Gujarat Revenue Talati Syllabus 2025 | GPSSB New RR | GSSSB Revenue Prelim Talati Syllabus

Gujarat Revenue Talati Syllabus 2025 : ગજુરાત ગૌણ સેવા પસદંગી મડંળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાકં : ૩૦૧/૨૦૨૫૨૬, દ્વારા મહસેલી વિભાગના નીયત્રંણ હઠેળની કલેકટર કચેરી હસ્તકની “મહસેલી તલાટી”, વગગ-૩ સંવર્ગની
કુલ-૨૩૮૯ જગ્યાઓ માટેની જાહેરાત તા.૨૩/૦૫/૨૦૨૫ ના રોજ પ્રશીધ્ધ કરવામાં આવલે છે. આ માટે
પ્રાથમિક પરીક્ષાનોવિગતવાર અભ્યાસક્રમ આ સાથે સામેલ રાખેલ છે. જેની સંબધિત ઉમેદવારોએ
નોંધ લેવી

GSSSB Revenue Prelim Talati Syllabus 2025

ક્રમવિષયગુણ
1ગુજરાતી
  • રૂઢિપ્રયોગનો અર્થ
  • કહેવતનો અર્થ
  • સમાસ વિગ્રહ કરી તેની ઓળખ
  • છંદ
  • અલંકાર
  • શબ્દસમૂહ માટે એક શબ્દ
  • જોડણી શુદ્ધિ
  • લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ
  • સંધિ જોડો કે છોડો
  • સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો
20
2English
  • Tenses
  • Active Voice & Passive Voice
  • Narration (Direct-Indirect)
  • Transformation of Sentences
  • Use of Articles and Determiners
  • Use of Adjectives, Prepositions and Conjunctions
  • Verbs and Adverbs
  • Nouns and Pronouns
  • Use of Idiomatic Expressions
  • Synonyms/Antonyms
  • One Word substitutions
  • Affixes
  • Words that cause confusion like Homonyms/Homophones
20
3રાજ્યવ્યવસ્થા/જાહેર વહીવટ, અર્થશાસ્ત્ર

(ક) રાજ્યવ્યવસ્થા/જાહેર વહીવટ
  • ભારતીય બંધારણ- ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, માર્ગદર્શક સિદ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારા, કટોકટીને લગતી મહત્વની જોગવાઈઓ.
  • સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદ અને રાજ્ય વિધાનમંડળ: માળખું, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો, સમવાયતંત્રને લગતી બાબતો.
  • ભારતમાં ન્યાયપાલિકા- માળખું અને કાર્યો, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા, બંધારણીય રિટ (Constitutional Writ).
  • બંધારણીય સંસ્થાઓ: સત્તા, કાર્યો અને જવાબદારી.
  • વૈધાનિક, નિયમનકારી અને અર્ધ-ન્યાયિક સંસ્થાઓ.
  • સ્થાનિક સરકાર.
  • કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની યોજનાઓ, નીતિઓ અને કાર્યક્રમો.
  • જાહેર માહિતી અધિકાર અધિનિયમ (RTI Act- 2005), મહિલા અધિકાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અધિકારો.
  • સુશાસન (Good Governance)- શાસનમાં પારદર્શિતા, જવાબદેહિતા અને સંવેદનશીલતા.

(ખ) અર્થશાસ્ત્ર
  • ભારતીય અર્થતંત્ર: સ્વતંત્રતા પૂર્વે અને સ્વતંત્રતા બાદનું ભારતીય અર્થતંત્ર, ભારતીય અર્થતંત્રમાં અત્યાર સુધી થયેલ વિવિધ સુધારાઓ, આયોજન પંચ અને નીતિ આયોગ.
  • કૃષિ ક્ષેત્ર: મુખ્ય પાકો, સિંચાઈ પદ્ધતિ, કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ યોજનાઓ, કૃષિ અને ટેકનોલોજી, કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલ ઔદ્યોગિક પ્રવૃત્તિ, શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિ, જૈવિક ક્રાંતિ, ટકાઉ ખેતી, કૃષિ વિત્તીય નીતિ અને કૃષિ ઉત્પાદનોની ભાવનીતિ, ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ.
  • ભારતનાં ઉદ્યોગો અને ઔદ્યોગિક નીતિ.
  • ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું: ઉર્જા, બંદરો, માર્ગો, હવાઈ મથકો, રેલવે, ટેલિકોમ્યુનિકેશન અને આંતરમાળખાં સાથે સંકળાયેલ સંસ્થાઓ.
  • ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા: ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય, તાજેતરના રાજકોષીય અને નાણાકીય નીતિઓના મુદ્દાઓ, RBI (રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા)- તેનું કાર્યક્ષેત્ર અને તેની નીતિઓ.
30
4ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો

(ક) ઇતિહાસ
  • સિંધુ ખીણની સભ્યતા: લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા અને ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાતના સંદર્ભમાં માનવ સભ્યતાનો વિકાસ.
  • વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ.
  • ગુજરાતના રાજવંશો; મૈત્રક વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ.
  • ૧૮૫૭નો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ- ઉદ્દભવ, સ્વરૂપ, કારણો, પરિણામો અને મહત્વ, ગુજરાતના વિશેષ સંદર્ભમાં.
  • ૧૯મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો.
  • ભારતની સ્વતંત્રતા માટેની હળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ.
  • મહાત્મા ગાંધીજીનાં એકાદશ વ્રતો (અગિયાર મહાવ્રતો), રચનાત્મક કાર્યક્રમ, હિંદ સ્વરાજ.
  • સ્વતંત્રતા હળવળ અને સ્વતંત્રતા પછીના એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા.
  • મહાગુજરાત આંદોલન.

(ખ) ભૂગોળ
  • સામાન્ય ભૂગોળ: સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો, વાતાવરણ અને આબોહવા, મહાસાગરો, દરિયાઈ અને ખંડીય સંસાધનો.
  • ભૌતિક ભૂગોળ: ભારત અને ગુજરાતનું ભૂપૃષ્ઠ, મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, જ્વાળામુખી અને ભૂસ્ખલન, કુદરતી અપવાહ, મોસમી આબોહવાના પ્રદેશો, ચક્રવાત, કુદરતી વનસ્પતિ: રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જમીનનાં મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો.
  • ગુજરાતનાં સંદર્ભમાં સામાજિક ભૂગોળ: વસ્તીનું વિસ્તરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી-પુરુષ પ્રમાણ, સાક્ષરતા, વ્યવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વસ્તી.

(ગ) સાંસ્કૃતિક વારસો
  • ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો: કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય.
  • ગુજરાતનાં મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ.
  • ગુજરાતની લોકનાટ્ય કળા – ભવાઈ.
  • ગુજરાતી સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓ, ગુજરાતના સંગ્રહસ્થાનો અને પુસ્તકાલય.
  • ગુજરાતના તીર્થસ્થાનો અને પર્યટન સ્થળો.
30
5પર્યાવરણ, વિજ્ઞાન અને ઇન્ફોમેશન ટેક્નોલોજી

(ક) પર્યાવરણ
  • રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ અને સંધિઓ, પર્યાવરણ ક્ષેત્રની મહત્વની સંસ્થાઓ, પર્યાવરણ ક્ષેત્રે સંકળાયેલા મહત્વનાં એવોર્ડ.
  • વન અને વન્ય જીવન સંરક્ષણ.
  • ક્લાઇમેન્ટ ચેન્જ (જળવાયુ પરિવર્તન) અને તેને સંલગ્ન બાબતો.
  • આપત્તિ વ્યવસ્થાપન.
  • જળ, જમીન અને વાયુ પ્રદુષણ – અસરો અને અટકાવવાના ઉપાયો.

(ખ) વિજ્ઞાન અને ઇન્ફોમેશન ટેક્નોલોજી
  • રોજબરોજના જીવનમાં સામાન્ય વિજ્ઞાન (ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન), વિજ્ઞાન ક્ષેત્રે થયેલી મહત્વની શોધો અને તેના શોધકો, વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલા મહત્વનાં એવોર્ડ, વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓ, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો.
  • સંરક્ષણ ક્ષેત્રે ટેક્નોલોજી: વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમ.
  • અંતરિક્ષ/અવકાશ ક્ષેત્રે ભારતની પ્રગતિ અને વિવિધ સંસ્થાઓ.
  • ભારતની ઉર્જા નીતિ.
  • માહિતી અને સંચાર તકનીકો: (ICT) તેનું મહત્વ, લાભો અને પડકારો, ઇ-ગવર્નન્સ અને ભારત સંબંધિત નીતિઓ, સાયબર ક્રાઇમ અને સાયબર સુરક્ષા.
30
6પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ (વર્તમાન પ્રવાહો)30
7સામાન્ય બૌદ્ધિક ક્ષમતા
  • તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા.
  • સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ.
  • લોહીના સંબંધ વિષયક.
  • ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો.
  • સંખ્યા વ્યવસ્થા (Number System) અને તેના માનક્રમ (Ranking).
  • માહિતીનું અર્થઘટન, વિશ્લેષણ, પર્યાપ્તતા.
  • સંભાવના.
  • મધ્યક, મધ્યસ્થ અને બહુલક, ભારિત સરેરાશ.
  • ઘાત અને ઘાતાંક, વર્ગમૂળ, ઘનમૂળ, ગુ.સા.અ. અને લ.સા.અ.
  • ટકાવારી, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને નુકસાન, ભાગીદારી.
  • સમય અને કાર્ય, સમય, ઝડપ અને અંતર.
  • કાર્ય, મહેનતાણું અને સાંકળનો નિયમ.
  • ભૂમિતિની સામાન્ય સમજ.
  • સરળીકરણ (simplification) અને બીજગણિત.
  • અંકગણિત અને ગાણિતિક ગતિશીલતા.
  • ગુણોત્તર અને પ્રમાણ.
40
કુલ ગુણ200
નોંધ: પરીક્ષાનું માધ્યમ ક્રમ નં- ૨ માટે અંગ્રેજી (English) ભાષામાં રહેશે અને ક્રમ નં- ૧ અને ૩ થી ૭ માટે ગુજરાતી ભાષામાં રહેશે.

GPSSB Revenue Talati New RR

ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા મહેસુલ વિભાગમાં તલાટીની 8923 જગ્યાઓ માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે જે નીચે મુજબ આપેલ છે

Gujarat Revenue Talati Syllabus 2025

આ ભરતી માટે વિગતવાર સિલેબસ જાહેર કરવામાં આવ્યું છે જે નીચે મુજબ PDF આપેલ છે.

1 thought on “Gujarat Revenue Talati Syllabus 2025 | GPSSB New RR | GSSSB Revenue Prelim Talati Syllabus”

Leave a Comment