RMC Recruitment 2025 : રાજકોટ મહાનગરપાલિકામાં આવી 42 જગ્યાઓ પર ભરતી, પગાર ₹53,700 સુધી

RMC Recruitment 2025 : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી માટે ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ અલગ અલગ 42 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને છેલ્લે 1 ફેબ્રુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકાશે.

આ ભરતીમાં 18 થી 35 વર્ષની ઉંમર સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીમાં અલગ અલગ જગ્યાઓ પ્રમાણે 53,000 સુધીનો પગાર ધોરણ છે. આ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા અહીં આપેલી માહિતી વ્યવસ્થિત રીતે વાંચી લેવી અને ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચી લેવું.

RMC Recruitment 2025

સંસ્થારાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)
પોસ્ટનું નામડીવીઝનલ ઓફિસર, સ્ટેશન ઓફિસર, સબ ઓફિસર (ફાયર)
કુલ જગ્યા42
નોકરી સ્થાનરાજકોટ, ગુજરાત
ફોર્મ શરુ થવાની તારીખ18 જાન્યુઆરી 2025
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ01 ફેબ્રુઆરી 2025
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણ₹53,700 સુધી

જગ્યાઓ

જગ્યાનું નામકુલ જગ્યા
ડીવીઝનલ ઓફિસર4
સ્ટેશન ઓફિસર3
સબ ઓફિસર (ફાયર)35
કુલ42

RMC Recruitment 2025 શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામલાયકાત
ડીવીઝનલ ઓફિસરUGC/AICTE માન્ય યુનિવર્સીટીના ગ્રેજ્યુએટ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી ડિવિઝનલ ઓફિસર્સનો કોર્સ પાસ અને હેવી મોટર વ્હિકલ લાયસન્સ ધરાવવું. ૫ વર્ષનો અનુભવ, અથવા ૭ વર્ષનો સબ ઓફિસર (ફાયર)નો અનુભવ.
સ્ટેશન ઓફિસરUGC/AICTE માન્ય યુનિવર્સીટીના ગ્રેજ્યુએટ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરનો સબ ઓફિસર્સ કોર્ષ પાસ અને હેવી મોટર વ્હિકલ લાયસન્સ ધરાવવું. ૫ વર્ષનો અનુભવ, અથવા ૭ વર્ષનો લીડીંગ ફાયરમેનનો અનુભવ.
સબ ઓફિસર (ફાયર)UGC/AICTE માન્ય યુનિવર્સીટીના ગ્રેજ્યુએટ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરનો સબ ઓફિસર્સ કોર્ષ પાસ અને હેવી મોટર વ્હિકલ લાયસન્સ ધરાવવું. ૫ વર્ષનો અનુભવ, લીડીંગ ફાયરમેનનો અનુભવ.

RMC Recruitment 2025 ઉંમર મર્યાદા

જગ્યાનું નામઉંમર મર્યાદા
ડીવીઝનલ ઓફિસર૧૮ થી ૩૫ વર્ષ
સ્ટેશન ઓફિસર૧૮ થી ૩૫ વર્ષ
સબ ઓફિસર (ફાયર)૧૮ થી ૩૫ વર્ષ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

RMC Recruitment 2025 અરજી ફી

કેટેગરીઅરજી ફી (રૂ.)
બિનઅનામત કેટેગરી૫૦૦/-
અન્ય કેટેગરી૨૫૦/-

અન્ય સૂચનાઓ

  1. આ અરજી ફી માત્ર અને માત્ર ઓનલાઈન/નેટ બેન્કિંગથી જ સ્વીકારવામાં આવશે.
  2. અરજી ફી ભર્યા બાદ ઉમેદવારે પોતાનો અરજી નં. તથા ટ્રાન્ઝેક્શન આઈ.ડી.સાચવી રાખવાના રહેશે. અરજી ફી ભર્યા બાદ રીફંડ આપવામાં આવશે નહિ.
  3. ફી ભર્યા વગરની અરજી રદ્દ થવા પાત્ર રહેશે.
  4. અરજી ફી ન ભરનાર ઉમેદવારને કોઈ પણ પ્રકારની મૌખિક ઇન્ટરવ્યુ/પ્રેક્ટીકલ ટેસ્ટ પૈકી નિમણુંક અધિકારી દ્વારા જે કાર્યપદ્ધતિ નિયત કરવામાં આવશે તેમાં બેસવા દેવામાં આવશે નહિ.

પસંદગી પ્રક્રિયા

RMC ભરતી 2025 માટે પસંદગી પ્રક્રિયા નીચે આપેલ પ્રકારે રહેશે:

  1. મૌખિક ઇન્ટરવ્યુ/પ્રેક્ટીકલ ટેસ્ટ

RMC Recruitment 2025 પગાર ધોરણ

જગ્યાનું નામપગાર ધોરણ
ડીવીઝનલ ઓફિસર૫૩,૭૦૦/- (ફિક્સ ૫ વર્ષ માટે). ૫ વર્ષ પછી ૪૪૯૦૦-૧૪૨૪૦૦ (પે-મેટ્રિક્સ લેવલ-૦૮) અથવા ૯૩૦૦-૩૪૮૦૦ (ગ્રેડ પે-૪૬૦૦) છઠ્ઠા પગારપંચ અનુસાર.
સ્ટેશન ઓફિસર૫૧,૦૦૦/- (ફિક્સ ૫ વર્ષ માટે). ૫ વર્ષ પછી ૩૯૯૦૦-૧૨૬૬૦૦ (પે-મેટ્રિક્સ લેવલ-૦૭) અથવા ૯૩૦૦-૩૪૮૦૦ (ગ્રેડ પે-૪૪૦૦) છઠ્ઠા પગારપંચ અનુસાર.
સબ ઓફિસર (ફાયર)૪૯,૬૦૦/- (ફિક્સ ૫ વર્ષ માટે). ૫ વર્ષ પછી ૩૫૪૦૦-૧૧૨૪૦૦ (પે-મેટ્રિક્સ લેવલ-૬) અથવા ૯૩૦૦-૩૪૮૦૦ (ગ્રેડ પે-૪૨૦૦) છઠ્ઠા પગારપંચ અનુસાર.

રાજકોટ મહાનગરપાલિકા ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું ?

  1. ઉમેદવારોએ www.rmc.gov.in વેબસાઈટ પર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  2. મહાનગરપાલિકા ત્યારબાદ ‘Recruitment’ વિભાગમાં જાઓ.
  3. તમે જે ભરતી માટે ફોર્મ ભરવા માંગો છો તે પસંદ કરો અને “Apply Now” બટન પર ક્લિક કરો.
  4. તમારી સામે ફોર્મ ખુલી જશે જેમાં તમારી બધી જ વિગતો ભરો જેવી કે શૈક્ષણિક લાયકાત, વ્યક્તિગત માહિતી વગેરે.
  5. ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  6. કેટેગરી મુજબ લાગુ પડતી ફી ઓનલાઈન માધ્યમથી ભરો.
  7. બધી જ વિગતો ભરાઈ ગયા બાદ વ્યવસ્થિત ચેક કરીને ફોર્મ ને સબમીટ કરો.
  8. ફોર્મ સબમીટ કર્યા પછી ફોર્મ ને પ્રિન્ટ કરો અને ફીની રીસીપ પણ પ્રિન્ટ કરો.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment