GSSSB Requirement 2025 : શું તમે સરકારી નોકરીની શોધમાં છો? તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GSSSB), ગાંધીનગર દ્વારા સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, વર્ગ-3 સંવર્ગની કુલ 105 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 7 મે 2025થી શરૂ થશે અને 22 મે 2025 સુધી ચાલશે. ઉમેદવારોને વિનંતી છે કે અરજી ફોર્મ ભરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન ધ્યાનથી વાંચી લેવું.
આ પણ વાંચો : Vadodara Mahanagarpalika Recruitment 2025 : VMC દ્વારા 10 પાસ અને ITI ઉમેદવારો માટે આવી નવી ભરતી, ફોર્મ ભરો
GSSSB Requirement 2025 | ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભરતી
સંસ્થા | ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), ગાંધીનગર |
પોસ્ટનું નામ | સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, વર્ગ-3 |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
પગાર ધોરણ | ₹49,600/- (પ્રથમ 5 વર્ષ માટે), ત્યારબાદ ₹39,900 – ₹1,26,600 (લેવલ-7) |
GSSSB Requirement 2025 જગ્યાઓ
પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
---|---|
સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, વર્ગ-3 | 105 |
GSSSB ભરતી 2025 ઉંમર મર્યાદા
વિગત | ઉંમર |
---|---|
ન્યૂનતમ ઉંમર | 18 વર્ષ |
મહત્તમ ઉંમર | 37 વર્ષ |
નોંધ: સામાન્ય વર્ગની મહિલાઓ, અનામત વર્ગના ઉમેદવારો અને માજી સૈનિકોને નીચે મુજબ ઉંમર મર્યાદામાં છૂટછાટ મળશે:
કેટેગરી | છૂટછાટ | મહત્તમ ઉંમર |
---|---|---|
સામાન્ય કેટેગરીની મહિલાઓ | 5 વર્ષ | 45 વર્ષ |
અનામત કેટેગરીના પુરુષો | 5 વર્ષ | 45 વર્ષ |
અનામત કેટેગરીની મહિલાઓ | 10 વર્ષ | 45 વર્ષ |
માજી સૈનિકો | સેવાનો સમયગાળો + 3 વર્ષ | – |
અરજી ફી
અરજી ફીની વિગતો ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવવામાં આવશે. ફી ઓનલાઈન ભરવાની રહેશે અને તે રિફંડેબલ નથી. ઉમેદવારોએ અરજી સબમિટ કર્યા બાદ 25 મે 2025 (23:59 કલાક) સુધીમાં ફી ઓનલાઈન ભરવાની રહેશે.
GSSSB Requirement 2025 શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર પાસે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ:
- માન્ય યુનિવર્સિટીમાંથી એન્વાયરમેન્ટ સાયન્સ, કેમિસ્ટ્રી, બાયો-કેમિસ્ટ્રી, માઈક્રોબાયોલોજી, એક્વેટિક બાયોલોજી, મરીન બાયોલોજી, બાયો-સાયન્સ, બાયો-ટેકનોલોજી, એગ્રોનોમી, અથવા ફિઝિક્સ વિથ ઈન્સ્ટ્રુમેન્ટેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી.
- ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 મુજબ કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન.
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન.
નોંધ: શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચવું.
GSSSB Requirement 2025 પસંદગી પ્રક્રિયા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા અને/અથવા ઈન્ટરવ્યૂનો સમાવેશ થઈ શકે છે. આ અંગેની વધુ માહિતી મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in પર પ્રસિદ્ધ કરવામાં આવશે.
GSSSB Requirement 2025 અગત્યની તારીખો
વિગત | તારીખ |
---|---|
ફોર્મ શરૂ થવાની તારીખ | 7 મે 2025 (14:00 કલાક) |
ફોર્મ પૂર્ણ થવાની તારીખ | 22 મે 2025 (23:59 કલાક) |
અરજી ફી ભરવાની અંતિમ તારીખ | 25 મે 2025 (23:59 કલાક) |
GSSSB Requirement 2025 માટે ફોર્મ કેવી રીતે ભરવું?
GSSSB Requirement 2025 માટે ફોર્મ ભરવા માટે નીચેના પગલાં અનુસરો:
- OJAS વેબસાઈટ પર જાઓ: https://ojas.gujarat.gov.in ખોલો.
- રજીસ્ટ્રેશન કરો: જો તમે પહેલી વખત અરજી કરી રહ્યા હો, તો “New Registration” પર ક્લિક કરીને યૂઝર આઈડી, પાસવર્ડ અને અન્ય વિગતો ભરો.
- લોગિન કરો: જો રજીસ્ટ્રેશન થઈ ગયું હોય, તો યૂઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરો.
- ફોર્મ ભરો: જરૂરી વ્યક્તિગત, શૈક્ષણિક અને અન્ય વિગતો ભરો.
- દસ્તાવેજો અપલોડ કરો: ફોટો, સહી અને અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી ફી ચૂકવો: ઓનલાઈન ચુકવણીના વિકલ્પો (ડેબિટ કાર્ડ, ઈન્ટરનેટ બેન્કિંગ, UPI, વૉલેટ) દ્વારા ફી ભરો.
- ફોર્મ સબમિટ કરો: ફોર્મની વિગતો ચકાસીને સબમિટ કરો.
- ફોર્મ ડાઉનલોડ કરો: સબમિટ થયેલ ફોર્મ અને પેમેન્ટ રસીદ ડાઉનલોડ કરીને સાચવો.
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification: | Click Here |
ફોર્મ ભરવા માટે લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
ખાસ નોંધ: અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર જાહેરાતના આધારે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઈપણ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી ઓફિશિયલ નોટિફિકેશન ખાસ વાંચી લેવું. તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.