Santrampur Apprentice Recruitment : સંતરામપુર નગરપાલિકા દ્વારા નવી ભરતી માટે ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ અલગ અલગ 17 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને છેલ્લે 30 જાન્યુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકાશે.
સંતરામપુર નગરપાલિકાની આ ભરતીમાં અલગ અલગ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા અહીં આપેલી માહિતી વ્યવસ્થિત રીતે વાંચી લેવી અને ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચી લેવું.
સંતરામપુર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2025
સંસ્થા | સંતરામપુર નગરપાલિકા |
પોસ્ટનું નામ | એપ્રેન્ટીસ |
કુલ જગ્યા | 17 |
નોકરી સ્થળ | સંતરામપુર, ગુજરાત |
ફોર્મ શરુ થવાની તારીખ | શરુ થઈ ગયેલ છે. |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 30 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની રીત | ઓફલાઈન |
Santrampur Apprentice Recruitment જગ્યાઓ
ક્રમ | ટ્રેડનું નામ | કુલ જગ્યા |
---|---|---|
1 | સેનેટરી ઈન્સ્પેકટર | 02 |
2 | સર્વેયર | 07 |
3 | કમ્પ્યુટર ઓપરેટર | 04 |
4 | ફાયરમેન | 03 |
5 | ફાયર ડ્રાયવર | 02 |
6 | જેસીબી ડ્રાયવર | 07 |
7 | ટ્રેકટર ડ્રાયવર | 02 |
8 | ડ્રાયવર | 07 |
9 | ઓપરેટર કમ વાલ્વમેન | 02 |
Santrampur Apprentice Recruitment લાયકાત
ક્રમ | ટ્રેડનું નામ | જરૂરી લાયકાત |
---|---|---|
1 | સેનેટરી ઈન્સ્પેકટર | સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેકટરનો એક વર્ષનો કોર્ષ |
2 | સર્વેયર | આઈ.ટી.આઈ. (સર્વેયર) |
3 | કમ્પ્યુટર ઓપરેટર | આઈ.ટી.આઈ/સરકાર માન્ય કમ્પ્યુટર કોર્ષ (કોપા) |
4 | ફાયરમેન | ફાયર ફાયટરનો કોર્ષ |
5 | ફાયર ડ્રાયવર | DCO સર્ટીફીકેટ ધરાવતા (હેવી લાયસન્સ હોવુ જરૂરી) |
6 | જેસીબી ડ્રાયવર | ધોરણ ૮ પાસ (હેવી લાયસન્સ ધરાવતા) |
7 | ટ્રેકટર ડ્રાયવર | ધોરણ ૮ પાસ (હેવી લાયસન્સ ધરાવતા) |
8 | ડ્રાયવર | ધોરણ ૮ પાસ (હેવી લાયસન્સ ધરાવતા) |
9 | ઓપરેટર કમ વાલ્વમેન | ધોરણ ૮ પાસ (પાણી પુરવઠાના મોટર તથા વાલ્વમેનના જાણકાર) |
Santrampur Apprentice Recruitment ઉંમર મર્યાદા
વિગત | ઉંમર |
---|---|
ન્યુનતમ ઉંમર | સરકારશ્રીના ધારાધોરણ મુજબ |
મહત્તમ ઉંમર | સરકારશ્રીના ધારાધોરણ મુજબ |
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
Santrampur Apprentice Recruitment અગત્યની તારીખો
વિગત | તારીખ |
---|---|
અરજી શરૂ થવાની તારીખ | શરુ થઈ ગયેલ છે. |
અરજી ભરવાની છેલ્લી તારીખ | 30 જાન્યુઆરી 2025 |
ભરતી મેળાની તારીખ | 3 ફેબ્રુઆરી 2025 |
ભરતી મેળાની તારીખ સમય | 11:00 AM |
સંતરામપુર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
સંતરામપુર નગરપાલીકામાં એપ્રેન્ટીસ એકટ -૧૯૬૧ હેઠળ નીચે પ્રમાણેની જગ્યાઓ એપ્રેન્ટીસથી ભરવાની થાય છે. જેના અનુસંધાને આઈ.ટી.આઈ. દિવડા કોલોની તથા સંતરામપુર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભરતી મેળાનું આયોજન નીચે દર્શાવેલ સ્થળે-સમયે અને તારીખે નક્કી કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જાહેરાત પ્રસિદ્ધ થયેથી તા.૩૦/૦૧/૨૦૨૫ સુધીમાં પોતાની લાયકાતના સ્વપ્રમાણિત કરેલ પ્રમાણપત્રો સહિત લેખિત અરજી સંતરામપુર નગરપાલીકામાં રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા રજુ કરવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહી.
અગત્યની બાબતો
- સરકારશ્રી દ્વારા નિયત થયેલ ૨કમ સ્ટાઈપન્ડ પેટે દર મહિને ચુકવવામાં આવશે.
- ઉમેદવારે અગાઉ એપ્રેન્ટિસ કરેલ ન હોવી જોઈએ.
- એપ્રેન્ટિસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણાશે.
- આખરી નિર્ણય આ અંગેની નિયુકત થયેલ સમિતિનો રહેશે.
- ઉમેદવારે ભરતી મેળા સમયે અરજીની નકલ તથા તમામ અસલ પ્રમાણપત્રો સાથે ઉપરોકત સ્થળે, સમયે અને તારીખે હાજર રહેવું.
- ઉમેદવારે https://www.apprenticeshipindia.gov.in/candidate-registration પોર્ટલ પર ફરજીયાત રજિસ્ટ્રેશન કરી હાજર રહેવાનું રહેશે.
ભરતી મેળાની તારીખ અને સમય : ૦૩/૦૨/૨૦૨૫ (સવારે ૧૧-૦૦ કલાકે)
ભરતી મેળાનું સ્થળઃ નગરપાલિકા, સંતરામપુર, કચેરી, સંતરામપુર
Santrampur Apprentice Recruitment ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
ખાસ નોંધ : અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઇપણ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.