તો અરજી કરતા પહેલા આ માહિતી એક વાર ધ્યાનપૂર્વક જરૂરથી વાંચો.

RMC Recruitment 2025

સંસ્થારાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)
પોસ્ટનું નામમેડિકલ ઓફિસર (આયુષ) અને નર્સ પ્રેક્ટિસનર ઇન મીડવાઇફરી
જાહેરાતનો પ્રકાર૧૧ માસના કરાર આધારિત
નોકરી સ્થાનરાજકોટ
અરજી કરવાની છેલ્લી તારીખ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૫ (સાંજે ૬:૦૦ કલાક)
અરજી કરવાની રીતઓનલાઇન ફોર્મ ડાઉનલોડ કરીને રજીસ્ટર્ડ એ.ડી.થી મોકલવું

પોસ્ટ અને લાયકાત

પોસ્ટ નામશૈક્ષણિક લાયકાત
મેડિકલ ઓફિસર (આયુષ)બી.એચ.એમ.એસ./બી.એ.એમ.એસ./બી.યુ.એમ.એસ.ની ડિગ્રી અને સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી પ્રમાણપત્ર
નર્સ પ્રેક્ટિસનર ઇન મીડવાઇફરીબી.એસ.સી. (નર્સિંગ) અથવા પોસ્ટ બેઝિક બી.એસ.સી. (નર્સિંગ) ની ડિગ્રી અને જી.એન.એમ. કાઉન્સિલ સાથે રજીસ્ટ્રેશન

RMC Recruitment 2025 માં અરજી કઈ રીતે કરવી?

  1. સૌપ્રથમ, આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશનને ધ્યાનપૂર્વક વાંચો.
  2. નોટિફિકેશન સાથે આપેલા અરજી ફોર્મની પ્રિન્ટ કાઢો અને તેને ભરો.
  3. જરૂરી દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત નકલો અરજી ફોર્મ સાથે જોડો.
  4. ભરેલું અરજી ફોર્મ અને જરૂરી દસ્તાવેજો રજીસ્ટર્ડ એ.ડી.થી નીચે આપેલા સરનામે તા. ૦૮/૦૯/૨૦૨૫ ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં મોકલો.
  5. અરજી મોકલવાનું સરનામું: આરોગ્ય અધિકારીશ્રીની કચેરી, આરોગ્ય શાખા, રૂમ નં. ૧, ત્રીજો માળ, રાજકોટ મહાનગર પાલિકા.

અગત્યની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment